SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - २, प्रथम किरणे २५ શંકા- જો અભિલાષા માત્રને અભિરૂચિ માનવામાં આવે, તો જૈનદર્શનવત્તા-અધ્યાપક એવા મિથ્યાષ્ટિઓમાં પણ પોતાની બહુશ્રુતપણાની પ્રસિદ્ધિ માટેની અભિલાષા છે, તો ત્યાં પણ અભિલાષા માત્રથી સમ્યફ શ્રદ્ધાપણું કેમ નહિ? સમાધાન- અહીં અભિરૂચિ પદથી આત્માની વિશિષ્ટ પૌરુષેય શક્તિ જ અધિકૃત છે. જો જીવની પૌરુષેય શક્તિવિશેષને અભિરૂચિ પદથી ન ગ્રહણ કરવામાં આવે અને ઇચ્છા માત્ર ગ્રહણ કરવામાં આવે, તો લોભ રૂપ ઇચ્છાનો ક્ષીણમોલવાળા કેવલીમાં અભાવ હોઈ તે ક્ષીણમોહકેવલીમાં સમ્યક્ત્વમાં અભાવની આપત્તિ આવી જાય ! તે જીવની વિશિષ્ટ પૌરુષેય શક્તિ શ્રી જિનેન્દ્ર પ્રવચન અનુસાર પ્રકટેલ રાગ આદિ ઉત્કટ દોષોના ઉપશમથી, મોક્ષની અભિલાષ રૂપ સંવેગથી, વિષયની અનાસક્તિ રૂપ નિર્વેદથી, સર્વ પ્રાણીવિષયક દયાથી અને આસ્તિક્ય બુદ્ધિથી અભિવ્યક્ત થાય છે. વળી આ જીવની રૂચિનામક પૌરુષેય શક્તિ જ સમ્યફ શ્રદ્ધાનું આંતરલક્ષણ છે. આંતરલક્ષણ પ્રત્યે પ્રરૂપણમાં તે ઉપકારક હોઈ સૂત્રની શબ્દરાશિ ‘તત્ત્વશ્વાસ્થ સી શ્રદ્ધા' ઇત્યાદિ પણ સમ્યફ શ્રદ્ધાના બાહ્ય લક્ષણ તરીકે કહેવાય છે. વળી સમ્યક્ શ્રદ્ધાની ઉત્પત્તિ પ્રત્યે ઉપકરણપણું હોઈ, મિથ્યાત્વમોહનીયના શુદ્ધ પુદ્ગલ રૂપ કર્મવિશેષ, સમ્યક્ત્વ તરીકેની સંજ્ઞાને પામે છે. સમ્યકત્વ શબ્દ એક હોવા છતાં અર્થભેદ છે જીવની પૌરુષેય શક્તિ રૂપ રૂચિને સમ્યકત્વ કહેવામાં આવે છે. તરૂપક સૂત્રશબ્દરાશિને પણ અપેક્ષાએ સમ્યકત્વ-સમ્યફ શ્રદ્ધાન તરીકે કહેવામાં આવે છે. રૂચિ રૂપ સમ્યકત્વની ઉત્પત્તિના ઉપકરણની અપેક્ષાએ શુદ્ધ મિથ્યાત્વના મુદ્દગલ રૂપ વિશિષ્ટ કર્મને સમ્યક્ત્વ (મોહનીય) તરીકે કહેવામાં આવે છે. અભિરૂચિના ભેદો આ સર્વ દ્રવ્યપર્યાયના વિષયવાળી અભિરૂચિ રૂપ સમ્યફ શ્રદ્ધા તત્ત્વરૂચિ રૂપે એક પ્રકારની હોવા છતાં, તીર્થંકર આદિ ઉપદેશ રૂપ પરોપદેશ અને તીર્થંકર આદિ ઉપદેશના અભાવ રૂપ અપરોપદેશ રૂપ બે નિમિત્તના ભેદથી બે પ્રકારની છે. બે પ્રકારની હોવા છતાં પણ અભિરૂચિ રૂપ સમ્યફ શ્રદ્ધામાં (૧) ક્ષપકશ્રેણી સ્વીકારનારમાં સમ્યક્ત્વ-મિશ્ર-મિથ્યાત્વ પુંજ રૂપ ત્રણ પ્રકારના દર્શનમોહનીયનો સંપૂર્ણ “ક્ષય કારણ છે. -- (૨) ઉદય પામેલ મિથ્યાત્વમોહનીયનો વિપાક ઉદયથી વેદન હોઈ ક્ષય થવાથી અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વમોહનીયનો ઉપશમ થવાથી, “ક્ષયોપશમ.” અહીં શુદ્ધ મિથ્યાત્વ પુજના પુદ્ગલો વિપાકોદયથી અશુદ્ધ મિથ્યાત્વ પુજના પુદ્ગલો પ્રદેશ ઉદયથી વેદાય છે. (૩) ગ્રંથભેદ કરનારમાં અથવા ઉપશમશ્રેણીના આરંભમાં મિથ્યાત્વ રૂપ દર્શનમોહનીયનો ઉપશમ” કારણ છે. અહીં સર્વથા ઉદય માત્રનો અભાવ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy