________________
આમ તે બને દશને પણ એક યા બીજી રીતે સર્વજ્ઞની સાચી વિચારણાથી દૂર રહ્યા છે. એ દર્શનની માન્યતા અનુસાર વિચિત્ર તે એ છે કે જ્યારે જીવ મુક્ત બને છે ત્યારે જ્ઞાનશૂન્ય બની જાય છે. મુક્તાત્મા અને પત્થરની શિલા એ બેમાં કાંઈ પણ ફેર એ દર્શનના મંતવ્ય પ્રમાણે રહેતો નથી. નિષધીય ચરિતમાં શ્રી હર્ષ આ દર્શનની ઉપરોક્ત હકીકતને પૂર્વપક્ષપણે ઉપહાસ કરતાં કહે છે કે–
મુ : શિસ્ત્રાવાય, શાસ્ત્રમૂરે સતવાનું ! गोतमं तमवेक्ष्यैव, यथा वित्थ तथैव सः ॥ १७-७५ ॥ શિલાસ્વરૂપ મુક્તિને માટે પ્રાણીઓને જેણે શાસ્ત્ર કહ્યું તે ગેતમને તમે જોઈને જે જાણે છે તે જ તે છે. “ગ” એટલે પશુ ને તેનાં “તમ” એટલે શ્રેષ્ઠ, અર્થાત્ તે ગૌતમખરેખર પશુ શ્રેષ્ઠ જ છે.
શબ્દ પ્રમાણુની વિશદ વિચારણા કરનારા આ બને દર્શને પણ સર્વજ્ઞની વિચારણામાં ભૂલા પડી ગયા છે.
આમ વિશ્વમાં સર્વજ્ઞનું યથાર્થ સ્વરૂપ સમજનારા અને સમજાવનારા વિરલ છે–એ સત્ય છે. બહુમતિ સર્વજ્ઞને અપલાપ કરનારાની છે. પણ તેથી એ બહુમતિવાળાઓની માન્યતા સત્ય ને તથ્ય છે એમ માનવાની ભૂલ કરવા જેવું નથી. વિશ્વમાં એવી બહુમતિઓ તો ઘણું છે, પણ તેથી સુ તેને અનુસરતા નથી. ઉત્તસ રત્નને જાણનારા કેટલા! જાણુંને લેનારા કેટલાં! રત્નના પરીક્ષક વિરલ હેવા માત્રથી રત્ન શું રત્ન મટી જાય છે? શું રત્ન એ કાંઈ કાચ બની જાય છે? ના, રત્ન તો રત્ન જ રહે છે, એમ સર્વજ્ઞના જાણનારા વિરલ હોવા માત્રથી સર્વજ્ઞ–સાચા સર્વજ્ઞ સર્વજ્ઞ મટી જતાં નથી કે તેનું સ્વરૂપ ફરી જતું નથી,