SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ६९६ तत्त्वन्यायविभाकरे પણ વિચારવું.) અહીં “કૃત્ન કર્મની વિમુક્તિ દ્વારા આત્માનું સ્વસ્વરૂપ અવસ્થાનરૂપ મોક્ષ.'-આ પ્રમાણેના સંગ્રહનયથી મુક્તિ કહેલી છે. તેથી આવરણોના ઉચ્છેદથી વ્યગ્ય-ગમ્ય સુખ (આનંદ) મોક્ષ તરીકે ઇષ્ટ છે, કેમ કે-સંસારદશામાં આનંદરૂપ જીવસ્વભાવ ઇન્દ્રિય સહિત દેહ આદિ રૂપ અપેક્ષા-કારણસ્વરૂપ આવરણથી આચ્છાદિત કરાય છે. જેમ કે-અપશ્ક(રૂમ)માં રહેલ પદાર્થ પ્રકાશત્વ સ્વભાવવાળો પ્રદીપ. તે પ્રદીપના આચ્છાદક મોટા શરાવ (શરાવળા) આદિથી આચ્છાદિત કરાય છે. જેમ પ્રદીપ આચ્છાદક મોટા શરાવ આદિના અભાવમાં પ્રદીપની માફક જીવનો પણ વિશિષ્ટ પ્રકાશ (જ્ઞાન) સ્વભાવ પ્રયત્ન વગર સિદ્ધ જ છે. શંકા - શરીર આદિના અભાવમાં જ્ઞાન, આનંદ આદિના અભાવનો પ્રસંગ કેમ નહિ આવે? સમાધાન - જ્ઞાન, સુખ આદિ પ્રત્યે શરીર આદિનું (વ્યાપ્તિ ગ્રાહક કાર્ય-કારણરૂપ અનુકૂલતકભાવ) અપ્રયોજકપણું હોવાથી પ્રસંગ નહીં આવે. જો શરીર આદિના અભાવમાં જ્ઞાન આદિના અભાવનો પ્રસંગ માનો, તો શરાવ આદિના અભાવમાં પ્રદીપ આદિના અભાવનો પ્રસંગ થાય! શંકા - પ્રદીપ આદિ પ્રત્યે શરવ આદિ અજનક હોવાથી દોષ કેવી રીતે? સમાધાન - તથાભૂત પ્રદીપની પરિણતિના અજનક શરાવ આદિમાં પ્રદીપ પ્રત્યે અનાવારકપણાનો પ્રસંગ તો આવશે જ. ૦ વ્યવહારનયની અપેક્ષાએ પુરુષ અથવા સ્ત્રીના શરીરવાળા આત્માનો સમ્યજ્ઞાન અને ક્રિયાથી સાધ્ય કર્મોનો ક્ષય, એ “મોક્ષ' ઇચ્છાય છે. અન્વય-વ્યતિરેકથી કર્મક્ષય રૂપ કાર્ય પ્રત્યે સમ્યજ્ઞાન-ક્રિયાનું કારણપણું. શંકા - કર્મના ક્ષયના મુક્તિપણામાં પુરુષાર્થપણાનો અભાવ કેમ નહિ? સમાધાન - મુક્તિમાં, સાક્ષાતુ દુઃખના હેતુભૂત કર્મના નાશના (સમ્યગ્દર્શનાદિ) ઉપાયોથી કે (ઉપાયોની) ઇચ્છાનો વિષય હોઈ પરમ પુરુષાર્થપણું અવિરુદ્ધ છે. ખરેખર, દુઃખ પ્રત્યે દ્વેષ થતાં દુઃખના હેતુઓ પ્રત્યે નિયમો ઠેષ કરે છે ત્યારબાદ તે દુ:ખનાશના હેતુભૂત જ્ઞાનાદિમાં પ્રવર્તે છે ત્યારપછી નાશના ઉપાયથી મોક્ષપુરુષાર્થની ઇચ્છા થાય છે. શંકા - “સમ્યજ્ઞાન અને ક્રિયાથી મોક્ષ'- એમ જે કહ્યું તે ઠીક નથી, કેમ કે-સમ્યગ્દર્શનનું પણ હેતુપણું છે જ ને? સમાધાન - આ બેમાં પણ જ્ઞાન, દર્શનનો સહચારી હોવાથી સમ્યજ્ઞાનના પ્રહણમાં સમ્યગ્દર્શનનું પ્રહણ થઈ જાય છે. શંકા - “સ્વીકૃત પુરુષશરીરવાળા કે સ્ત્રીશરીરવાળા આત્માની મુક્તિ -એવું જે વચન કહ્યું છે, ત્યાં સ્વીકાર કરેલા પુરુષશરીરવાળાને તો સમ્યજ્ઞાન-ક્રિયાનો સંભવ હોવાથી મોક્ષનું અધિકારીપણું છે, પરંતુ સ્ત્રીઓને મોક્ષનો અધિકાર નથી, કેમ કે-તે સ્ત્રીઓમાં જ્ઞાન-દર્શનનો સંભવ છતાં ચારિત્રનો અસંભવ છે. વળી સ્ત્રીઓને વસ્ત્રનો સ્વીકાર આવશ્યક છે. અવત્ર સ્ત્રીઓ પુરુષોના તિરસ્કારને યોગ્ય બને છે અને લોકમાં નિંદાપાત્ર થાય ! જો વસ્ત્રનો સ્વીકાર કરે, તો પરિગ્રહવાળીમાં સંયમનો અભાવ થાય જ ને?
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy