SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૨૭, સપ્તમ: શિર : ३८७ પેદા થયેલ લજ્જા આદિથી મિત્ર-સ્ત્રી આદિમાં મરણ આદિ અનર્થનો પણ સંભવ હોઈ, પરમાર્થથી આ વિશ્વસ્ત મતભેદનું અસત્યપણું છે, માટે કથંચિત્ ભંગ રૂપ હોઈ આની અતિચારતા જ છે. ગુહ્યભાષણમાં આકાર આદિથી જાણી અનધિકારી જ ગુહ્યને પ્રકાશે છે, જ્યારે અહીં તો સ્વયં (પોતે) મંત્રણા કરીને મંત્રનો ભેદ કરે છે. એમ આ બંનેમાં ભેદ છે એમ સમજવું. સ્થૂલ અદત્તાદાનવિરતિના પાંચ અતિચારો(૧) તેનાઢતગ્રહ, (૨) સ્તનપ્રયોગ, (૩) માનવિપ્લવ, (૪) શત્રુરાજયગમન, અને (૫) પ્રતિરૂપ વ્યવહાર. (૧) તેનાઢતગ્રહ-ચોરોએ ચોરી કરી લાવેલ મહા કિંમતી ચીજોને અલ્પ મૂલ્યથી અથવા મફતમાં ગુપ્તપણે લેવી, તે “સ્તનાહતગ્રહ' કહેવાય છે. જેમ કે-નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે- “ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોરી માટે મસલત કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચોરીના માલને ખરીદનાર, ચોરને ભોજન કરાવનાર અને ચોરને સ્થાન આપનાર—એમ સાત પ્રકારનો ચોર કહેલ છે.” એક બાજુ ચોરી કરવાથી વ્રતનો ભંગ છે, જ્યારે બીજી બાજુ વાણિયાની કળા જ મારાથી કરાય છે, ચોરી કરાતી નથી, આવા અધ્યવસાયથી વ્રતની અપેક્ષા હોવાથી અભંગ છે. આમ ભંગાભંગ રૂપ પહેલો અતિચાર છે. (૨) સ્તનપ્રયોગ-ચોરી કરવા માટે પ્રેરણા કરવી. જેમ કે- તમો ચોરી કરો ને ! કેમ કરતા નથી? ઇત્યાદિ. અથવા લોઢાની કોશ, કાતર છેદવાનું સાધન ઘુઘૂરક આદિ (ભમરી-જંતુવિશેષ આદિ) ચોરને ચોરીના સાધનો પૂરા પાડવાં. અહીં જો કે “હું ચોરી ન કરૂં-ન કરાવું'-આ પ્રમાણે વ્રતના સ્વીકાર કરનારને સ્તનપ્રયોગ વ્રતના ભંગ રૂપ છે. તો પણ “કેમ હમણાં તમે ધંધા વગરના-નવરા બેઠા છો ? જો તમારી પાસે ભોજન આદિ ન હોય, તો હું આપું છું. અથવા તમોએ આણેલ ચોરીનો માલ જો કોઈ વેચી આપનારો ન હોય, તો હું વેચી આપીશ.” આવા પ્રકારના વચનોથી ચોરોને ચોરીના ધંધામાં હોંશિયાર કરનારને પોતાની કલ્પનાથી ચોરીને છોડનાર વ્રતસાપેક્ષને આ અતિચાર રૂપ છે. એ બીજો અતિચાર સમજવો. (૩) માનવિપ્લવ-પારકાને છેતરવા માટે ખોટાં કાટલાં અને માપાં રાખીને તે દ્વારા ખરીદી અને વેચાણનો વ્યવહાર કરવો તે, અર્થાત્ ઓછા-વધતાં માપાં-કાટલાં-ત્રાજવાં વગેરે દ્વારા લેવડ-દેવડ કરવી તે, હીનાધિક માનોન્માન છે. અર્થાત્ આપતી વેળાઓછાં માપાં-કાટલાં વગેરેનો ઉપયોગ કરે અને લેતી વેળા અધિક માપા-કાટલાં વગેરેનો ઉપયોગ કરે. આવું કૃત્ય કરનાર ચોર જ છે. (કુડવ-પાશેર જેટલું માપ, ચાર આંગળ પહોળું અને ચાર આંગળ ઊંડું એવું કોઈ ધાતુનું કે લાકડાનું માપ, સોળ કર્ષનો એક કુડવ આદિ. પલ એટલે આઠ રતિ ને બે માસાનું વજન, ચાર તોલાભાર, ચાર કર્ષ આદિ. હાથ (ચોવીશ આંગળપ્રમાણ) આદિ. આમ ત્રણ પ્રકારના માન છે.) અર્થાત્ કુડવ આદિ, પલ આદિ, હસ્ત આદિ રૂપ માનનું તીનપણુંઅધિકપણું કરવું, તે માનવિપ્લવ. હીન માનથી દેવું અને અધિક માનથી લેવું, તે તત્ત્વથી ચોરી જ છે, આ પ્રમાણેનું વર્તન શ્રાવકને યોગ્ય નથી. એમ ત્રીજો અતિચાર જાણવો. " (૪) શત્રુરાજ્યગમન–રાજાની અનુજ્ઞા નહિ હોવા છતાં વ્યાપાર માટે શત્રુના રાજયમાં જવું તે. જો કે સ્વરાજ્યના સ્વામી રાજાની રજા ન હોવા છતાં શત્રુરાજયગમન, ચોરી રૂપ હોઈ, તે કરનારાઓને ચોરીના દંડના યોગથી અદત્તાદાન રૂપ હોઈ વ્રતભંગ જ છે. તો પણ શત્રુરાજયગમન કરનારા મેં તો વ્યાપાર જ કરેલ
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy