SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ +ટબો (૧૨૪૨)1 ૩૩૭ માત્ર ચકલીની એક આંખ જ દેખાય, તેમ આપણને માત્ર આત્માનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ જ સર્વદા એ દેખાય-ચે-જચે-ગમે તેવું કરવાનું છે. આપણી દૃષ્ટિ-શ્રદ્ધા-રુચિ-લગની-પ્રીતિ-આસ્થા માત્ર આપણા શુદ્ધ ચૈતન્યસ્વભાવસ્વરૂપ લક્ષ્યમાં જ સ્થાપવાની છે. આ તાત્વિક લક્ષ્ય સિદ્ધ થાય પછી જ આપણે કાયમ યા શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર-નિર્મળ બની સિદ્ધશિલા ઉપર બિરાજમાન થવા બડભાગી બનીએ. આ રીતે તે શુદ્ધ નિજ આત્મદ્રવ્યનું ધ્યાન કરવામાં પરાયણ બનવાથી મોક્ષ સુલભ બને. તેથી જ કુંદકુંદસ્વામીએ મોક્ષપ્રાભૂતમાં જણાવેલ છે કે “પદ્રવ્યથી પરાઠુખ થઈને સુંદર ચારિત્રને ધારણ કરનારા જે મહાત્માઓ આ સ્વાત્મદ્રવ્યનું ધ્યાન કરે છે, તેઓ જિનેશ્વર ભગવંતના માર્ગમાં લાગેલા છે તથા તેઓ જ નિર્વાણને = પરમાનંદને મેળવે છે.” (૧૨/૨)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy