________________
નથી. તેથી વક્તત્વમાં અસર્વજ્ઞાવિના ભૂતપણું નથી અને તેથી જ વસ્તૃત્વરૂપ હેતુથી અસર્વજ્ઞત્વની અનુમિતિ-સિદ્ધિ થતી નથી.
(૩૬) જે મનુષ્ય જે વિષયમાં ઘણું જાણતા હોય તે તે વિષયમાં સારી રીતે બેલે છે (આ અનુભવસિદ્ધ વાત છે.) તે જે સર્વ વિષયને જાણતા હોય તે સર્વજ્ઞ કેમ ન બેલે અર્થાત અવશ્ય બેલે.
(૩૭) જે તમે કહેશે કે–અસર્વજનિત જે વસ્તુ તે સર્વજ્ઞમાં દેખાતી નથી. તે વસ્તૃત્વ પણ અસર્વજ્ઞમાં છે તેથી તે સર્વજ્ઞમાં કેવી રીતે રહે! તે અમે તમને પૂછીશું કે તમારા દર્શનમાં કે નેત્રમાં જે વસ્તુ ન દેખાઈ હોય તે વસ્તુ નથી એમ માનવું શું યુક્તિયુક્ત છે ! અર્થાતુ નથી જ. ભલે તમે સર્વજ્ઞમાં વસ્તૃત્વનો અભાવ સાબિત કરવા ગમે તેટલા પ્રયત્ન કરે પણ સર્વજ્ઞમાં વકતૃત્વ અપ્રતિહત છે. '
(૩૮) કોઈ પુરૂષે સર્વજ્ઞમાં અસર્વજ્ઞત્વજનિત વકતૃત્વાદિ વસ્તુ ન જોઈ હોય તેટલા માત્રથી તેમાં તેની (વકતૃત્વની) અર્સિદ્ધિ થઈ શકે નહીં. જે સર્વપુરૂષે સર્વજ્ઞમાં વકતૃવાદિ વસ્તુ ને જોઈ હોય તે અસિદ્ધિ થાય, પરંતુ સર્વપુરૂષ કક અદર્શનનું ખંડન અમે પહેલાં જ કરી ગયા છીએ.
૩૯) વળી અસૌ ન સર્વજ્ઞ: ઘાત' એ તમારા અનુમાનમાં પંડિત ! એવા તમે વકતૃત્વરૂપ વ્યભિચારી હેતુને પ્રગ કર્યો છે. કારણ કે તે હેતુ વિપક્ષ-નિશ્ચિતસાધ્યાભાવવાનું જે સર્વજ્ઞ તેમાં વિદ્યમાન છે. સાધ્યાભાવાધિકરણમાં જે હેતુ વૃત્તિ હોય તે વ્યભિચારી કહેવાય છે. ' . (૪૦-૪૧) અસર્વજ્ઞ જે દેવદત્ત તેમાં જ્ઞાન અને વૈરાગ્યથી ઉત્પન્ન થયેલા વકતૃત્વ વગેરે ગુણે છે અથવા નથી એ રીતને સર્વથા નિર્ણય કરવો તે છવાસ્થ પુરૂષ માટે શક્ય નથી.