SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे સમાધાન - તથાચ આત્માનું (પોતાનું) જે સ્વરૂપ છે તેમાં રહેવું, એમ અહીં સમજવું. તેથી કેવળ સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શનો જીવનું સ્વરૂપ છે, તે જ્ઞાનાદિ રૂપે આત્માનું રહેવું મોક્ષ-પર્યાય છે. સમ્યક્ત્વ-જ્ઞાનદર્શન આદિ ભાવો મોક્ષમાં ક્ષાયિક જ હોય છે. ઔપશમિક, ક્ષાયોપશમિક કે ઔદયિક ભાવોનો સર્વથા અભાવ જ એમ સૂચિત કરેલ છે. શંકા - મોક્ષમાં આ ઔપશમિક આદિ ભાવોનો કેમ અભાવ છે ? ६९४ સમાધાન - ‘સકલ કર્મ વિમુક્તિથી’-એ પદથી ઉપરોક્ત શંકાનું સમાધાન થાય છે. ખરેખર, કર્મરૂપે પુદ્ગલની સત્તા હોયે છતે ઉપશમ આદિ સંભવે છે. કર્મરૂપે પુદ્ગલની વિમુક્તિ-ક્ષય થવાથી, તે ઉપશમ આદિના આધારભૂત તે કર્મપુદ્ગલોનો સંભવ જ નથી. તે કર્મપુદ્ગલરૂપ આધા૨વાળો જે નથી એવો તે, ક્ષાયિક આદિ ભાવ છે જ, કેમ કે- ત્રણ પ્રકારના દર્શનમોહનીય આદિના ક્ષયથી જ કેવળ (ક્ષાયિક) સમ્યક્ત્વ આદિની સત્તા છે, એવો ભાવ છે. આ નિરૂપણથી ‘સર્વથા આત્માનો અભાવ મોક્ષ છે.’- (ધર્મારૂપ આત્મા સિવાય સદ્અનુષ્ઠાન-મોક્ષ આદિનો વિચાર અયોગ્ય થાય છે, કેમ કે- વંધ્યાપુત્રના અભાવમાં તેમાં રહેલ સુરૂપ-કુરૂપ આદિના કોઈપણ વિચાર કરતો નથી.) આવી માન્યતાનું ખંડન થાય છે, કેમ કે-મોક્ષના આધારભૂત પદાર્થ આવશ્યક છે. શંકા - કેવળ સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શનોનો જ જો સદ્ભાવ છે, તો અનંત વીર્ય-સુખ આદિના પણ અભાવનો પ્રસંગ કેમ નહિ આવે ? સમાધાન – તે સમ્યક્ત્વ આદિની સાથે અવિનાભાવી સહચારી હોઈ તે અનંત વીર્ય આદિનો ક્ષાયિક જ્ઞાન આદિમાં અંતર્ભાવ છે. ખરેખર, અનંત સામર્થ્યના અભાવમાં અનંતજ્ઞાન સંભવતું નથી. વળી સુખ પણ જ્ઞાનથી અતિરિક્ત (અધિક-ભિન્ન) કાંઈ નથી પરંતુ જ્ઞાનવિશેષરૂપ જ સુખ-ચિદાનંદ જ છે. આ પ્રમાણે સિદ્ધત્વ-અસ્તિત્વ આદિ ભાવો પણ કેવળ સમ્યક્ત્વ આદિની સાથે અવિનાભાવી જ છે. ૦ ભવ્યત્વ તો કેવળ સમ્યક્ત્વ આદિની સિદ્ધિ હોયે છતે વિનાશશીલ હોઈ, કેવળ સમ્યક્ત્વ આદિની ઉત્પત્તિમાં ભવ્યત્વ નથી જ, એવો ભાવ છે. શંકા - ‘આત્માનો અભાવ જ મોક્ષ' છે, એ પક્ષ બરોબર છે. તથાહિ નરક-તિર્યંચ-મનુષ્ય-દેવરૂપ જ સંસાર છે, બીજો સંસાર નહીં. નારક આદિ પર્યાયથી રહિત કોઈપણ જીવ નથી, કેમ કે-કોઈપણ વખતે નારક આદિ ભિન્નરૂપે જીવની પ્રતીતિ નથી. તેથી નારક આદિ પર્યાયના નાશમાં જીવના સ્વસ્વરૂપપર્યાયનો નાશ થવાથી જીવનો અભાવરૂપ મોક્ષ જ કેમ પ્રાપ્ત ન થાય ? સમાધાન – પર્યાય માત્રના નાશમાં પર્યાયી દ્રવ્યનો નાશ ઇષ્ટ નથી, કેમ કે-સોનાના કુંડલ આદિ પર્યાય માત્રના નાશમાં સોનાનો નાશ કોઈને ઇષ્ટ-સંમત નથી. શંકા – સંસાર કર્મથી બનેલો છે, તેથી કર્મના નાશમાં સંસાર નષ્ટ થાય છે. તેવી રીતે સંસારના નાશમાં જીવનો પણ નાશ જ કેમ નહિ ? સમાધાન - વ્યાપક કારણમાં વ્યાપ્યભૂત કાર્યનું નિવર્તકપણું હોઈ કર્મરૂપ કારણનું સંસારરૂપ કાર્ય છે, તો કર્મરૂપ કારણના નાશમાં સંસારરૂપ કાર્યનો નાશ વ્યાજબી છે. પરંતુ જીવને કર્મે બનાવેલો નથી. કર્મરૂપ
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy