SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ तत्त्वन्यायविभाकरे શુભ મનોયોગ - અશુભ મનોયોગથી વિપરીત એટલે અનભિધ્યા આદિ ધર્મ-શુક્લ-ધ્યાન આદિ રૂપ શુભ-કુશલ ચિંતન હોઈ શુભ મનોયોગ છે. અર્થાત્ જો કે કાયયોગ આદિ રૂપ યોગો જ આશ્રવ છે, તો પણ અપેક્ષાના ભેદથી બેંતાલીશ પ્રકારના આશ્રવો કહેલ છે. આ શુભાશુભ ભેદવાળો મન-વચન-કાય રૂપ યોગ-આશ્રવ, સકષાય અને અકષાયને આશ્રવ હોય છે. ત્યાં અકષાયને ઉપશાન્તમોહ-ક્ષીણમોહ-કેવલી રૂપ વીતરાગને ઈર્યાપથ યોગ માત્ર નિમિત્તજન્ય જે કર્મની સ્થિતિ એક સમયની છે, તે કર્મ એક સમય સ્થિતિક કહેવાય છે. પ્રથમનો એક સમય બંધનો અને ત્રીજો એક સમય ક્ષયનો છે, જ્યારે વેદનાનો મધ્યમ એક સમય છે. મતલબ કે-અકષાયી વીતરાગને એક સમયની સ્થિતિવાળા સાતવેદનીયકર્મનો આશ્રવ હોય છે-ઈર્યાપથકર્મ ગ્રહણ હોય છે સકષાય - મિથ્યાષ્ટિથી માંડીને સૂક્ષ્મસંપરાયગુણસ્થાનસ્થ સકષાય આત્માને સાંપરાયિક-ચાતુર્ગતિક સંસારના પરિભ્રમણમાં કારણભૂત કર્મનો આશ્રવ થાય છે, એમ સમજવું. ઇન્દ્રિયાદિની આશ્રવતાની સિદ્ધિજો કે ઇન્દ્રિય-કષાય-અવ્રત-યોગોમાં ક્રિયા સ્વભાવનું ઉલ્લંઘન નહિ થતું હોવાથી ક્રિયા રૂપ શબ્દથી જ આ ઇન્દ્રિય આદિનો અર્થ આવી જ જાય છે, તો ઇન્દ્રિયાદિ શબ્દો જુદાં કેમ? ઇન્દ્રિય આદિમાં વ્યાપારનો અભાવ છે, એવી વાત પણ અકિંચિત્કર છે, કેમ કે-ઈન્દ્રિય આદિ ક્રિયાસ્વભાવી છે, તો પણ આ ઇન્દ્રિય આદિનું ક્રિયા સ્વભાવપણું નિયત નથી, કેમ કે- નામસ્થાપના દ્રવ્યન્દ્રિય આદિમાં ક્રિયાભાવ છે. અથવા આ પ્રમાણે એકાન્તથી તે ઈન્દ્રિય આદિ ક્રિયા સ્વભાવવાળા નથી જ. પરંતુ ઇન્દ્રિય આદિમાં દ્રવ્યાર્થિક નયને ગૌણ કરી પર્યાયાર્થિક નયની પ્રધાનતાની અપેક્ષાએ ક્રિયા સ્વભાવ કાયમ છે. પર્યાયાર્થિક નયને ગૌણ કરી દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાની અપેક્ષાએ ક્રિયાસ્વભાવ નથી. મતલબ એવો છે કે-શુભાશુભ આશ્રવના પરિણામ તરફ અભિમુખ હોવાથી ઇન્દ્રિય-કષાય-અવ્રતોનું દ્રવ્યાશ્રયપણું છે. કર્મનું ગ્રહણ ભાવાશ્રવ છે. તે પચીશ ક્રિયાઓથી કર્મનું ગ્રહણ થાય છે. એમ હોવાથી જ આ કર્મવર્ગણાનું આશ્રવ યાને કર્મ રૂપ સંબંધ ક્રિયાઓથી જ આત્મામાં થતો હોવાથી, ક્રિયા રૂપ યોગ, આશ્રવ મુખ્ય હોઈ કાર્ય રૂપ ભાવાશ્રવ છે. એની સિદ્ધિ માટે જ ઇન્દ્રિય-કષાય-અવ્રતોનું ગ્રહણ કરેલ છે. वस्तुतस्तु कायवाङ्मनसां क्रिया आस्रवास्तेषां गतीन्द्रियकषायलेश्यायोगोपयोगज्ञानदर्शनचारित्रवेदादिपरिणामवतो जीवस्य धर्मरूपत्वात्ते जीवात्मकाः, कायवाङ्मनःप्रभवत्वात्तत्स्वरूपा वा, एतदेवाभिप्रेत्याह पौगलिकोऽयम् । आत्मप्रदेशेषु कर्मप्रापका क्रिया द्रव्याश्रवः, कर्मो पार्जननिदानाध्यवसायो भावाश्रवः ।२। पौद्गलिकोऽयमिति । कायो हि जीवस्य निवासभूतः पुद्गलद्रव्यसंघातः, तद्योगाज्जीवस्य यो वीर्यपरिणामस्स काययोगः, आत्मयुक्तकायायत्ता वाग्वर्गणायोग्यस्कन्धा विसृज्यमाना
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy