________________
శాంగశిశిశిశిశిరించిందని
છે આ. શ્રી હરિભદ્રસૂરીશ્વર-જીવનદર્શન
દાર્શનિક શિરોમણિ મહાન તિર્ધર આચાર્ય પુરક્ટર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના પવિત્ર નામથી ભાગ્યે જ કેઈ જેન અજાણ્યો હશે ! તેમનું જીવન અને કવન અનેક વિશિષ્ટતાઓથી સભર છે. આ દિવ્યદષ્ટિસંપન્ન મહાપુરુષે વિવિધ વિષયક ઉચ્ચતમ ગ્રન્થનું સર્જન કરી જેન વામને સુસમૃદ્ધ બનાવેલ છે. તેમની સાહિત્યસેવા અવિસ્મરણીય છે. હાલ તેમનું જે સાહિત્ય ઉપલબ્ધ થાય છે તે પણ જીવનપર્યન્ત ચિન્તન માટે અને સર્વવિધ શાસ્ત્રીય જ્ઞાન મેળવવા માટે પર્યાપ્ત છે. તેમની ગ્રન્થરચનાશક્તિ ગંભીર અને પ્રાસાદિક છે.
પ્રબન્ધ કષ”, “ગણધર સાર્ધશતક” અને “પ્રભાવક ચરિત્ર” વગેરે ગ્રન્થ દ્વારા તેઓને જીવન વૃત્તાન્ત અત્યારે આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે. આમ તે શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના નામના આઠથી નવ જૈન આચાર્ય દેવે થઈ ગયાનું ઇતિહાસ જણાવે છે તેમાં “વિનીમહેત્તરારૂ નુ' તરીકે સુપ્રસિદ્ધ આચાર્ય દેવ સૌથી પ્રાચીન છે. તેમણે ચૌદસે ચુમ્માલિશ ગ્રન્થોની રચના કરી છે. અને પ્રસ્તુત “સર્વશક્તિ' ગ્રન્થરત્નના પણ તેઓ પ્રણેતા છે. તેમને જન્મ તથા સ્વર્ગવાસને ચેકકસ સમય હાલ મળતું નથી. પણ તેમના સત્તા સમય માટે વિદ્વાનના આ રીતે ત્રણ મત પ્રવર્તે છે. કેટલાંક વિક્રમને છઠ્ઠો સૈકે, કેટલાંક આઠમા