________________
(૬૩) “જે વસ્તુથી જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તેનાથી પ્રતિપક્ષભૂત જે પદાર્થ તેનાથી તે વસ્તુની ઉત્પત્તિ થઈ શકતી નથી” એ ન્યાય છે. ગુણકાન્તપ્રહ-જ્ઞાનથી રાગ અને દેકાન્તગ્રહ-જ્ઞાનથી ઠેષ ઉત્પન્ન થાય છે. આ એકાન્તગ્રહના પ્રતિપક્ષભૂત અનેકાન્તગ્રહ-સાપેક્ષદષ્ટિથી જ ઉપેક્ષાને સંભવ છે અન્યથા નથી. સકળ વસ્તુ ગુણ દેષ_ઉભયમય છે ઈત્યાદિ જ્ઞાનથી પ્રત્યેક વસ્તુને ઉભયાત્મક જાણનાર પુરૂષને સ્ત્રી શરીરાદિમાં આ અસેવ્ય છે–અગમ્ય છે એ રીતની ઉપેક્ષા જ દેખાય છે. કારણ કે સ્ત્રીમાં જેમ વાત્સલ્ય ભક્તિભાવાદિ ગુણો દેખાય છે તેમ માત્સર્ય અતિલુખ્યત્વાદિ દુગુણ પણ દેખાય છે તેથી તત્ત્વદ્રષ્ટા પુરૂષ સંસારથી વિરક્ત બને છે.
(૬૪) તે ઉપેક્ષા સંવરશાલી પ્રાણીઓને જ થાય છે. નિમિત્તના અભાવથી આગંતુક-નવીન મલને અભાવ થવાથી અને પૂર્વકાલજાતકમને વિનાશ થવાથી તેમને ઉપેક્ષાના પરિ ણામને સંભવ છે.
(૫) સમ્યગજ્ઞાનના અતિશયને પ્રાપ્ત કરનાર તેમ જ સૂક્ષમ દષ્ટિથી પદાર્થમાત્રમાં ગુણદોષવત્ત્વ-સદસદાત્મકત્વને જેનાર પુરૂષને અતિશય અભ્યાસના બળથી પ્રકૃષ્ટ ઉદાસીનતારૂપ ઉપેક્ષા ઉત્પન્ન થાય છે. તે પ્રકૃષ્ટ ઉદાસીનતા જ વાસ્તવિક રીતે વીતરાગ -સર્વજ્ઞપણું છે. એના માટે કહ્યું છે કે–વાસી-તક્ષણ અને ચંદનમાં સમાન અર્થાત્ ચંદન જેમ પોતાને છોલનારને પણ પિતાની સૌરભથી સુવાસિત બનાવે છે તેમ પિતાના શરીરને છેદાદિથી અપકાર કરનારને પણ મધુર ઉપદેશાદિથી આનંદ ઉપજાવનાર ગીઓને સર્વ વસ્તુમાં ત્યાગ અને ગ્રહણરૂપ ક્રિયાની નિવૃત્તિથી જે ઉદાસીનતા–ઉપેક્ષાભાવના તે જ વૈરાગ્ય કહેવાય છે. આ વસ્તુ “ભાવનાસિદ્ધિ” નામના ગ્રન્થમાં વિસ્તાર પૂર્વક જણાવી હોવાથી અહીં તેને માટે પ્રયાસ કર્યો નથી. '