SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૨/૮)]. ૩૪૭ જી હો ભાવ સ્વભાવહ અન્યથા, લાલા છઈ વિભાવ વડ વ્યાધિ; જી હો એ વિણ ન ઘટઈ જીવનઈ, લાલા અનિયત કર્મ ઉપાધિ /૧૨/૮ (૨૦૨) ચતુર. સ્વભાવથી જે અન્યથાભાવ તે વિભાવસ્વભાવ કહિયઈ. તે (વડ=) મહા વ્યાધિરૂપ છ. એ વિભાવસ્વભાવ માન્યા વિના જીવનઈ અનિયત કહતાં નાનાદેશ-કાલાદિવિપાકી કર્મ ઉપાધિ ન (ઘટઈ=) લાગો જોઈઈ. “ઉપસિમ્પયો થતા દિ વિમવિશ્વમા” II૧૨/૮ A स्वभावतोऽन्यथाभावो विभावो निष्ठुरो ज्वरः। विना तमात्मनो नैवानियतकर्मयोगता।।१२/८।। જ વિભાવરવભાવ નિષ્ફર જવર જ લોકાઈ :- સ્વભાવથી અન્યથાભાવ તે વિભાવ જાણવો. તે નિષ્ફર જ્વર છે. તેના વિના આત્મામાં અનિયત કર્મનો સંયોગ થઈ ન શકે. (૧૨૮) # વિભાવાત્મક મહારોગને ટાળીએ આ પર નથી :- “તમને કમળો થયો છે. બાકી આંખ પીળી ન થાય' – આવી ડોક્ટરની વાત કમળાને ટકાવવા માટે નથી પણ કમળાને વધતો અટકાવવા માટે અને ભગાવવા માટે છે. તેમ આપણા વિભાવસ્વભાવરૂપ મહારોગની વાત પરમર્ષિઓએ તેને ટકાવવા માટે નહિ પણ તેને વધતો અટકાવવા માટે અને ભગાવવા માટે કરી છે. કર્મના સંપર્કમાં આવવાની જીવની યોગ્યતા એ જ વિભાવસ્વભાવ છે. અનાદિ કાળથી આ વિભાવસ્વભાવ સક્રિય છે. અનાદિ કાળથી સક્રિય આ વિભાવસ્વભાવ આત્મવિરોધી એવા બળથી પુષ્ટ થયેલ છે. આત્મવિરોધી બળની સહાયને ધરાવનારા વિભાવસ્વભાવનો પ્રચાર અને પ્રસાર સર્વત્ર અવ્યાહત છે. તીર્થકરના સમવસરણમાં ગયેલા પણ જીવની ચિત્તવૃત્તિને ઈન્દ્રિય દ્વારા બહાર ફેંકવાનું કામ આ વિભાવસ્વભાવ કરે છે. તેથી ત્યાં અરિહંત પરમાત્માને જોવાના બદલે રત્ન-સુવર્ણાદિના કાંગરા-કિલ્લા ઉપર અને નાચતી અપ્સરા વગેરે ઉપર જ જીવની જ નજર ચોંટી ગઈ. તેથી ત્યાં પણ રત્નાદિને ભેગા કરવાના કર્તુત્વભાવમાં કે એ નાચતી અપ્સરાને ધ્યા ભોગવવાના ભાવમાં જ જીવ ઘણી વાર અટવાયો. આ રીતે સર્વત્ર પાંચેય ઈન્દ્રિયોના માધ્યમથી ચિત્તવૃત્તિપ્રવાહને બહાર ફેંકીને વિભાવસ્વભાવ સતત કર્તુત્વ-ભોસ્તૃત્વભાવને પેદા કરે છે. તેના લીધે છે રાગાદિ વિભાવપરિણામો, માનસિક વિકલ્પસ્વરૂપ તરંગોની હારમાળા, બહિર્મુખદશા, બંધદશા વગેરે બેમર્યાદપણે વધે જ રાખે છે. તથા તેના જ ફળસ્વરૂપે જન્મ, રોગ, ઘડપણ, મોત વગેરે દુઃખો આ જીવને સતત સંતાપવાનું કામ કરે છે. / વિભાવવળગાડમાંથી છૂટવાનો ઉપાય આથી આ વિભાવસ્વભાવ ડાકણના વળગાડ જેવો છે. તે કાઢવા જેવો જ છે. તેને મૂળમાંથી
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy