SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ २६ तत्त्वन्यायविभाकरे (૪) પૂર્વે કહેલ ઔપથમિક સમ્યકત્વના વમનકાળે તેના આસ્વાદ રૂપ “સાસ્વાદન.” (૫) ક્ષપકશ્રેણીને પામેલા આત્મામાં ચાર અનંતાનુબંધી અને મિથ્યાત્વ તથા મિશ્ર પુંજનો ક્ષય કર્યા બાદ જયારે સમ્યકત્વ પુંજનો ક્ષય ચાલુ છે, ત્યારે તેના સંબંધી છેલ્લા પુદ્ગલના ક્ષય કરવામાં ઉજમાળ તે જીવને જે ચરમ પુદ્ગલના વેદન રૂપ થાય, તેને “વેદક' કહેવાય છે. આવી રીતે ક્ષય-ક્ષયોપશમ-ઉપશમ-સાસ્વાદન અને વેદક રૂપ નિમિત્તનો ભેદ એ અંતરંગ-આંતરિક ભેદ જાણવો. અર્થાત્ ક્ષય આદિ આંતર ભેદથી અભિરૂચિ રૂપ સમ્યફ શ્રદ્ધા, ક્ષાયિક-લાયોપથમિકઔપથમિક-સાસ્વાદન-વેદક ભેદે પાંચ પ્રકારની છે. પરોપદેશ અને અપરોપદેશના ભેદથી આ ક્ષાયિક આદિ પાંચને ગુણવાથી સમ્યફ શ્રદ્ધા દશ પ્રકારની છે. એવં ચ અહીં પરોપદેશ પદ આગમ-શ્રવણ-શિક્ષા-ઉપદેશ-નિમિત્ત આદિનું ઉપલક્ષક છે. (સ્વબોધક હોઈ સ્વઈતર બોધક પદ ઉપલક્ષક પદ કહેવાય છે.) પરોપદેશથી ઉપલક્ષિત આગમ આદિનું વર્ણન (૧) આગમ-પૂર્વાપરવિરોધ-શંકારહિત સર્વજ્ઞપ્રણીત આગમ-શાસ્ત્રની સમીક્ષાથી તત્ત્વરૂચિ “આગમ કહેવાય છે. (૨) નિમિત્ત- ઉત્પન્ન થનાર સમ્યગ્દર્શનમાં જે જે બાહ્ય વસ્તુ, જેમ કે-શ્રી જિનપ્રતિમા વગેરે તે તે સઘળી વસ્તુ “નિમિત્ત' કહેવાય છે. (૩) શ્રવણ- સાંભળવાથી જે થાય છે, તે “શ્રવણ' કહેવાય છે. (૪) શિક્ષા-શ્રી જિનેન્દ્ર પ્રવચન-આગમ અનુસારી વારંવાર અભ્યાસ રૂપ શિક્ષાથી જે પેદા થાય, તે શિક્ષા' કહેવાય છે. (૫) ઉપદેશ ગુરુના ઉપદેશથી જે પ્રકટિત થાય, તે “ઉપદેશ' કહેવાય છે. તથાચ પરના સહકારથી તત્ત્વની સાથે આવ્યભિચારી, જીવ આદિ પદાર્થવિષયક અભિરૂચિ “અધિગમ સમ્યફ શ્રદ્ધા' કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ માત્રના સહકારથી (આત્મપરિણામ વિશેષથી સહકૃત) તત્ત્વની સાથે આવ્યભિચારી, જીવ આદિ પદાર્થવિષયક અભિરૂચિ નિસર્ગ સમ્યફ શ્રદ્ધા કહેવાય છે. ननु तत्त्वेष्वास्था सम्यक्श्रद्धेत्युक्तं, तत्र कानि तत्त्वानि, येष्वभिरुचिस्सम्यक् द्धा भवेत् कियन्ति च तानि, यतस्तदियत्ताज्ञानाभावात्सम्यक्श्रद्धाऽपूर्णा भवेदित्याशंकायामाह तत्र तत्त्वानि जीवाजीवपुण्यपापाश्रवसंवरनिर्जराबन्धमोक्षा नव । ३ । __ तत्रेति तच्छब्देन तत्त्वेष्वास्था सम्यक्श्रद्धेति वाक्यस्य परामर्शः, बेल्प्रत्ययार्थी घटकत्वम्, तथा च तत्त्वेष्वास्था सम्यक्श्रद्धेति वाक्यघटकानि तत्त्वानि जीवादिभेदेन नवेत्यर्थः । अत्र . જૈમરાવ્યાનુસા (તા: ૭-૨-૨૪) રૂચન-ત્રમ્ |
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy