SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૧૪ સર્વ લોકોને ચિંતારત્નથી અધિક, મહાન છે. એ પ્રકારનું વચન છે, આના નિરાસ માટે સંસાર અને નિર્વાણ ઉભયના પરિત્યાગથી સિદ્ધ ભગવંતો રહેલા છે એના નિરાસ માટે, કહે છે - પારગત એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું, તેનો અર્થ કરે છે – પારને સંસારના છેડાને, અથવા પ્રયોજનના સમૂહના છેડાને પામેલા પારગત તથાભવ્યત્વથી આક્ષિપ્ત સકલ પ્રયોજનની સમાપ્તિથી નિરવશેષ કર્તવ્યશક્તિથી વિપ્રમુક્ત એ પ્રમાણે જે કહેવાયું છે એમને નમસ્કાર કરું છું એમ અન્વય છે. અને આ ચદચ્છવાદી કેટલાક વડે અક્રમ સિદ્ધપણાથી કહેવાય છે, જે પ્રમાણે કહેવાયું છે – એક આદિ સંખ્યાના ક્રમથી ધનની પ્રાપ્તિ નિયોગથી નિશ્ચયથી, નથી, દરિદ્રને રાજ્યપ્રાપ્તિ સમાન ધનની પ્રાપ્તિ છે, તેની જેમ મુક્તિ ક્વચિત્ કેમ ન હોય ? એના વ્યાપોહ માટે કહે છે – પરંપરાગત એવા સિદ્ધોને હું નમસ્કાર કરું છું=જ્ઞાન-દર્શન-ચાત્રિરૂપ પરંપરાથી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક સાસ્વાદન ગુણસ્થાનક સચ્ચશ્મિધ્યાદષ્ટિ ગુણસ્થાનક, અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક, વિરતાવિરત ગુણરથાનક, પ્રમત્ત ગુણસ્થાનક, અપ્રમત્ત ગુણસ્થાનક, નિવૃતિબાદર ગુણરથાનક, અનિવૃતિબાદર ગુણસ્થાનક, સૂક્ષ્મ ગુણસ્થાનક, ઉપરાંત ગુણસ્થાનક, ક્ષીણમોહ ગુણસ્થાનક, સયોગી ગુણસ્થાનક, અયોગી ગુણસ્થાનકના ભેદથી ભિન્નપણાથી ગયેલા=પરંપરાને પામેલા, એમને હું નમસ્કાર કરું છું. આ પણ=પરંપરાએ સિદ્ધ થયેલા પણ, કેટલાક વડે અનિયત દેશવાળા સ્વીકારાય છે; કેમ કે જ્યાં ક્લેશ ક્ષય છે ત્યાં વિજ્ઞાન રહે છે અને આને અહીં બાધા સર્વથા ક્યારેય નથી; કેમ કે તેનો અભાવ છે ક્લેશનો અભાવ છે. એ પ્રકારનું વચન છે, આનો નિરાસ કરવાની ઈચ્છાથી–સિદ્ધ થયેલા જીવો અનિયત દેશમાં રહે છે એ મતનું નિરાકરણ કરવાની ઈચ્છાથી, કહે છે – લોકના અગ્રભાગને પામેલાને નમસ્કાર કરું છું એમ અન્વય છે, લોકાગ્ર ઈષત્પાભાર નામની પૃથ્વી છે, તેના ઉપ= સામીણથી, નિરવશેષ કર્મની વિટ્યુતિને કારણે તેના અપરથી અભિન્ન પ્રદેશપણારૂપે તે સ્થાનમાં રહેલા અન્ય સિદ્ધોની સાથે અભિન્ન આકાશપ્રદેશપણારૂપે ગયેલા=પામેલા, અને કહેવાયું છે – જ્યાં એક સિદ્ધ છે ત્યાં તે ક્ષેત્રમાં, ભવક્ષયથી મુકાયેલા અનંતા સિદ્ધો અન્યોન્ય અબાધાથી સુખને પામેલા સુખી રહે છે. તેઓને હું નમસ્કાર કરું છું. અહીં શંકા કરે છે - કેવી રીતે વળી, અહીં=સંસારમાં, સકલ કર્મથી મુકાયેલા જીવોની લોકના અંત સુધી ગતિ થાય છે અને ભાવમાં=ઊર્ધ્વગતિના ભાવમાં, સદા જ કેમ થતી નથી, એ પ્રકારની શંકામાં કહે છે – પૂર્વના આવેશના વશથી દંડાદિથી ચન્ના ભ્રમણની જેમ એક સમય જ અવિરુદ્ધ છે એથી દોષ નથી, આમને લોકાગ્રને પામેલા એવા સિદ્ધોને હું નમસ્કાર કરું છું એમ અન્વય છે. આવા પ્રકારના આમને શું-પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના આમને શું ?=સિદ્ધોને શું ? એથી કહે છે – સદા સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું, નમઃ એ ક્રિયાપદ છે, સદા=સર્વકાલ, પ્રશસ્ત ભાવનું
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy