SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૭, સનમ: શિરા: ३८९ નથી. થોડા કાળ સુધી ગ્રહણ કરેલ હોવાથી વસ્તુવૃત્તિથી પરસ્ત્રી હોઈ ભંગ છે, માટે ભંગાભંગ રૂપ હોઈ અતિચાર છે. આ પણ સ્વસ્ત્રીસંતોષીને જ છે, પરસ્ત્રીત્યાગીને નહિ, કેમ કે-ઇતરઆત્તાને વેશ્યા રૂપે ગ્રહણ કરેલ નથી. અનાથતા હોઈને જ પરસ્ત્રી નથી. શેષ બાકીના અતિચારો બંનેને “સ્વસ્ત્રી સંતોષીપરસ્ત્રીત્યાગીને) હોય છે. (૪) અનંગક્રીડા-અનંગ એટલે કામ. કામપ્રધાના ક્રીડા “અનંગક્રીડા.” કામ એટલે પુરુષને સ્ત્રી-પુંનપુંસકના સેવનની ઇચ્છા, હસ્તકર્મ આદિની ઇચ્છા, અથવા વેદના ઉદયથી સ્ત્રીને સ્ત્રી-પુરુષ-નપુંસકના સેવનની ઇચ્છા અથવા હસ્તકર્મ આદિની ઇચ્છા, નપુંસકને પણ નપુંસક-પુરુષ-સ્ત્રીના સેવનની ઇચ્છા, અથવા હસ્તકર્મ આદિની ઈચ્છા. એ અનંગ રૂપી કામ, તેના વડે કે તેમાં ક્રીડા કરવી-રમવું, એ અનંગક્રીડન' કહેવાય છે. અથવા કાર્ય પૂર્ણ થયું છતાં પોતાના ચિત્રની સાથે લાકડા-ચામડા-માટી વગેરેના બનાવેલાં બનાવટી ગહ્ય ઇન્દ્રિયો દ્વારા સ્ત્રીઓના અવાચ્ય ભાગની સાથે વારંવાર કીડા કરવી. અથવા કેશ ખેંચવા-પ્રહાર દેવા. દાંત-નખ આદિ પ્રકારે મોહનીય કર્મના આવેશથી તેવી રીતે ક્રીડા કરે છે, કે જેથી બલવંત રાગ પેદા થાય છે. અથવા અંગ એટલે દેહનો અવયવ મૈથુનની અપેક્ષાએ સ્ત્રીચિહ્ન અને પુરુષચિહ્ન તેનાથી જુદાં અનંગ કહેવાય છે. અર્થાત્ સ્તન-કાખ-સાથળ-મુખ ઇત્યાદિ શરીરના અવયવોમાં ક્રીડા, તે “અનંગક્રીડા.” (૫) કામતીવરાગ-કામમાં તીવ્ર રાગ, અત્યંત આગ્રહ. બીજા બધા કાર્યોને છોડી માત્ર મૈથુનમાં અધ્યવસાય હોઈ સ્ત્રીના મુખમાં-કાખમાં-સ્ત્રીચિહ્નમાં તૃપ્તિ વગર પુરુષચિહ્નને નાંખીને ઘણા કાળ સુધી નિશ્ચળ બની મરેલાની માફક રહે છે. વારંવાર ચકલો જેમ ચકલી ઉપર ચઢે, તેમ સ્ત્રી ઉપર ચઢે છે અને તેથી થયેલ બળના ક્ષયવાળો વાજીકરણોને (વીર્યની વૃદ્ધિ કરનાર ઔષધ, દવા વગેરેથી વીર્યની વૃદ્ધિ કરવી તે) ઉપયોગમાં લે છે. અહીં શ્રાવક અત્યંત પાપોથી ડરનાર હોઈ બ્રહ્મચર્ય પામવાને ઇચ્છુક હોવા છતાં, જ્યારે વેદના ઉદયને નહિ સહન કરનાર હોઈ બ્રહ્મચર્યનું પાલન નથી કરી શકતો, ત્યારે વેદની વેદનાને માત્ર ઉપશમન કરવા માટે સ્વસ્ત્રીસંતોષ આદિ વ્રતને સ્વીકારે છે. મૈથુન માત્રથી પાપના ઉપશમનો સંભવ હોય છે. તે અનંગક્રીડા-કામતીવ્રરાગ તો અર્થથી ત્યાગ કરેલ છે. તેના સેવનમાં કોઈ ફાયદો નથી. પરંતુ ઉલટો બળક્ષય આદિ અનર્થ અને રાજ્યસ્મા આદિ (ટી.બી. વગેરે) રૂપ રોગો-દોષો પેદા થાય છે. આ પ્રમાણે પ્રતિસિદ્ધના આચરણથી ભંગ-નિયમ અબાધિત રાખવાથી અભંગ છે, માટે આ બંને અતિચાર રૂપ છે. પાંચમા વ્રતના પાંચ અતિચારો(૧) ધન-ધાન્ય સંખ્યા (પ્રમાણ) અતિક્રમ, (૨) ક્ષેત્ર-વાસ્તુ સંખ્યાતિક્રમ, (૩) રૂપ્ય-સ્વર્ણ સંખ્યાતિક્રમ, (૪) ગો-મનુષ્ય આદિ સંખ્યાતિક્રમ, અને (૫) કુખ્ય સંખ્યાતિક્રમ,-એમ પાંચમા વ્રતના પાંચ અતિચારો છે. ધન-ધાન્ય આદિનું જાવજીવ સુધી કે ચાતુર્માસ આદિ કાળ સુધી જે પરિમાણ ગ્રહણ કરેલું છે, તેના ઉલ્લંઘન રૂપ આ અતિચારો છે. આ અતિચારો સાક્ષાત્ ગ્રહણ કરેલી સંખ્યાના અતિક્રમરૂપ નથી, પરંતુ બંધન (મોટા મોટા સો સો મણના એકેક સાટા રૂપ મૂઢા બાંધવા વગેરે), યોજન (આસન્ન ક્ષેત્ર આદિની સાથે એકતા કરવા રૂપ સંયોજન), દાન (અધિકને સ્ત્રી-પુત્ર આદિના નામે ચઢાવીદેવા રૂપ દાન), ગર્ભ (ગર્ભસ્થાનની ગણના નહિ કરવાથી) અને ભાવ (રૂપાન્તર બનાવવાથી) રૂપ પાંચ હેતુઓથી પોતાની બુદ્ધિથી વ્રતભંગ નહિ કરનારને જ અતિચારો છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy