________________
. (૫) સમાધાન–જે આત્મામાં ચૈતન્યરૂપનિશ્ચયને તમે માને છે તે તે જ્ઞાનવિનિમુક્ત કહેવાય જ નહીં કારણ કે નિશ્ચય એ જ જ્ઞાન છે. આથી સર્વજ્ઞ જ્ઞાનવિનિમુક્ત આત્મસ્વરૂપ નથી એ સિદ્ધ થયું.
હવે ત્રીજા વિકલ્પ પ્રમાણે સર્વને અન્ય ઉપલબ્ધિ સ્વરૂપ માનવામાં આવે તે પણ સર્વજ્ઞાભાવને નિશ્ચય નહીં થાય, કારણ કે સર્વજ્ઞાભાવનિશ્ચયાવિષય જે સંબંધ તેનાથી સર્વજ્ઞાભાવને નિશ્ચય થઈ શકે નહી.
શંકા–જેવી રીતે અન્ય સ્થાનમાં અભાવને નિશ્ચય થાય છે તેવી રીતે અહીં પણ સર્વજ્ઞાભાવને નિશ્ચય થાય તેમાં શ દેષ છે!
સમાધાન-નિશ્ચય થવા છતાં સ્વભાવવૈચિત્ર્યથી ન્યાય જાણનાર પુરુષને સર્વજ્ઞ વિદ્યમાનતાની જે આશંકા તેની નિવૃત્તિ થતી નથી.
(૫૧) શંકા–ભલે તમે “તદવિષયકસંસર્ગથી તનું ગ્રહણ થતું નથી” એમ માનીને સર્વજ્ઞાભાવનિશ્ચયની અસિદ્ધિ જણાવી પરંતુ અમે તદવિષયક સંસર્ગથી પણ તદ્દનું ગ્રહણ થાય છે એમ માનીએ છીએ. તેથી અમારા મતે સર્વજ્ઞાભાવનિશ્ચયની સિદ્ધિ થશે!
સમાધાનને તદવિષયક સંસર્ગથી તદુગ્રહણને સ્વીકાર કરવામાં આવે તે પણ સર્વજ્ઞનું આત્યંતિક અસત્ત્વપણું સિદ્ધ થતું નથી. હવે ગ્રન્થકાર મહાત્મા સર્વજ્ઞાભાવસાધક અન્ય પ્રતિપક્ષીના મતને જણાવતાં કહે છે, કેટલાંક સર્વજ્ઞાભાવસાધકન અભિમત અભાવપદાર્થને અભાવજ્ઞાનસ્વરૂપ માને છે.