SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત સમસ્યા - આ રીતે વ્યવહારનયનો અપલાપ કરવામાં તો આત્માના ચૈતન્યસ્વભાવને ગ્રહણ કરનાર નિશ્ચયનય = નિશ્ચયદષ્ટિ દુર્નય બની જવાની સમસ્યા ઊભી થશે. SD સમ્યગ એકાંત ઉપાદેય / સમાધાન :- આ સમસ્યાને અહીં અવકાશ નથી. કારણ કે નરહસ્ય વગેરેમાં બતાવેલ પદ્ધતિ મુજબ અહીં એવું સમજવું કે વ્યવહારનયનો = વ્યવહારદષ્ટિનો આ રીતે અપલાપ કરવો એ માત્ર નિશ્ચયદૃષ્ટિના વિષયને મુખ્ય બનાવવામાં ઉપયોગી છે. “વ્યવહારનયવિષય મિથ્યા જ છે' - આવું જણાવવા માટે વ્યવહારનયનો અહીં અપલોપ કરવામાં નથી આવેલ. કેમ કે “આત્મા ચેતન -અચેતનઉભયસ્વભાવી છે' - આ બોધ પ્રમાણભૂત જ છે. તેથી વ્યવહારનયસંમત અચેતનસ્વભાવ પણ નિશ્ચયનયસંમત ચેતનસ્વભાવની જેમ આત્મામાં હાલ વિદ્યમાન જ છે. પરંતુ બન્ને નયના વિષયમાંથી વ્યવહારનયના વિષયને = અચેતનસ્વભાવને મુખ્ય ન કરવો પણ નિશ્ચયનયના વિષયને = ચેતનસ્વભાવને જ મુખ્ય કરવો. આ બાબતને જણાવવા માટે અહીં વ્યવહારનયનો અપલાપ = ત્યાગ કરેલ છે. અનાદિ કાળથી અભ્યસ્ત અને આત્મસાત થયેલી એવી અચેતનસ્વભાવરુચિને – અજ્ઞાનસ્વભાવરુચિને છોડાવવા એ માટે અહીં તેવો અપલાપ જરૂરી છે. પોતાના વિષયની અતિ મજબૂત પક્કડ કરનારા નયનું ખંડન , કરવું એ પણ શાસ્ત્રમાન્ય પદાર્થ છે' - આ વાત મહોપાધ્યાયજી મહારાજે ન્યાયખંડખાદ્ય ગ્રંથમાં કરેલ છે. આ ગ્રંથિભેદના પુરુષાર્થમાં બે નય ભેગા ન કરો (dણે જો વ્યવહાર-નિશ્ચયનયનો સમન્વય કરવામાં આવે તો વસ્તુસ્થિતિદર્શક જ્ઞાનની સિદ્ધિ થશે. પરંતુ પ્રયોજનની સિદ્ધિ નહિ થાય. કારણ કે ચેતન-અચેતન ઉભયસ્વભાવ ઉપસ્થિત થતાં અનાદિ કાળથી ૨માં અભ્યસ્ત થયેલ અચેતનસ્વભાવની જ રુચિ-શ્રદ્ધા-પક્કડ મજબૂત થશે. શુદ્ધ ચૈતન્યસ્વભાવનો તો અનાદિ ત કાળમાં પૂર્વે પરિચય થયો જ નથી. તેથી તેની શ્રદ્ધા-પક્કડ બરાબર આવતી નથી. તેથી અભ્યસ્ત એવા છે પૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વભાવથી દષ્ટિ-આસ્થા-શ્રદ્ધા-વિશ્વાસ ચલાયમાન થાય છે. તેથી “મારે માત્ર શુદ્ધ ચૈતન્યસ્વભાવ જ પ્રગટાવવો છે. માત્ર તેને પ્રગટ કરવા માટે જ મારે જીવવું છે. પૂર્ણપણે શુદ્ધ A ચૈતન્યસ્વભાવને પ્રગટ કર્યા વિના મારો જન્મ વાંઝિયો જશે. હવે એક પળ પણ તેનો પ્રગટ અનુભવ કર્યા વિના અંદરમાં ચેન પડતું નથી. એના વિના હું જીવતો મડદા જેવો જ છું – આવી પ્યાસ પ્રગટતી નથી. તેના વગર શુદ્ધ ચૈતન્યસ્વભાવને પૂર્ણપણે પ્રગટ કરવાનો વર્ષોલ્લાસ જાગતો નથી. તેથી ગ્રંથિભેદસ્વરૂપ આધ્યાત્મિક પ્રયોજન કઈ રીતે સિદ્ધ થાય ? જ્યારે શુદ્ધનિશ્ચયનયની મુખ્યતા કરવામાં આવે તો ઉપયોગ + દૃષ્ટિ સ્વસમ્મુખ થતાં જ્ઞાન + શ્રદ્ધાની સંધિ થવાથી પોતાના પ્રાણ સમાન શુદ્ધ ચૈતન્યસ્વભાવને પરિપૂર્ણપણે પ્રગટ કરવાનો સંકલ્પ થાય છે. તેના બળથી ગ્રંથિભેદ કરનારો અપૂર્વ વર્ષોલ્લાસ જન્મે છે. તેનાથી અપરોક્ષ સ્વાનુભૂતિ સ્વરૂપ આધ્યાત્મિક પ્રયોજન સિદ્ધ થાય છે. તથા અપરોક્ષ અનુભૂતિમાં જે આત્મતત્ત્વ ઉપસ્થિત છે, તે તો પ્રમાણનો જ વિષય છે. તેથી તે અનુભૂતિ યથાર્થ જ છે. તેથી સમ્યગુ જ્ઞાનની સિદ્ધિ પણ અવ્યાહત જ છે. આ અનુભવગમ્ય માર્ગ છે, નિર્બાન્ત પથ છે. ૪ અર્જુનદૃષ્ટિ કેળવીએ છે તેથી આ રીતે આપણા આધ્યાત્મિક પ્રયોજનની સિદ્ધિ માટે આત્માના ચૈતન્યસ્વભાવને પકડાવનાર પ્રગટાવનાર શુદ્ધનયનું આલંબન કરવામાં કોઈ પણ પ્રકારની શંકા કે ભીતિ ન કરવી. અર્જુનને જેમ
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy