SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૧, વામ: શિર : ६९५ કારણનું કાર્ય જીવ નથી, કેમ કે-અનાદિકાળથી જીવની પ્રવૃત્તિ છે. એથી કર્મના નાશમાં જીવનો નાશ અસંભવિત છે. ૦ વળી વિકારના અભાવથી સર્વથા વિનાશી (જન્ય) ધર્મવાળો આત્મા નથી. ખરેખર, મોગર આદિથી તૂટેલા ઘડાના કપાલરૂપ વિનાશજન્ય ધર્મો દેખાય છે. તેવી રીતે જીવના વિનાશજન્ય ધર્મો દેખાતા નથી, માટે જીવનું-આત્માનું નિત્યપણું છે. તેના ધર્મ-સિદ્ધત્વરૂપ મોક્ષનું પણ નિત્યપણું છે. શંકા - સ્વસ્વરૂપમાં અવસ્થાનરૂપ મોક્ષનું સ્વરૂપ જે કહ્યું, તે જ્ઞાનાદિ સ્વરૂપ મુક્તમાં ઘટતું નથી, કેમ કે-જ્ઞાનના કારણોનો અભાવ છે. ખરેખર, જ્ઞાન પ્રત્યે શરીર-ઇન્દ્રિય આદિ કારણ છે. મુક્તમાં તે કારણનો અભાવ હોવાથી જ્ઞાન સંભવી શકે નહીં ને ? સમાધાન - વ્યાપ્તિની અસિદ્ધિ (અભાવ) છે. તથાપિ જ્ઞાન પ્રત્યે શરીર-ઇન્દ્રિય વગેરે કારણ કે વ્યાપક નથી, જેથી તે શરીર-ઇન્દ્રિય આદિના અભાવમાં તે જ્ઞાનનો પણ અભાવ થાય ! વળી જ્ઞાન આત્માનો સ્વભાવ હોઈ શરીર આદિના અભાવમાં પણ તે જ્ઞાનનો અભાવ નથી. તેથી મુક્ત જીવ છે, વળી તે જ્ઞાનરહિત છે.-આવું વચન વિરુદ્ધ જ છે, કેમ કે- પોતાના આત્મામાં શરીરના આશ્રયે પ્રત્યક્ષ અનુભવથી જ જ્ઞાનસ્વરૂપની સિદ્ધિ છે. વળી ઇન્દ્રિયોના વ્યાપારના વિરામમાં પણ તેના વ્યાપારથી પૂર્વે પ્રાપ્ત કરેલ અર્થ (વિષય)નું સ્મરણ છે (અનુસ્મરણ છે) અને ઇન્દ્રિયોની વિદ્યમાનતામાં પણ અન્યસ્થ મન હોયે છતે વિષયનો ઉપલંભ (પ્રતીતિ-ગ્રહણ) થતો નથી. ૦નહિ જોયેલ, નહિ સાંભળેલ પણ અર્થોના વિષયોમાં તથા પ્રકારની ક્ષયોપશમની પટુતાથી વ્યાખ્યાન આદિ અવસ્થામાં કદાચિત્ સ્કૂરણા થાય છે. તેથી સર્વદા સઘળાકાળમાં પ્રકાશ-જ્ઞાનજયોતિર્મય જ જીવ છે. ૦બીજી વાત એવી છે કે-સંસારી અવસ્થામાં છદ્મસ્થ જીવ કિંચિંદ્ર માત્ર જાણે છે, કેમ કે-ક્ષણ અક્ષીણ આવરણના છિદ્રોથી અવભાસ છે. જેમ કે-છિદ્રવાળા ભીંત વગેરેની વચ્ચે રહેલ દીપક. ૦ મુક્ત અવસ્થામાં સર્વ આવરણોના ક્ષયે સર્વ અર્થને જાણે છે-પ્રકાશે છે. જેમ કે-ભીંત વગેરેના આવરણ વગરનો પ્રદીપ. જીવમાં તે વખતે પ્રકાશ-જ્ઞાનનો અભાવ નથી. આ પ્રમાણે મુક્તિમાં જ્ઞાનસ્વરૂપ સિદ્ધ છે. (ખરેખર, આત્મા સામાન્યથી સકળ લોકાલોકમાં વર્તતા પદાર્થોને સારી રીતે જાણવા સમર્થ છે. પરંતુ કર્મ આવરણથી આચ્છાદિત તે જ્ઞાનાદિ હોવાથી, અસ્મદ્ આદિ સંસારી છદ્મસ્થ જીવોને સંશયઅજ્ઞાન-વિપર્યયો, અતીત આદિ-દૂરસ્થ પદાર્થોમાં મિથ્યાજ્ઞાન પ્રગટ થાય છે; અને સંપૂર્ણતયા જ્ઞાન આવરણ આદિ મલના વિનાશમાં પ્રતિબંધકના અભાવથી સકળ પદાર્થવિષયક જ્ઞાનસ્વરૂપમાં કોઈપણ વિરોધ નથી.) આ પ્રમાણે જેમ જ્ઞાનસ્વરૂપી આત્મા છે, તેમ સુખસ્વરૂપી આત્મા છે. આત્માનું જ્ઞાનવતુ સુખ આદિ સ્વરૂપ છે. (સુખસ્વરૂપી પણ આત્મા છે. જેમ સંસારીને સુખ-દુઃખ પરસ્પર સંબંધી છે, તેમ મુક્તિમાં નથી, કેમ કે-દુઃખના મૂળરૂપ શરીરનો અભાવ છે અને આનંદ-આત્મસ્વરૂપ છે. વળી એમ નહિ કહેવું કે‘દુઃખાભાવરૂપ સુખ છે,” કેમ કે-મુખ્ય સુખમાં બાધકનો અભાવ હોવાથી “રોગથી મુક્ત થયેલો હું સુખી થયો,” ઈત્યાદિમાં સુખી એવા પદમાં પુનરુક્તિના દોષની આપત્તિ આવે છે. આવા જડરૂપ આત્મતત્ત્વનો મોક્ષ બુદ્ધિશાળી પુરુષોને ઉપાદેય થતો નથી. વળી સાંસારિક સુખ દુઃખરૂપ હોવાથી જ આત્યંતિક વિશિષ્ટ સુખની ઇચ્છાથી જ મોક્ષાર્થી જીવોની પ્રવૃત્તિ છે. આવા અભિપ્રાયથી કહે છે કે-એ પ્રમાણે સુખાદિ સ્વરૂપ
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy