________________
-
ને
નવમા સૈકાને મધ્યકાળ તથા કેટલાક વિદ્વાને દશમ સૈકો જણાવે છે. પણ ત્રણે મતમાં અનેક પ્રમાણેથી છઠ્ઠા સૈકામાં તેઓ થયા હોવાનું પ્રમાણભૂત ગણાય છે. આચાર્ય મ. શ્રી મેરૂતુંગસૂરીશ્વરજી મ.એ “વિચારશ્રેણિ પ્રકરણમાં આ રીતે ઉલ્લેખ કર્યો છે
" पंचसए पणसीए, विक्कमकालाउ झत्ति अथमिओ।
हरिभद्दसूरिसूरो, निव्वुओ दिसउ सिवसुक्खं ॥" વિકમકાળથી ૫૮૫ વર્ષે જે જલદીથી અસ્ત પામ્યા તે હરિભદ્રસૂરિ સૂર્ય–અમને શિવસુખ આપ
આ જ ઉલ્લેખ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મ. એ વિચારસાર પ્રકરણમાં કરેલ છે. શ્રી સમયસુંદરગણિ મ. આ. શ્રી કુલમંડનસૂરિ મ. તથા ઉપા. શ્રી ધર્મસાગરગણિ મ. વગેરેએ સ્વકૃત ગ્રન્થમાં ઉપર્યુક્ત ઉલેખનું અનુસરણ કર્યું છે. તેમ છતાં અન્ય મતનું સમર્થન કરનાર પણ અનેક ઉલ્લેખે મળે છે તેથી આ વિષય વિશેષ વિચારણીય તે છે જ.
તેમણે નિજજન્મથી ચિત્રકૂટ-ચિત્તોડનગરને વિભૂષિત કર્યું હતું. “કહાવલી કારના કથન પ્રમાણે તેમના પિતાનું નામ શંકર ભટ્ટ તથા માતાનું નામ ગંગા હતું. કહાવલી સિવાય અન્યત્ર તેમના નામને ઉલલેખ ક્યાંય મળતું નથી. તેઓ જ્ઞાતિએ બ્રાહ્મણ હતા અને ત્યાંના રાજા જિતશત્રુના રાજપુરોહિત હતા. પૂર્વના અજબ ક્ષોપશમથી અલપ સમયમાં તેઓ ચૌદવિદ્યાના પારગામી પ્રવર પંડિત બન્યા. પિતાની વિદ્યા ઉપર તેમને પૂર્ણ ભરોસે હતો. કેઈ પણ શાસ્ત્રને વિષય પોતાને ન આવડે એવું બને જ નહીં એમ તેઓ દઢપણે માનતા. તેથી જ તેઓએ “ચેનોક્ત નાવનુયે, તન્તવાસિતાનાશ્રયમ”