________________
૪૪
જન્ય પ્રત્યક્ષવિષય ન હોવાથી સર્વજન પ્રત્યક્ષચરાતિકાતપણું સર્વશમાં રહી જાય છે. માટે તેવા તમારા અભિમત સર્વજ્ઞમાં પ્રમાણ નથી. તાત્પર્ય એ છે કે–જે પદાર્થ સર્વજન પ્રત્યક્ષગોચરાતિકાત હોય તેને જ અમે અસ્વીકાર કરીએ છીએ. પણ જે સર્વજન પ્રત્યક્ષચરાતિકાન્ત નથી એટલે કે જે કોઈ પણ પ્રાણી દ્વારા ઇન્દ્રિય પ્રત્યક્ષગોચર છે તેની સત્તા માનવામાં વાંધો નથી. અગાધ જલવતી રત્નાદિક મનુષ્યની ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષચરાતિકાન્ત હોવા છતાં મીન વગેરેની ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વિષય છે. પણ સર્વજ્ઞ તે કેઈન પણ ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વિષય થતા નથી તેથી તે અપ્રમાણ છે. '
ઉપરોક્ત શંકાનું સમાધાન કરતાં પ્રથકાર કહે છેઃ–સર્વ મનુષ્યનાં ચિત્તો અપ્રત્યક્ષ છે. જે સર્વ મનુષ્યનાં ચિત્તો પ્રત્યક્ષવિષય હોય તે જ સર્વજન પ્રત્યક્ષચરાતિકાન્તપણાને વિચાર થઈ શકે પણ સર્વજન ચિત્તે પ્રત્યક્ષ નથી માટે સર્વજ્ઞમાં સર્વ જન પ્રત્યક્ષગેચરાતિકાન્તપણને સ્વીકાર થઈ શકે તેમ નથી. એટલે સર્વજન પ્રત્યક્ષનેચરાતિકાન્તત્વરૂપ હેતુથી સર્વજ્ઞની અસત્તા સિદ્ધ થતી નથી. પરંતુ સત્તા જ સિદ્ધ થાય છે.
કદાચ સર્વજન ચિત્તો અપ્રત્યક્ષ છે એમ માનવામાં ન આવે પણ પ્રત્યક્ષવિષય સ્વીકારવામાં આવે તે પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. કારણ કે સર્વજનચિત્તોને પ્રત્યક્ષ કરવા માટે અસ્મદાદિ (છદ્મસ્થ) સામાન્ય જન સમર્થ નથી પણ તે પ્રત્યક્ષ કરવા અતીન્દ્રિયાર્થદ્રષ્ટા જ સમર્થ છે અને જે અતીન્દ્રિયાથદશી છે તે જ સર્વજ્ઞ છે આ રીતે સર્વજ્ઞની સત્તા સિદ્ધ થાય છે. - વળી સર્વજન પ્રત્યક્ષચરાતિકાન્તત્વરૂપ- હેતુને પ્રમાણભૂત સ્વીકારવામાં આવે તે સંશયની અનિવૃત્તિરૂપ દેષ પણ પ્રાપ્ત