SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे [પરિણામના તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મધ્યમ, મધ્યમત, મધ્યસ્તમ, મંદ, મંદતર, મંદતમ ભાવ હોવાથી કર્મબંધ તીવ્ર-બંધ થાય છે. સિંહ મારનાર અને ગાય મારનારની હત્યા રૂપ ક્રિયા સરખી હોવા છતાં કર્મબંધ સ૨ખો નથી, કેમ કે-કેસરીસિંહ મારનારમાં શૌર્યનું અભિમાન હોવાથી પ્રદીપ્ત તીવ્ર ભાવના કારણે ઘણો કર્મબંધ થાય છે. २९४ - જ્ઞાતભાવ - જાણી જોઈને જીવહિંસા આદિમાં પ્રવૃત્તિ, તે ‘જ્ઞાતભાવ' છે. અજાણતાં જીવહિંસા આદિમાં પ્રવૃત્તિ, તે ‘અજ્ઞાતભાવ' છે. વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી જન્ય વિશિષ્ટ આત્માની શક્તિ, વજઋષભનારાચસંહનની અપેક્ષાવાળું ત્રિપૃષ્ઠવાસુદેવ આદિનું સિંહને ફાડવા રૂપ સામર્થ્ય ‘વીર્યવિશેષ' કહેવાય છે. એ વીર્યવિશેષથી કર્મબંધ વિશેષ છે. અધિકરણ - તીવ્ર આદિ ભાવ રૂપ પરિણામવાળા આત્માને જીવ-અજીવ રૂપ વિષયો, સાંપરાયિક કર્મબંધના કારણો, દુર્ગતિ પ્રત્યે ગમનમાં નિમિત્ત હોઈ અધિકરણ શબ્દથી વાચ્ય બને છે. જીવાધિકરણ રૂપ સંરંભ આદિ અજીવ અધિકરણ રૂપ નિર્વર્ત્તના સંયોજના (શસ્ત્ર આદિ) આદિ ભેદવાળા અધિકરણના ભેદથી કર્મબંધમાં ભેદ છે.] पूर्वोदितानामाश्रवभेदानां स्वरूपमनुक्रमेणोपवर्णयितुमारभते स्पर्शविषयकरागद्वेषजन्याश्रवः स्पर्शेन्द्रियाश्रवः । ३ । स्पर्शेति । स्पर्शश्शीतादिरूपेणाष्टविधः स्पर्शेन्द्रियजन्यप्रत्यक्षविषयः, तद्विषयको यौ रागद्वेषौ आनुकूल्यप्रातिकूल्याभ्यां प्रीत्यप्रीती तज्जन्यः कर्मबन्धानुगुण आत्माध्यवसायो वा योगक्रियाविशेषो वा स्पर्शेन्द्रियास्रव उच्यत इत्यर्थः । तथा च स्पर्शविषयकरागद्वेषान्यतरजन्यत्वे सत्याश्रवत्वं लक्षणम् । रसनेन्द्रियास्रवादावतिप्रसङ्गभङ्गाय सत्यन्तम् । कालादिवारणाय विशेष्यम् । रसनेन्द्रियात्रवादावतिव्याप्तिवारणाय स्पर्शविषयकेति ॥ પૂર્વકથિત આશ્રવભેદોનું સક્રમ વર્ણન સ્પર્શનેન્દ્રિયાશ્રવ ભાવાર્થ - સ્પર્શ વિષયવાળા-રાગ-દ્વેષજન્ય આશ્રવ, તે ‘સ્પર્શનેન્દ્રિયાશ્રવ.’ વિવેચન – શીત, ઊષ્ણ આદિ રૂપે સ્પર્શ આઠ પ્રકારનો પૂર્વે કહેલ છે. તે આઠ પ્રકારનો સ્પર્શ સ્પર્શનેન્દ્રિયજન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. તે સ્પર્શવિષય નિમિત્તવાળા રાગ-દ્વેષ એટલે અનુકૂળતા-પ્રતિકૂળતાના હિસાબે રાજીપો અને અપ્રીતિ, તેનાથી થતો કર્મબંધને અનુકૂળ, આત્માનો અધ્યવસાય કે વિશિષ્ટ યોગ, તે ‘સ્પર્શનેન્દ્રિય આશ્રવ' કહેવાય છે. - લક્ષણ – ‘સ્પર્શવિષયક રાગ-દ્વેષાન્તરજન્ય આશ્રવ, તે ‘સ્પર્શનેન્દ્રિયાશ્રવ’નું લક્ષણ છે. રસનેન્દ્રિય આશ્રવ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘સ્પર્શવિષયક રાગ-દ્વેષાન્યતરજન્ય' વાક્ય સમજવું. બન્ધ આદિના વારણ માટે આશ્રવત્વ રૂપ વિશેષ્ય દલ છે. પદકૃત્ય પૂર્વ મુજબ સમજવું.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy