________________
- પર
જણાતું નથી. અને કદાચ જે સ્વીકારવામાં આવે તે અવ્યવહિતપણુએ વસ્તુપ્રતીતિની અનુપત્તિ થાય. તેથી જ્ઞાપકધર્માતિક્રમથી જ્ઞાપકત્વને અભાવ અને તેથી ઇન્દ્રિયેનો અર્થ–પદાર્થની સાથે જ્ઞાજ્ઞાપક ભાવસંબંધ અનુપપન્ન–અસિદ્ધ સાબિત થાય છે!
સમાધાન-ઈન્દ્રિમાં અજ્ઞાતજ્ઞાપકત્વસ્વભાવપણું હેવા છતાં સ્વભાવવિચિત્રતાથી જ જ્ઞાષ્યજ્ઞાપક ભાવ સંબંધનો પણ સ્વીકાર કરવામાં આવે છે અને તેમ કરવાથી પૂર્વે કહેલી સઘળી અનુપત્તિ–આપત્તિ (દોષ) દૂર થાય છે. જેમ ધૂમહેતુક વહિના અનુમાનમાં હેતુ તરીકે સ્વીકારેલ ધૂમમાં ધૂમ માત્રની અપેક્ષા રાખવામાં આવે છે પણ તેમાં નીલત્વ-કપિશત્વ વગેરે ધર્મ વિશેષની અપેક્ષા રાખવામાં આવતી નથી. તેવી જ રીતે પ્રસ્તુત અનુમાનમાં પણ ઈન્દ્રિયમને નિમિત્ત વિજ્ઞાનરૂપ પક્ષમાં ગ્રાહ્યગ્રહીતૃવ્યતિરિક્તનિમિત્ત માત્રથી પક્ષમાત્રતા અપેક્ષિત છે તેમાં સર્વસાધર્યને અભિનિવેશ કરે તે અનુચિત જ છે. વળી ગ્રાહ્યગ્રહીતૃમાત્રાપેક્ષિત હોવાથી વિપક્ષરૂપે સ્વીકારેલ કેવળજ્ઞાનમાં વ્યભિચારી દેષ પણ લાગતું નથી.
પ્રતિપક્ષી પુન: શંકા કરતાં કહે છે-કેવળજ્ઞાનમાં ગ્રાહ્યગ્રહીતૃમાત્રનું અપેક્ષિતપણું જ અનુપપન્ન છે કારણ કે તેમાં ગ્રાહ્ય અને ગ્રાહકથી ભિન્ન કર્મક્ષયરૂપ નિમિત્તની પણ વિદ્યમાનતા છે.
સમાધાન-જેમ ઈન્દ્રિયમને નિમિત્તપ્રત્યક્ષાત્મક પક્ષમાં ગ્રાહ્ય અને ગ્રાહકથી ભિન્ન ક્ષપશમનું કારણ પણું હોવા છતાં પક્ષની સિદ્ધિ માટે જેમ ક્ષયોપશમરૂપ કારણની ગ્રાહ્યગ્રહીતૃવ્યતિરિક્ત નિમિત્તત્વ તરીકે વિવક્ષા કરવામાં આવતી નથી તેવી જ રીતે અહીં પણ વિપક્ષત્વની સિદ્ધિ માટે કર્મક્ષયાદિરૂપ કારણની ગ્રાહ્યગ્રહીતૃતિરિક્તનિમિત્તત્વરૂપે વિવક્ષા નથી કરી.