SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ १० तत्त्वन्यायविभाकरे જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અતઃ સંવેગ પેદા થવાથી પરમપદ માટે પ્રતિજ્ઞાપૂર્વક પ્રયત્ન કરનારને અવશ્ય મોક્ષપદની પ્રાપ્તિ છે. સુલલિત શબ્દની અપેક્ષાએ લાલિત્યવાન એવા “તત્ત્વન્યાયવિભાકર' નામક ગ્રંથને હું કરું છું. આવા કથનથી બાલ જીવોને (જૈન શાસ્ત્રીય બોધહીન જીવોને) કલેશ વગર, સરલતાપૂર્વક આ ગ્રંથ બોધજનક છેએમ દર્શાવ્યું છે. અર્થાત્ “તત્ત્વન્યાયવિભાકર' નામક સુલલિત ગ્રંથને ક્લેશ વગર ચિત્તની પ્રસન્નતાપૂર્વક આ પૂર્વોક્ત બે શ્લોક રૂપી ગ્રંથથી ઇષ્ટદેવ-ગુરૂદેવ-જૈનાગમને નમસ્કાર અને મંગલ-અભિધેયપ્રયોજન-સંબંધરૂપ અનુબંધ ચતુષ્ટયના કથન દ્વારા શિષ્ય અને પ્રેક્ષાવંતની પ્રવૃત્તિમાં પ્રતિબંધક રૂપ શંકાના શંકુ(ખીલા)નો સારી રીતે ઉદ્ધાર કરેલ છે. આયાસ વગર બાલબોધની કારણતાના ઉપદર્શક સુલલિત પદથી, મહા મતિવાળા પૂર્વાચાર્યોએ અર્થગંભીર વિશિષ્ટ વાક્યપ્રબંધો દ્વારા તત્ત્વન્યાયોનું વ્યાખ્યાન કરેલું હોવા છતાં, આધુનિક અંતેવાસીઓને મતિની મંદતાના કારણે તે તે ગ્રંથોથી સારી રીતે અર્થ બોધ થઈ શકે નહિ-એમ માનનારા મેં (મંદ મતિવાળા મેં) પણ મંદતર મતિવાળા શિષ્યોને અર્થજ્ઞાન સંપાદન કાજે સરલ વચન પ્રકારવાળા આ ગ્રંથદ્વારા તે તન્યાયો રચિત કરેલ છે. આવો પણ ભાવ પ્રકટ કર્યો છે. મંગલ વાદ પૂર્વપક્ષ- જેના વડે હિત મેળવાય તે મંગલ. જે મંગલધર્મને લાવે- ગ્રહણ કરાવે તે મંગલ. મને સંસારથીકર્મસંબંધથી દૂર કરે તે મંગલ. માઃ-સમ્યગ્દર્શન આદિ લક્ષ્મી પમાડે તે મંગલ. આ પ્રમાણે મંગલ શબ્દની વ્યુત્પત્તિ-નિરૂક્તિઓથી હિતસાધકત્વ-ધર્મપ્રાપકત્વ સંસાર અપનાયત્વ-સમ્યગ્દર્શન આદિ પ્રાપ– રૂપ અર્થોની વિદ્યમાનતા આ શાસ્ત્ર માત્રામાં હોવાથી, તે શાસ્ત્રની આદિમાં મંગલ કરવું નિરર્થક છે. સમાધાન- જેના વડે શાસ્ત્ર અલંકૃત થાય છે તે મંગલ. જેના વડે વિપ્નના અભાવનો નિશ્ચય થાય છે તે મંગલ મોહન્ત- સુવે છે વિઘ્નના અભાવથી નિશ્ચલપણાએ અર્થાત્ સૂતેલાની માફક થાય છે તે મંગલ. અથવા જેના વડે શાસ્ત્રના પારને પામે છે તે મંગલ. જેનાથી શાસ્ત્રમાં વિઘ્ન ન આવે તે મંગલ. આ પ્રમાણેની મંગલ શબ્દ વ્યુત્પત્તિ નિર્યુક્તિઓથી લબ્ધ શાસ્ત્ર-અલંકારકત્વ-વિદ્ધના અભાવ નિશ્ચાયકત્વ-શાસ્ત્રપારમાપકત્વ-વિપ્નનાશકત્વ રૂપ અર્થની અપેક્ષાએ પ્રભુ વગેરેના નમસ્કાર પ્રતિપાદક બે શ્લોકો દ્વારા મંગલપણાનું કથન છે. અર્થાત્ શાસ્ત્રના આરંભમાં અવશ્ય મંગલ કરવું જોઈએ એ સિદ્ધ થાય છે. આ કથનથી પૂર્વે રહેલ મંગલની વ્યુત્પત્તિથી અને પછીથી કહેલ મંગલની વ્યુત્પત્તિથી ક્રમસર શાસ્ત્રમાં કે શાસ્ત્રની આદિમાં મંગલમાં અમંગલપણાનો સંદેહ ખંડિત થાય છે. વ્યુત્પત્તિના ભેદથી શાસ્ત્રમાં-શાસ્ત્રની આદિમાં કરેલ મંગલમાં મંગલપણું અખંડિત છે, તેથી આ મંગલ શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અંતમાં કરાય છે. ત્યાં આદિમાં મંગલ નિર્વિઘ્ન શાસ્ત્રના પાર પામવા માટે છે. વિપ્ન વગર પરંપરાથી આવેલ શાસ્ત્રની સ્થિરતા કરવા માટે મધ્યમાં મંગલ છે. સુસ્થિર બનેલ શાસ્ત્રની શિષ્ય પરંપરામાં અવિચ્છિન્નતા બની રહે તેટલા માટે અંતમાં મંગલ કરે છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy