SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - १, षष्ठ किरणे २९१ શંકા - આવા પ્રતિપાદનથી તો બંધ અને આશ્રવ બંને સમાન થઈ જાય છે, ભિન્નતા નથી દેખાતી, તો આશ્રવનો હેતુ બંધ છે, એમ બંધનું લક્ષણ થઈ જશે ને? આમ તો નથી કહેવાતું, પરંતુ કષાય આદિથી કલુષિત જીવનો નવીન કર્મપુદ્ગલોની સાથે સંબંધ એ જ બંધ છે, આવું લક્ષણ સંભળાય છે, તો આપનું પ્રતિપાદન ઠીક કેવી રીતે કહેવાય ? સમાધાન - બંધ પ્રત્યે આશ્રવ હેતુ છે. એટલે ચીકણી વસ્તુના લેપવાળા શરીરના ધૂળના સંબંધની માફક ઉત્પત્તિ થયા પછીથી જ આશ્રવ, બંધ પ્રત્યે હેતુ છે. વળી બંધ, આશ્રવ પ્રત્યે સાક્ષાતુ હેતુ નથી, કેમ કે-ક્ષેત્ર-કાળ ઇત્યાદિ સહકારી (નિમિત્ત)ની અપેક્ષા રાખી ઉદય અવસ્થા પ્રાપ્ત જ કર્મ અર્થક્રિયાકારી (ફળદાયી) છે. પરંતુ માત્ર બદ્ધકર્મ, આશ્રવની ઉત્પત્તિ પ્રત્યે કારણ નથી. - આ આશ્રવ પહેલાં બેંતાલીશ પ્રકાર જણાવી દીધા છે. તે બેંતાલીશ પ્રકારના આશ્રવમાં જો કે મનવચન-કાયાના શુભાશુભ રૂપ, જે વીયતરાયના ક્ષયોપશમથી જન્ય વીર્ય-પ્રાણ-ઉત્સાહ વગેરે પર્યાયવાચક શબ્દોથી વાચ્ય આત્મપ્રદેશોનો પરિસ્પદ આદિ ક્રિયા રૂપ યોગો, તે જ આશ્રવો કહેવાય છે. અશુભ કાયયોગ - ઔદારિક આદિ શરીર રૂપ પુદ્ગલોના આલંબનથી વર્ધીતરાયકર્મક્ષયોપશમજન્ય આત્મપ્રદેશપરિણામ, સંસારનો અનુબંધી, સંસારહેતુ, નારક આદિ જન્મ રૂપ ફળદાયી હોઈ પાપ રૂપ, હિંસા-ચોરી-મૈથુન આદિ ક્રિયા રૂપ, તે અશુભ કાયયોગ. શુભ કાયયોગ - અહિંસા-અચૌર્ય-બ્રહ્મચર્ય ઇત્યાદિ રૂપ, પ્રશસ્ત ગમન આદિ ક્રિયાનો હેતુ, તે શુભ કાયયોગ. (સાત આદિ અથવા સકલ કર્મક્ષયનો હેતુ હોવાથી શુભ એટલે પુણ્ય કહેવાય છે.) - અશુભ વચનયોગ - મતિજ્ઞાનાવરણ-અક્ષરધૃતાવરણ ઇત્યાદિ કર્મોનો ક્ષયોપશમથી જન્ય આંતરિક વચનલબ્ધિજન્ય ભાષાવર્ગણા રૂપ ભાષાયોગ્ય પુદ્ગલના આલંબનથી ભાષાપરિણામ તરફ સન્મુખ એવો જે આત્મપ્રદેશોના પરિસ્પંદરૂપ પરિણામ, સાવદ્ય, (સાચું પણ વચન પાપવાળું વાચિક કર્મ અશુભ છે. જેમ કેચોરોને મારો ! હિંસક પશુ આદિને મારી નાખો ! ઈત્યાદિ.) અમૃત, (અયથાર્ય જ વચન. જેમ કે-જે ચોર નથી, છતાં તેને ચોર કહેવો.) પુરુષ, (સ્નેહ વગરનું વચન-કઠોર વચન. જેમ કે-હે જાલ્મ ! તને ધિક્કાર છે, તું મૂર્ખ છે, પાપાચારી છે વગેરે કહેવું.) પિશુન, (સાચું પણ પ્રતિકારક નહિ હોવાથી બીજાના પરોક્ષમાં દોષસૂચક વચન.) સંદિગ્ધ-પ્રવચનવિરોધી ઈત્યાદિ રૂપ અશુભ વચનયોગ છે. શુભ વચનયોગ - અશુભ વચનયોગથી વિપરીત અર્થાત્ અસાવદ્ય આદિ વચન-આગમવિહિતભાષણ, તે શુભ વાદ્યોગ. અશુભ મનોયોગ - શરીરધારી આત્માએ સર્વ પ્રદેશોથી ગ્રહણ કરેલ મનોવર્ગણાયોગ્ય સ્કંધ રૂપ પુદ્ગલજન્ય આત્માના વિશિષ્ટ પરાક્રમ રૂપ મનન આદિ પરિણામ, અશુભ અભિધ્યા, (પારકાનું ધન લેવાની ઇચ્છા) વ્યાપાડ, (કોઈનો દ્રોહ-ખરાબ કરવાનું ચિંતન) ઈર્ષા, (બીજાના ગુણ-વૈભવ આદિ જોઈને અદેખાઈ કરવી) અસૂયા (બીજાના ગુણોમાં દોષનું આરોપણ કરવું, એમ આર્ત-રૌદ્રધ્યાન આદિ રૂપ અશુભ મનોયોગ.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy