________________
,,
કેટલા કીડાં છે તે જાણવાને શે ઉપગ છે. આમ જીવડા ગણ્યા કરવાથી શું લાભ ! કે વિચિત્ર આ ઉત્તર છે, આ ઉત્તર જ બુદ્ધની એક વિલક્ષણ પ્રકૃતિને પરિચય કરાવવા સાથે તેઓ સર્વજ્ઞ ન હતાં, તેની પ્રતીતિ કરાવે છે. વિશ્વનું સંપૂર્ણ ત્રિકાલાબાધ્ય સ્વરૂપ જે આત્મા નથી જાણતે તે ઈષ્ટ-તત્ત્વઅર્થને પણ યથાર્થ જાણી શકતો નથી. જગતમાં તે તે ઈષ્ટતત્વ અર્થોને જાણનારા અને જણાવનારા જે છે તેઓ પણ સર્વજ્ઞના કથનાનુસાર જ સર્વ જણાવે છે. અર્થનું વિશુદ્ધ સ્વરૂપ સાક્ષાત્ કે પરંપરાએ સર્વના ઋણી બન્યા વગર જાણી શકાતું નથી.
વિષમકાળની કુટિલતાને કારણે કેટલાક આધુનિક આયાવર્તના વિદ્વાનો પણ વિશેષજ્ઞને સર્વજ્ઞ માનવા તરફના આગ્રહવાળા થયા છે. પશ્ચિમના વિજ્ઞાનને પરવશ પડેલા કેટલાક દશ્યમાન વિશ્વથી વિશેષ કાંઈ નથી એવી માન્યતા ધરાવે છે. એવી અસર તળે આવેલા અનેકમાંના એક પંડિત સુખલાલજી પણ છે, તેઓ આ વિષયમાં અનેક યુક્તિ-પ્રયુક્તિઓ રજૂ કરીને–એ પ્રતિપાદન કરે છે કે વિશેષજ્ઞથી ભિન્ન પ્રકારના સર્વજ્ઞની સંભાવના જ નથી. આ અંગે જુદા જુદા લેખ લખીને તેમણે ઘણું ખેડાણ કર્યું છે. “દર્શન અને ચિંતનમાં આ સર્વ છે. આપાતરમણીય જણાતાં એમનાં એ તર્કો ખરેખર કુતર્કો છે એવું આ વિષયના નિષ્ણાતોને સ્પષ્ટ જણાય છે, તેમાં પણ જ્યારે સર્વજ્ઞનું યથાર્થ સબળ પ્રતિપાદન કરનારા શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ જેવા સમર્થ આચાર્યોને નામે તેઓ પોતાની વાત પુષ્ટ કરવાનું દુ:સાહસ કરે છે ત્યારે તે તેમના પ્રત્યે-તેમનાં બુદ્ધિના સારા વિકાસને કારણે ખેંચાએલાઓને પણ અભાવ જાગે છે. જેઓને આ વિષયમાં ઊંડું ઊતરવું નથી ને એમ ને એમ વાત કરવી છે તેઓ ગમે તે માને કે મનાવે તેનું કાંઈ પણ મૂલ્ય નથી.