SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ तत्त्वन्यायविभाकरे છે, ચોરી નથી કરી, એવી કલ્પનાની અપેક્ષાએ વ્રતની અપેક્ષા હોઈ અને લોકમાં “આ ચોર છે' એવો વ્યવહાર ન થતો હોઈ અતિચારતા છે. ઉપલક્ષણથી રાજા દ્વારા નિષિદ્ધ વસ્તુઓનું લેવું પણ અતિચાર રૂપ છે. એમ ચોથો અતિચાર સમજવો. (૫) પ્રતિરૂપ વ્યવહાર–સરખી વસ્તુના સંબંધથી અસલને બદલે બનાવટી બનાવી અસલ રૂપે ચલાવવી તે. જેમ કે-ઊંચી જાતના ચોખામાં હલકી જાતના ચોખા નાખી તેને સારા તરીકે વેચવા ઇત્યાદિ. ઘીમાં ચરબીનો ભેળ કરવો, દૂધમાં પાણી નાંખી તેના પૂરા પૈસા લેવા, તેલને મૂત્રની સાથે ભેળવી, હિંગમાં ખેર આદિના લાકડા વગેરેનો લોટ, ચણા વગેરેનો લોટ, ગુંદર વગેરે. કેસરમાં બનાવટી કેસર અથવા કસુંબો આદિ ભેળવી, મજીઠમાં ચિત્રક આદિ (ચિત્રક, ઔષધિ આદિ) ભેળવી તત્સમાન કરી વેચાણ કરવું, અથવા ઉઠાવી લાવેલ ગાય આદિના શૃંગવાળા ગાય આદિને અગ્નિમાં પકાવેલ કાલિંગી ફળ (કાલિંગડું-તરબુચ)ના ગરમી-ઘામ-બાફ આદિથી વાંકાને સીધા અને સીધાને વાંકા કરે છે, કે જેથી તેનો સ્વામી ઓળખી શકે નહિ. એમ કરીને સુખપૂર્વક ધારણ-વેચાણ વગેરે કરે છે. આ પ્રમાણે પાંચમો અતિચાર માનવિપ્લવ અને પ્રતિરૂપ ક્રિયા-આ બંને બીજાને ઠગવા રૂપ હોઈ, પરધનગ્રહણ હોઈ ભંગ જ છે. કેવળ ખાતર પાડવા વગેરે ચોરી પ્રસિદ્ધ છે, મેં તો માત્ર વણિક કળા જ કરેલી છે. આવી વિચારણાની અપેક્ષાએ વ્રતના રક્ષણમાં ઉદ્યત હોઈ અતિચાર તરીકે લેખાય છે. ચોથા વ્રતના પાંચ અતિચારો(૧) પરવિવાહકરણ, (૨) અપરિગૃહીતાગમન, (૩) ઇત્રપરિગૃહીતાગમન, (૪) અનંગક્રડા અને (૫) કામતીવરાગ- એમ ચોથા વ્રતના પાંચ અતિચારો છે. (૧) પરવિવાહકરણ-પોતાના સંતાન સિવાયના સંતાન પરશબ્દથી કહેવાય છે. પરસંતાનના કન્યાફળની પ્રાપ્તિની ઇચ્છાથી કે સ્નેહસંબંધના કારણે વિવાહ કરવા-પરણાવવા, એ પરવિવાહકરણ છે. વળી આ સ્વસ્ત્રીસંતોષીને પોતાની સ્ત્રી સિવાય સઘળી ત્યાજ્ય છે અને પરસ્ત્રીત્યાગીને જે સ્ત્રીને બીજો માલિક કે પતિ હોય તે સ્ત્રીઓનો ત્યાગ હોય છે. હવે એ ત્યાગ જો “મન-વચન-કાયાએ પરસ્ત્રી સાથે મૈથુન કરું નહિ અને કરાવું નહિ–આ પ્રકારનો હોય, તો વિવાહ જોડી આપવામાં મૈથુન કરાવ્યું એમ ગણાય. એ અપેક્ષાએ વ્રતનો ભંગ થાય છે. પરંતુ એની બુદ્ધિ એ છે કે હું તો વિવાહ જોડી આપું છું પણ મૈથુન કરાવતો નથી.' જેથી એ અપેક્ષાએ વ્રતનો અભંગ છે, માટે અહીં ભંગાભંગ રૂપવાળો અતિચાર છે. કન્યાફળની લિપ્સા, સમ્યગ્દષ્ટિને અવ્યુત્પન્ન (અજ્ઞાન) અવસ્થામાં અને મિથ્યાષ્ટિને તો ભદ્રક અવસ્થામાં અનુગ્રહ માટે વ્રતને આપતી વખતે તે સંભવે છે. (૨) અનારંગમ-અનાત્ત એટલે નહિ ગ્રહણ કરાયેલી અપરિગૃહીતા વેશ્યા-કુલટા-પ્રોષિતભર્તૃકા (ધણી પ્રવાસે કે પરદેશ ગયો હોય તે સ્ત્રી) કુલાંગના અથવા અનાથા સાથે સ્ત્રીસેવન “અનાત્તાગમ કહેવાય છે. અનાભોગ આદિથી સ્વસ્ત્રીસંતોષીને આ અતિચાર છે. (૩) ઇવરાત્તાગમ-અલ્પકાળવાળી સ્ત્રી. એટલે અમુક મુદત સુધી કોઈએ વેશ્યાને ભાડું આપી પોતાની કરીને રાખી હોય, તેવી વેશ્યાને સેવનારને સ્વબુદ્ધિની કલ્પનાથી સ્વસ્ત્રી હોઈ વ્રતની અપેક્ષા હોઈ ભંગ
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy