SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ मंगलाचरण કમલસૂરિને વારંવાર નમસ્કાર કરીને અને ધ્યાન કરીને-ભક્તિ અને શ્રદ્ધા વડે મન રૂપ મંદિરમાં બિરાજમાન કરીને, અહીં ગ્રંથરચનાકાળની અપેક્ષાએ પૂર્વકાળમાં હોનાર હોવાથી ફત્વા પ્રત્યય છે. અહીં “ચ પદ પુનઃ-ફરીને એ અર્થવાળું છે, પરંતુ સમુચ્ચાયક (સમુદાયવાચક) નથી. જેમ કે-ઘટને અને પટને જો.' અહીં એક કાળમાં ઘટ-પટને જોવાની ક્રિયા છે. જ્યારે પ્રકૃતમાં એક કાળમાં નમન અને ધ્યાન રૂપ બે પ્રકારની ક્રિયાનો અસંભવ હોઈ પૂર્વ અપરભાવ રૂપ સંબંધનો નિયમ છે. પહેલાં શ્રી કમલસૂરિને અને જૈનાગમને નમસ્કાર કરીને, તેમજ ફરીને શ્રી કમલસૂરિને અને જૈનાગમને મનમંદિરમાં સ્થાપીને, અહીં આમ પૂર્વ અપરભાવ રૂપ સંબંધનો નિયમ છે. અને ગુરુપરંપરાથી જ પોતાને જૈનાગમનો લાભ થવાથી ધ્યાનના પૂર્વકાળમાં થનાર હોઈને જ, પહેલાં ગુરુનમન વ્યાજબી છે. આ કથનથી ગુરુપૂર્વક્રમ રૂપ સંબંધ શ્રદ્ધાનુસારી લોક પ્રત્યે પ્રદર્શિત કર્યો છે. જૈનાગમ-જીતે તે જિનો અર્થાતુ રાગ-દ્વેષવિજેતાઓ વડે કહેવાયેલ આગમ-શાસ્ત્ર રૂપ જૈનાગમને નમન કરીને, આ જૈનાગમના નમસ્કાર દ્વારા પોતાના ગ્રંથનું મૂલસહિતપણું સૂચિત કરેલ છે. જે અનાદયત્વ સાધ્યવાળા અનુમાન સ્થળમાં છદ્મસ્થ બની સ્વતંત્રપણાએ અભિધાન વિષયપણા રૂપ હેતુ છે, તે હેતુ સ્વરૂપાસિદ્ધ છે, કેમ કે- ચાલુ ગ્રંથ રૂપ પક્ષમાં અહત્મણીત આગમ અનુસારે કથન વિષયપણું છે, માટે આ ગ્રંથ આદેય છે જ. તેમજ ગુરુદેવના પણ ઉપાય હોઈ પહેલાં ગુરુ-ગુરુતમ શ્રી અરિહંત ભગવંતને નમસ્કાર, ત્યારબાદ ગુરુ દ્વારા જૈનાગમની પ્રાપ્તિ થતી હોવાથી સૂરિભગવંતને નમસ્કાર અને ત્યાર પછી આ પ્રકૃત ગ્રંથના મૂળભૂત જૈનાગમને નમસ્કાર, એવો પ્રણામનો ક્રમ છે. આવી રીતે પણ શિષ્યજનને શિક્ષા આપેલ છે. તત્વન્યાયવિભાકર- જીવ આદિ તત્ત્વોના અધિગમક પ્રમાણ નય રૂપ ન્યાયોની વિશિષ્ટ વસ્તુના યથાર્થપણાના પ્રકાશક હોઈ, સ્વરૂપ-પ્રકાર-પ્રમાણ રૂપ ભા-પ્રભાઓના આકર(ખાણ)ની માફક આકર અથવા તાદશ ભા એટલે પ્રભાઓને કરનાર, તે તત્ત્વન્યાયવિભાકરને હું કરું છું. આવા વિશિષ્ટ કથનથી આ “તત્ત્વન્યાયવિભાકર' નામક ગ્રંથમાં વિષય તરીકે તત્ત્વન્યાયો છે અને તે તત્ત્વન્યાયોનું જ્ઞાન પ્રયોજન રૂપે છે. તર્કનુસાર પ્રત્યે ઉપાય (ગ્રંથ) અને ઉપેય (તત્ત્વન્યાયનું જ્ઞાન) અર્થાત્ ઉપાય-ઉપેય રૂપ સંબંધ પ્રદર્શિત કરેલ છે. અહીં ‘આ’ સમજવાનું છે કે-ગ્રંથકર્તામાં રહેલ અને શ્રોતામાં રહેલ-એમ બે પ્રકારનું પ્રયોજન છે. અનંતર અને પરંપર ભેદથી ગ્રંથકર્તગત બે પ્રકારો અને શ્રોતૃગત બે પ્રકારો- એમ પ્રયોજનના ચાર પ્રકારો છે. ગ્રંથકર્તાનું અનંતર (તર્તનું) પ્રયોજન પ્રાણી પ્રત્યે અનુગ્રહ છે, કેમ કે સર્વજ્ઞકથિત પદાર્થોનું પ્રતિપાદન છે. ગ્રંથકર્તાનું પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. કેમ કે- ભવ્ય પ્રત્યે ઉપકારપરાયણ ગ્રંથકર્તાને સ્વર્ગપ્રાપ્તિ આદિ પરંપરાએ પરમપદની અવશ્ય પ્રાપ્તિ છે. શ્રોતાઓનું અનંતર પ્રયોજન ગ્રંથ પ્રતિપાદિત સારભૂત પદાર્થનું યથાર્થ પરિજ્ઞાન છે, શ્રોતાઓનું પરંપર પ્રયોજન તો મોક્ષપદની પ્રાપ્તિ જ છે; કારણ કે-વસ્તુતઃ તત્ત્વજ્ઞાનીઓને નિઃસાર એવા સંસાર પ્રત્યે
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy