SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ થયા છે. તે માટે તેની અસત્તા આવે તે સ્વર્ગાદિ પદાર્થો પણ તે જ રીતે અપ્રત્યક્ષ છે તેથી તેની પણ તમારે અનુપપત્તિ-અસત્તા સ્વીકારવી જોઈએ, પણ તેની તમે અપ્રત્યક્ષ છતાં અસત્તા માનતા નથી અને સર્વજ્ઞ અપ્રત્યક્ષ છે માટે તેની કલપના વ્યર્થ છે એમ કહેવા તૈયાર થયા છો તે તમારે આ પ્રયત્ન તદ્દન અસંગત છે. શંકા-સ્વર્ગ વગેરે સુખદિરૂપ હોવાથી તે દશ્ય–પ્રત્યક્ષવિષય બને તે ન્યાયયુક્ત છે. સમાધાન-સુખાદિ પ્રત્યક્ષવિષય હેવા છતાં પ્રકૃણસુખવિશેષરૂપ સ્વર્ગ તે અપ્રત્યક્ષ જ છે. વળી અતિપ્રસંગ દેષ હેવાથી સુખમાત્રાનુભવરૂપ સ્વર્ગ છે” એમ પણ માની શકાય નહીં. જે એમ માનવામાં આવે તો તેવા સુખાનુભવરૂપ સ્વર્ગને સદ્ભાવ જ્યાં ક્યાંથી થતો હોવાથી તમારા મતે “કામો ત' ઈત્યાદિ ચેોદક–પ્રેરક વાક્ય નિરર્થક થશે. જો તમે એમ કહેશે કે અમારે સુખ સામાન્ય દર્શનથી પ્રકૃણસુખવિશેષરૂપ સ્વર્ગની અનુમાન દ્વારા સિદ્ધિ નિબંધ-દેષરહિત છે તે અમારે પણ તેની જેમ જ્ઞાન સામાન્ય દર્શનથી પ્રકૃણજ્ઞાનવિશેષરૂપ સર્વજ્ઞની સિદ્ધિ અનુમાન દ્વારા શક્ય જ છે. (૧૪) આ પ્રમાણે સિદ્ધાન્તીએ આગમમાં પુરૂષવસ્તૃત્વરૂપ હેતુ દ્વારા પુરૂષકતૃત્વનું ખંડન કર્યું. હવે પૂર્વપક્ષી પુરૂષ વકતૃત્વમાં જ અ ન્યાશ્રયનું ઉદ્દભાવન કરતાં કહે છે. શંકા-સર્વજ્ઞ–તીર્થંકરદેવ શ્રી ભગવતીજી કલપસૂત્ર વગેરે આગમશાસ્ત્રના વક્તા હોવાથી આગમના પ્રતિપાદનમાં સર્વજ્ઞ– કેવલીની અપેક્ષા છે અને કેવલીપણું આગમકથિત સદનુષ્ઠાનફલસ્વરૂપ હોવાથી કેવલી બનવામાં આગમની અપેક્ષા છે, આમ પરસ્પરની અપેક્ષા હોવાથી અન્યાશ્રયદેષની પ્રાપ્તિ થાય છે,
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy