SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ લલિતવિસ્તરા ભાગ-૩ પૂરણ આ અયથાર્થ પણ ફલવાળું છેકસદા નમસ્કાર કરું છું એ અયથાર્થ હોવા છતાં પ્રશસ્ત ભાવના પૂરણ ફલવાળું છે, ચિત્ર અભિગ્રહના ભાવની જેમ અનેક પ્રકારના અભિગ્રહના ભાવની જેમ, એ પ્રકારે આચાર્ય કહે છે, સર્વ સિદ્ધોને તીર્થસિદ્ધાદિ ભેદથી ભિન્ન સર્વ સિદ્ધોને હું સદા નમસ્કાર કરું છું. પંજિકા : 'चित्राभिग्रहभाववदिति, यथा हि ग्लानप्रतिजागरणादिविषयश्चित्रोऽभिग्रहभावो नित्यमसंपद्यमानविषयोऽपि शुभभावापूरकस्तथा नमः सदा सर्वसिद्धेभ्य इत्येतत्प्रणिधानम्। પંજિકાર્ય - વિત્રખિદમાવત"ત્તિ તળિયાનમ્ II પિત્રાઈમપ્રકમાવવત્ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે ગ્લાનની સેવા આદિ વિષયવાળો ચિત્ર અભિગ્રહનો ભાવ હંમેશાં અસંપદ્યમાન વિષયવાળો પણ શુભ ભાવનો પૂરક છે, તે પ્રમાણે સર્વ સિદ્ધોને સદા નમસ્કાર કરું છું, એ પ્રણિધાન શુભ ભાવતું પૂરક છે. ભાવાર્થ - સાધુ અને શ્રાવક એક તીર્થંકરની પ્રતિમાની અને સર્વ તીર્થકરોની પ્રતિમાની ભક્તિ માટે કાઉસ્સગ્ગ કર્યા પછી તીર્થકરોથી પ્રગટ થયેલ શ્રુતની ભક્તિ માટે કાઉસ્સગ્ન કરે છે અને તે કાઉસ્સગ્ન કર્યા પછી શ્રતની સ્તુતિ બોલે છે, ત્યારપછી પોતાનું અંતિમ સાધ્ય સિદ્ધ અવસ્થા છે તેના પ્રત્યે પોતાની ભક્તિની વૃદ્ધિ માટે પ્રસ્તુત સૂત્ર બોલે છે, તેમાં સિદ્ધ કર્મસિદ્ધ આદિ અનેક છે તેને છોડીને સર્વ કર્મના ક્ષયથી થયેલા સિદ્ધોને ગ્રહણ કરવા માટે કહે છે – અનેક ભવનાં કર્મો જેમણે સંપૂર્ણ નાશ કર્યા છે એવા સિદ્ધ ભગવંતો, જેઓ બોધવાળા છે અર્થાત્ સર્વજ્ઞસર્વદર્શી સ્વભાવવાળા છે અને જે જગતમાં સંસારી જીવો અજ્ઞાનનિદ્રામાં સૂતેલા છે તેવા જગતમાં જ સિદ્ધના જીવો હોવા છતાં બીજાના ઉપદેશ વગર જીવાદિ તત્ત્વોને યથાર્થ સ્વરૂપે જોનારા છે, જોકે સંસારમાં હતા ત્યારે કોઈકના ઉપદેશથી બોધ પામેલા પણ સિદ્ધ ભગવંતો છે, પરંતુ મુક્ત અવસ્થામાં તેઓનો બોધ બીજાના ઉપદેશથી નથી, પરંતુ બોધના આવારક કર્મના ક્ષયથી સહજ બોધ વર્તે છે. વળી, તે સિદ્ધ ભગવંતો સંસારના પારને પામેલા છે અથવા પોતાના સર્વ પ્રયોજનના પારને પામેલા છે; કેમ કે સંસારઅવસ્થામાં હતા ત્યારે કર્મોની કદર્થના પામતા હતા અને તેઓના તથાભવ્યત્વને કારણે તેઓનું સદ્રીય કર્મનાશને અનુકૂળ યત્નવાળું થયું અને તેના બળથી સર્વ કર્મનો નાશ કર્યો, તેથી તેઓનાં સકલ પ્રયોજનો પૂર્ણ થયાં, તેથી સંસારઅવસ્થામાં જે કર્તવ્યશક્તિ હતી તેનાથી વિપ્રમુક્ત થયા, તેથી મુક્ત અવસ્થામાં હવે તેઓને માટે કંઈ કર્તવ્ય નથી માટે પારગત છે, આ પ્રમાણે કહેવાથી કેટલાક માને છે કે ઈશ્વર સંસારમાં પણ નથી, મુક્ત અવસ્થામાં પણ નથી, પરંતુ તીર્થનો નાશ થાય ત્યારે લોકોના ઉપકાર માટે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy