SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત ઉખેડવા માટે નીચે મુજબ આત્માર્થી સાધકે વિશિષ્ટ ભાવના કરવી કે - “હું મૂળભૂત સ્વરૂપે વિશુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ છું. મારું વિશુદ્ધ ચૈતન્ય પરમાનંદથી પરિપૂર્ણ છે. તેથી મારે બહાર ક્યાંય સુખની ભીખ માંગવાની જરૂર નથી. આ નિર્મળ ચેતનસ્વભાવ પરમ શાંતરસમય છે. એ પરમ નિષ્કષાય અને પરમ નિર્વિકાર છે. તેથી ઉકળાટ-અધીરાઈ-આવેશ-આવેગ-અહંકાર-કપટ-તૃષ્ણા-ભોગતૃષ્ણા વગેરે મારું સ્વરૂપ નથી. આવા ચૈતન્યથી ઝળહળતા મારા મહાન ગંભીર સ્વરૂપની સમજણ ન હોવાના લીધે, વિભાવસ્વભાવના કારણે પ્રગટેલા રાગાદિ વિભાવપરિણામોમાં તન્મય થઈને હું તાદાત્મબુદ્ધિ કરી બેઠો. તેના જ કારણે હું આટલા દીર્ઘ કાળથી દેહ-દુકાન-ઘર-પરિવાર-વિરાધના વગેરે સ્વરૂપ બાહ્ય સંસારમાં ભટક્યો તથા રાગ-દ્વેષાદિવિભાવપરિણામ અને સંકલ્પ-વિકલ્પ વગેરે સ્વરૂપ અત્યંતર સંસારમાં ભટક્યો. આવી મૂર્ખામી કરનારા એવા મને ધિક્કાર હો. ખરેખર કેળના વૃક્ષના થડને ઉખેડવામાં આવે એ તો એની અંદરથી નવા-નવા પડ નીકળે જ રાખે છે. પણ તેમાંથી કશું સારભૂત તત્ત્વ નીકળે નહિ. આકુળતાસ્વરૂપ રાગ, વ્યાકુળતારૂપ દ્વેષ, કર્તુત્વભાવ, ભોસ્તૃત્વભાવ વગેરે વિભાવપરિણામો અસાર ન હોવાના લીધે કેળના થડ જેવા છે. મારે તેનું શું કામ છે ? બસ હવે હું તેનાથી અટકું છું. જેમ છે? મૃગજળ તુચ્છ છે, તેમ ઢગલાબંધ સંકલ્પ-વિકલ્પની કલ્પનાના તરંગોની હારમાળા પણ તુચ્છ છે. તેથી તેનાથી પણ હું અટકું છું. પાપોદયમાં ઉદ્વેગ અને પુણ્યોદયનું આકર્ષણ - આ બન્ને મારક તત્ત્વોથી એ હું જુદો પડું છું. હવે હું શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપે શાંતભાવે સહજતાથી પરિણમું છું.” આ તે મુજબની વિભાવનાથી પ્રતિદિન લાંબા સમય સુધી આદરપૂર્વક શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. છે શુદ્ધાત્માનું ધ્યાન કરવાના બળે સાધકને અંતરમાં શાંતસુધારસની અનુભૂતિ થાય છે. ત્યાર બાદ તેને રયો જ્ઞાનસારના તૃપ્તિઅષ્ટકમાં દર્શાવેલી વિગત સત્ય પદાર્થસ્વરૂપે અંદરમાં પ્રતીત થાય છે. ત્યાં મહોપાધ્યાયજી . મહારાજે જણાવેલ છે કે “અદ્વિતીય શાંતરસના અનુભવથી અતીન્દ્રિય એવી જે તૃપ્તિ થાય, તેવી તૃપ્તિ જીભથી પરસને ચાખવાથી પણ નથી થતી.” જે શુદ્ધચેતન્યસ્વભાવધ્યાનના સાત ફળને સમજીએ છે શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન રોજે રોજ લાંબા સમય સુધી આદરપૂર્વક કરતાં કરતાં તે ધ્યાન અંદરમાં પરિણમે છે. તે ધ્યાન જેમ જેમ પરિણમતું જાય તેમ તેમ (૧) વિભાવસ્વભાવનું સહકારી શુદ્ધાત્મવિરોધી બળ ક્ષીણ થતું જાય છે. (૨) પ્રચુર પ્રમાણમાં અનાદિકાલીન સહજમળનો રેચ થાય છે. મતલબ કે સહજમાની કબજિયાત દૂર થાય છે. (૩) કર્તુત્વભાવની અને ભોસ્તૃત્વભાવની પરિણતિ પ્રશિથિલ બને છે. (૪) વિભાવદશા, વિકલ્પદશા, બંધદશા, બહિર્મુખદશા વગેરે અત્યંત ખલાસ થાય છે. (૫) અંતઃકરણ નિરાકુળ, નીરવ (આંતરિક ઘોંઘાટથી શૂન્ય) અને નિર્મળ બને છે. (૬) કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ વગેરેનો સમૂહ પણ અનુકૂળ બને છે. તથા (૭) વિભાવસ્વભાવ મોટા ભાગે નિષ્ક્રિય બને છે. આ રીતે તેને નિષ્ક્રિય કરવામાં આવે તો જ કેવલ ચૈતન્યસ્વરૂપ આત્મસ્વભાવ પ્રગટી શકે. આ લક્ષમાં રાખી અજ્ઞાન, રાગ, દ્વેષ, વાસના, લાલસા, તૃષ્ણા વગેરે સ્વરૂપે આપણું પરિણમન ન થાય તેની સતત કાળજી રાખવાની છે. આ રીતે જ કર્મથી છૂટકારો સંભવે. આથી જ સમયસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ “રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ કર્મથી છૂટે છે. તેથી હે જીવ ! તું કર્મોમાં રાગ નહિ કર” - આ મુજબ જણાવેલ છે. આવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યના બળથી
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy