SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ २४ तत्त्वन्यायविभाकरे આવા ઉપશમ આદિ પાંચ ચિન્હોથી અનુમેય-શુભ આત્મપરિણામ વ્યાવહારિક સમ્યકત્વ કહેવાય છે. વળી સમ્યકત્વના જેટલા હેતુઓ શ્રી જૈનશાસન પ્રીતિ-પ્રભાવના વગેરે હેતુઓ છે, તે વ્યાવહારિક સમ્યક્ત્વ કહેવાય છે, કેમ કે-તે પણ પરંપરાએ શુદ્ધ મનવાળાઓને મોક્ષનો હેતુ થાય છે. સમ્યકત્વના દશ ભેદો (૧) એકવિધ તત્ત્વરૂચિ નામનું સમક્તિ એક પ્રકારનું છે. (૨) દ્વિવિધ નિસર્ગ, અધિગમ- એમ સમક્તિ બે પ્રકારનું છે. (૩) ત્રિવિધ ઔપશમિક, શાયિક અને ક્ષાયોપથમિક અથવા કારક, રોચક અને દીપક એમ ત્રણ પ્રકારનું સમક્તિ છે. (૪) ચતુર્વિધ- ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક અને સાસ્વાદનના ભેદથી ચાર પ્રકારનું સમક્તિ છે. (૫) પંચવિધ- ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, સાસ્વાદન અને વેદકના ભેદથી પાંચ પ્રકારનું સમક્તિ છે. (૬) દશવિધ-નિસર્ગ, ઉપદેશ, આશા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મરૂચિ રૂપ દશ પ્રકારનું સમક્તિ છે. શંકા- અહીં સમ્યગ્દર્શન શબ્દ છોડી સમ્યફ શ્રદ્ધા પદ કેમ કહેલ છે? સમાધાન- શબ્દભેદ હોવા છતાં અર્થભેદ નહિ હોવાથી કોઈ વાંધો નથી, કેમ કે- સમ્યગ્દર્શન પદથી સમ્યફ શ્રદ્ધા જ અભિપ્રાયના વિષય રૂપ છે. શંકા- અહીં તત્ત્વપદ ભાવવાચક હોઈ જીવ આદિ પદાર્થોનું ગ્રહણ કેમ થઈ શકે ? સમાધાન- ભાવનું જીવ આદિમાં (અનાદિ પારિણામિક જીવત્વ અને ઉપયોગ રૂપ ભાવનું તથા સાદિપારિણામિક મનુષ્ય-નારક-તિર્યદેવ આદિ ભાવનું જીવની સાથે, અનાદિ પરિણામિક અજીવતઅનુપયોગસ્વરૂપ ભાવનું સાદિપારિણામિક કૃષ્ણ-નીલાદિ રૂપ ભાવનું પુલની સાથે અને અનાદિ પારિણામિક ગતિ-સ્થિતિ-અવગાહ રૂપ ભાવનું ધર્મ-અધર્મ-આકાશની સાથે અભિન્નપણું છે.) અભિન્નપણાનો અધ્યારોપ હોઈ ભાવ-ભાવવાળા દ્રવ્યો એક જ છે. જેમ કે-જ્ઞાન જ આત્મા છે અર્થાત જ્ઞાન આત્માની સાથે અભિન્ન રૂપે વ્યવસ્થિત છે. શંકા- જો આમ છે, તો “અર્થોમાં આસ્થા'- એવું સમ્યફ શ્રદ્ધાનું લક્ષણ બાંધો ! શા માટે ‘તત્ત્વોમાં આસ્થા'- એવું સમ્યફ શ્રદ્ધાનું લક્ષણ રાખો છો? સમાધાન- જે “તત્ત્વોમાં શ્રદ્ધા'- એવું લક્ષણ ન બાંધવામાં આવે, તો મિથ્યાવાદીઓએ કહેલ સઘળા અર્થોમાં રહેલ શ્રદ્ધામાં સમ્યફ શ્રદ્ધાપણાની આપત્તિ પ્રાપ્ત થઈ જાય ! એટલે જ તો શ્રી જિનેન્દ્રપ્રણીત તત્ત્વની સાથે સમ્યફ અભિરૂચિ, એ જ સમ્યફ શ્રદ્ધા છે-એમ નીચોડ રૂપે અર્થ સમજવો.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy