________________
तत्त्वन्यायविभाकरे
(૧) ધન-ધાન્ય સંખ્યાતિક્રમ-ધાન્યના બંધનથી સંખ્યાતિક્રમ. જેમ કે-ધન-ધાન્યના પરિમાણ કરનારને કોઈપણ લભ્ય (લેણું) અથવા બીજું ધન-ધાન્ય આપે છે અને તે વ્રતભંગના ભયથી ચાર માસ આદિ મુદત બાદ ગ્રહણ કરનારને અથવા ધન-ધાન્ય આદિનું વેચાણ કર્યા બાદ ગ્રહણ કરીશ, આવી ભાવનાથી, રજ્જુ આદિથી મોટા મોટા મૂઢા બાંધવાથી, અથવા સત્યંકાર આદિ (અમુક વસ્તુ મારે ખરીદવી જ છે, એમ દર્શાવવાને ખાત્રી માટે જે પ્રથમ કાંઈ બહાનું આપવામાં આવે તે આદિથી) રૂપ બંધનથી સ્વીકાર કરીને તેના ઘરે જ સ્થાપન કરનારને આ અતિચાર છે.
३९०
(૨) ક્ષેત્ર-વાસ્તુ સંખ્યાતિક્રમ-ક્ષેત્ર-વાસ્તુના સંયોજનથી ક્ષેત્રાન્તર વાસ્તુ અંતરને મેળવવાની અપેક્ષાએ ગ્રહણ કરેલ સંખ્યાતિક્રમ રૂપ અતિચાર થાય છે. ત્યાં ક્ષેત્ર અથવા ઘર વગેરે વાસ્તુનું એક-બે આદિ પ્રમાણ કર્યું હોય છતાં અધિકની ઇચ્છા થતાં, સાથેના પૂર્વના ક્ષેત્ર આદિ નજીકના તે ક્ષેત્ર-ઘર લઈને પૂર્વની સાથે તેને એક કરવા-આંતરું દૂર કરવા માટે વાડ-ભીંત આદિનું આંતરું કાઢીને બે-ત્રણનું એક જ સળંગ ઘર-ક્ષેત્ર બનાવનારને વ્રતની અપેક્ષા હોઈ, કથંચિત્ વિરતિનો બાધ થવાથી અતિચાર છે.
(૩) રૂપ્ય-સુવર્ણ સંખ્યાતિક્રમ-રૂપા-સોનાના ધનથી ગ્રહણ કરેલ સંખ્યાનો અતિક્રમ. જેમ કે-કોઈએ પણ ચાતુર્માસ આદિ અવધિથી રૂપ્ય આદિની સંખ્યા કરેલ છે. ખુશ થયેલ રાજા આદિ તરફથી પ્રમાણથી અધિક મળેલ છે તે જ્યારે વ્રતભંગના ભયથી પ્રજા આદિના નામે ચઢાવી દે છે અથવા બીજાને આપી મૂકે છે, તેમજ અવધિ પૂર્ણ થયા પછી હું લઈ જઈશ-એવી ભાવનાથી આપે છે, માટે વ્રતની અપેક્ષા હોઈ, કથંચિત્ વિરતિના બાધથી અતિચાર છે.
(૪) ગો-મનુષ્ય આદિ સંખ્યાતિક્રમ-ગો-મનુષ્ય આદિની ગર્ભની અપેક્ષાએ સંખ્યા(પ્રમાણ)નો અતિક્રમ. જેમ કે-કોઈએ પણ સંવત્સર આદિ અવિષે દ્વારા દાસ-દાસી આદિ દ્વિપદ, તેમજ ગાય-ભેંસ આદિ ચતુષ્પદનું પરિમાણ કરેલું છે. સંવત્સર આદિ અવધિના મધ્યમાં જ પ્રસૂતિ થતાં અધિક દ્વિપદ-ચતુષ્પદ આદિ ભાવની અપેક્ષાએ વ્રતભંગ થાય ! આવા વ્રતભંગના ભયથી કેટલોક કાળ ગયા બાદ ગર્ભાધાન કરાવનારને ગર્ભસ્થ દ્વિપદ-ચતુષ્પદ આદિની વિદ્યમાનતાથી અપેક્ષાએ વ્રતભંગ હોવાથી અતિચાર છે.
(૫) કુષ્ય સંખ્યાતિક્રમ-કુપ્પ એટલે સોના-રૂપા સિવાયની તમામ ઘરવખરી જો પ્રમાણથી અધિક વધી જાય, તો સંખ્યા-નિયમ સાચવવાને બે વાડકીઓ ભાંગી એક મોટો વાડકો કરાવવો, નાની તપેલીઓ બદલીને મોટાં તપેલાં કરાવવાં અને થાળીઓ બદલીને થાળ કરાવનારને પર્યાયાન્તર બનાવવાથી સંખ્યાપૂરણની અપેક્ષાએ, સ્વાભાવિક સંખ્યાનો બાધ હોવાથી અપેક્ષાએ ભંગાભંગ રૂપ અતિચાર છે. આ પ્રમાણે અણુવ્રતોના પાંચ પાંચ અતિચારો સંક્ષેપમાં કહેલ છે.
દિગ્પરિમાણ વ્રતના અતિચારો
(૧) ઉર્ધ્વપ્રમાણાતિક્રમ, (૨) અધઃપ્રમાણાતિક્રમ, (૩) તિર્યંમ્પ્રમાણાતિક્રમ, (૪) ક્ષેત્રવૃદ્ધિ, અને (૫) સ્મૃતિભ્રંશ-આ પ્રમાણે પાંચ પ્રથમ ગુણવ્રતના અતિચારો છે.
૦ (૧) ઉર્ધ્વપ્રમાણાતિક્રમ-ઉંચે ગિરશિખર આદિમાં બે યોજન આદિ દ્વારા ગ્રહણ કરેલ પરિમાણથી અનાભોગ આદિ કારણે અધિક ગમન, તે ‘ઉર્વાદિક્ પ્રમાણતિક્રમ' કહેવાય છે.