SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર અચિંત્ય શક્તિવાળા તે જન્મ લે છે અને સર્વ લોકોના હિતને કરનારા છે, તેથી ચિંતા૨ત્નથી અધિક છે; કેમ કે જ્યારે જ્યારે જગતમાં દુષ્ટ લોકો જન્મે છે ત્યારે તેના સંહાર માટે ઈશ્વર જન્મ લે છે અને પોતાનું તીર્થ નાશ પામતું હોય તો તેના રક્ષણ માટે જન્મ લે છે, તેથી તે મત અનુસાર ઈશ્વર સંસારી જીવોની જેમ કર્મને પરવશ પણ નથી અને સ્વઇચ્છાથી જન્મ આદિ કરે છે, તેથી મોક્ષમાં પણ નથી તે મતનું નિરાકરણ થાય છે; કેમ કે સિદ્ધ ભગવંતો સંસારથી પાર પામેલા છે, તે જ ઈશ્વર છે, તેમની ઉપાસનાથી તત્ તુલ્ય સંસા૨થી પાર અવસ્થાની પ્રાપ્તિ થાય છે. વળી, યદચ્છાથી મોક્ષ થાય છે એમ માનનારા કેટલાક કહે છે કે જેમ ધનની પ્રાપ્તિ એકેક રૂપિયાની વૃદ્ધિથી થાય તેવો નિયમ નથી, પરંતુ ક્યારેક દરિદ્ર માણસ પણ રાજ્યની પ્રાપ્તિ કરી શકે છે, તેમ કોઈક જીવને ક્રમ વગર પણ મુક્તિ થાય છે તેનું નિરાકરણ કરવા માટે કહે છે પરંપરાથી મોક્ષમાં ગયેલા સિદ્ધ ભગવંતો છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ સિદ્ધ થાય છે તેઓ સંસારઅવસ્થામાં પ્રથમ ગાઢ મિથ્યાત્વ અવસ્થામાં હોય છે, કોઈક રીતે મિથ્યાત્વ મંદ થાય છે ત્યારે તેમનો ઉપયોગ સંસારના ભાવોથી પર થવાને અનુકૂળ વ્યાપારવાળો થાય છે અને તે વ્યાપાર મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે અને તે મતિજ્ઞાનનો ઉપયોગ મોહનાશને અનુકૂળ યત્નવાળો હોય છે, તે ઉપયોગના પ્રકર્ષ અનુસાર ક્રમસર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન કષાય નાશ પામે છે, તેથી તે ઉપયોગ ક્રમસર સર્વ ગુણસ્થાનકોને સ્પર્શી સ્પર્શીને અંતે યોગનિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ફક્ત તીર્થંકરો દીક્ષા ગ્રહણ કરે ત્યારે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકમાંથી અપ્રમત્ત ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તેમ સ્થૂલ વ્યવહારથી કહેવાય છે. સૂક્ષ્મ દૃષ્ટિથી તો અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયવાળા તીર્થંકરો સર્વવિરતિને અભિમુખ થાય છે ત્યારે પ્રથમ અપ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમ થાય, ત્યારપછી પ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમ થાય, ત્યારપછી સંજ્વલનનો ક્ષયોપશમ થાય ત્યારે અપ્રમત્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, તેથી ઉપયોગના ક્રમથી કષાયો અને નોકષાયોનો નાશ થાય છે અને ત્યારપછી સંપૂર્ણ જ્ઞાનાવરણીયનો નાશ થાય છે, ત્યારપછી યોગનિરોધની પ્રાપ્તિ થાય છે, તેથી જે કોઈ સિદ્ધ થયા છે તે સર્વ દરિદ્રને રાજ્યપ્રાપ્તિની જેમ ક્રમ વગર થયા નથી, પરંતુ ઉપયોગના ક્રમથી કેટલાક જીવો અલ્પકાળમાં સર્વ ગુણસ્થાનકોને પ્રાપ્ત કરે છે, તો કેટલાક કંઈક કંઈક વિલંબપૂર્વક સર્વ ગુણસ્થાનકોને સ્પર્શીને સિદ્ધ થાય છે, તેથી સર્વ સિદ્ધો ગુણસ્થાનકની પરંપરાથી સિદ્ધ થયેલા છે, તેથી તેઓને નમસ્કાર કરીને તેમના અવલંબનથી હું પણ તેમની જેમ ગુણસ્થાનકના ક્રમને સ્પર્શીને સિદ્ધ થાઉં તે પ્રકારનું પ્રતિસંધાન થાય છે. વળી, કેટલાક માને છે કે જેઓ સર્વ કર્મનો નાશ કરે તેઓ જ્યાં કર્મનો નાશ કરે ત્યાં જ જ્ઞાનસ્વરૂપે રહે છે, દેહ અને મોહ નહિ હોવાથી તેઓને સંસારમાં અન્ય જીવો રહેલા છે તે ક્ષેત્રમાં પણ બાધા નથી, તેથી લોકના અગ્ર ભાગે-જતા નથી તેનું નિરાકરણ કરવા માટે કહે છે સર્વ કર્મનો નાશ થવાથી જીવ લોકના અગ્રભાગને પામે છે; કેમ કે જીવનો ઊર્ધ્વગમન સ્વભાવ છે અને કર્મથી મુક્ત થાય ત્યારે જે સ્થાનમાં કર્મથી મુક્ત થાય છે તે સ્થાનના ઊર્ધ્વભાગમાં લોકના અંતે જઈને રહે છે, જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંતા સિદ્ધના જીવો ભવક્ષય કરીને રહેલા છે અને શરીર નહિ હોવાથી
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy