________________
सूत्र - २, षष्ठ किरणे
२९३
वाक्करणतामापद्यन्ते तत्सम्बन्धाच्चात्मनो या वीर्यपरिणतिः स वाग्योगः, जीवेन सर्वप्रदेशैर्गृहीता मनोवर्गणायोग्यस्कन्धाः करणभावमालम्बन्ते तत्सम्बन्धाच्चात्मनः पराक्रमविशेषो मनोयोगः, इत्येवं योगत्रिकैरात्मप्रदेशेषु कर्मप्रापिका क्रिया द्रव्याश्रव उच्यते, तदनुकूलाध्यवसायस्तु भावाश्रव इत्याशयेनाह-आत्मप्रदेशेष्विति । शेषं स्पष्टम् । तथा साम्परायिक कर्मबन्धभाजां सत्स्वपीन्द्रियादिषु तुल्यतया निमित्तेषु तीव्रमन्दज्ञाताज्ञातभावेभ्यो वीर्यविशेषादधिकरणविशेषाच्चास्त्रवाणां विशेषो विज्ञेयः ॥
વાસ્તવિક રીતિએ તો મન-વચન-કાયાની ક્રિયાઓ જ આશ્રવો કહેવાય છે. આશ્રવો ગતિ-ઇન્દ્રિયકષાય-લેશ્યા યોગ-ઉપયોગ-જ્ઞાન-દર્શન-ચારિત્ર-વેદ આદિ પરિણામવાળા જીવના ધર્મ રૂપ હોઈ જીવ રૂપ છે અને મન-વચન-કાયાથી જન્ય હોઈ અજીવસ્વરૂપી છે. આ વસ્તુ મનમાં ધારીને કહે છે કે
ભાવાર્થ - આ આશ્રવ પૌગલિક છે. આત્માના પ્રદેશોમાં કર્મપ્રાપ્તિમાં કારણભૂત ક્રિયા દ્રવ્યાશ્રય છે. કર્મના ઉપાર્જનમાં સાક્ષાત્ કારણભૂત અધ્યવસાય “ભાવાશ્રવ છે.
વિવેચન - કાયયોગ-પુદ્ગલ દ્રવ્યના સમુદાયથી બનેલ આત્માના નિવાસભૂત તે કાયા છે. જેમ વૃદ્ધ યા દુર્બળને માર્ગમાં આલંબન લાકડી છે, તેમ વિષયોમાં ઉપકારક કાય છે. તેના આલંબને જે જીવનો વીર્યપરિણામ, તે “કાયયોગ' કહેવાય છે. જેમ અગ્નિના સંબંધથી ઘટમાં લાલાશ પરિણામ છે, તેમ આત્મામાં કાય રૂપ કરણના સંબંધથી વીર્ય પરિણામ છે.
વાગુયોગ - તેમજ આત્મા સહિત કાયનિમિત્તજન્ય ભાષાવર્ગણાના યોગ્ય સ્કંધો વિસર્જન કરાતા વચન રૂપ કરણતાને પામે છે. આ વચનકરણની સાથેના સંબંધથી આત્માના વીર્યનું ઉત્થાન ભાષકશક્તિ, તે વાયોગ' કહેવાય છે.
મનોયોગ - શરીરધારી આત્માએ સર્વ પ્રદેશો દ્વારા ગ્રહણ કરેલ મનોવર્ગણાના યોગ્ય સ્કંધો શુભ આદિ મનન માટે કરણભાવને પામે છે. તેના સંબંધે આત્માનું વિશિષ્ટ પરાક્રમ “મનોયોગ” કહેવાય છે.
દ્રવ્યાશ્રવ - આ પ્રમાણે ત્રણ યોગો દ્વારા આત્માના પ્રદેશોમાં કર્મપ્રાપક રૂપ ક્રિયા દ્રવ્યાશ્રવ” કહેવાય છે.
ભાવાશ્રવ - તે દ્રવ્યાશ્રવને જનક અધ્યવસાય “ભાવાશ્રય' કહેવાય છે.
તથા સાંપરાયિક કર્મબંધ કરનારા જીવોમાં ઇન્દ્રિય આદિ નિમિત્તો સમાન હોવા છતાં, તીવ્ર-મંદ, જ્ઞાત-અજ્ઞાત ભાવોની અપેક્ષાએ વીર્યના ભેદથી અને અધિકરણના ભેદથી આશ્રવોનો ભેદ સમજવો.
१. परिणामस्य तीव्रमन्दभावे कर्मबन्धोऽपि तीव्रो मन्दश्च भवति, सिंहस्य गोर्धातिनश्च प्राणातिपाते समानेऽपि कर्मबन्धो न तुल्यः, शौर्याभिनिवेशिनो बहुलं कर्मबन्धात् । ज्ञातभावोऽभिसन्धाय प्राणातिपातादौ प्रवृत्तिः, अज्ञातभावोऽनभिसन्धाय तत्र प्रवृत्तिः, वीर्यान्तरायकर्मक्षयोपशमजन्यः सामर्थ्यविशेषो वज्रर्षभनारा चसंहननीयापेक्षः त्रिपृष्ठादीनां संरब्धसिंहपाटनादिरूपः तद्विशेषादपि कर्मबन्धविशेषः । अधिकरणं दुर्गतिप्रापकं निर्वर्तनासंयोजनादिभेदं कर्मबन्धविशेषहेतुरिति ।