SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ परामर्शः: मूर्तभाव [ અધ્યાત્મ અનુયોગ સહિત જી હો મૂર્તભાવ મૂરતિ ધરાઈ, લાલા ઉલટ અમૂર્ત સ્વભાવ; જી હો જો મૂર્તતા ન જીવનઈ, લાલા તો સંસાર અભાવ /૧૨/૩ (૧૯૭) ચતુ ગ મૂર્તિ કહતાં રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિસન્નિવેશ તે જેહથી ધરિયઈ, તે મૂર્તસ્વભાવ કહિએ. તેહથી વિપરીત (= ઉલટ) તે અમૂર્તસ્વભાવ કહિએ. જો જીવનઈ કથંચિત્ મૂર્તતાસ્વભાવ નહીં તો શરીરાદિસંબંધ વિના, ગત્યન્તરસંક્રમ વિના સંસારનો અભાવ થાઇ. ૧૨/all , मूर्तभावालि मूर्त्तत्वं ध्रियतेऽमूर्त्तताऽन्यथा। मूर्त्तत्वविरहे जीवे भवाऽभाव: प्रसज्यते ।।१२/३।। ઇ મૂર્ત-અમૂર્તસ્વભાવને ઓળખીએ છે હોમર્ષ:- મૂર્તસ્વભાવથી વસ્તુ મૂર્ણતાને ધારણ કરે છે. તેનાથી અન્યથા અમૂર્તસ્વભાવ જાણવો. જીવમાં મૂર્તતા ન હોય તો સંસારનો જ અભાવ થઈ જાય. (૧૨/૩) ૪ કર્મજન્ય ઉપાધિઓને ટાળીએ જ ડાક ઉપાયો:- મૂળ સ્વભાવથી આત્મા અમૂર્ત છે. ઔપાધિકસ્વભાવથી આત્મા મૂર્ત છે. * કર્મજન્ય ઉપાધિ ઘટાડતા જઈએ તો સ્વાભાવિક નિરંજન-નિરાકાર-અમૂર્ત સ્વભાવ પ્રગટે. મહત્ત્વાકાંક્ષા ! -મમતા-માન-મતાગ્રહ-માવેશ-માયા-મદ-મદન વગેરેમાં અટવાઈ જઈએ તો કર્મજન્ય ઉપાધિઓ વધી જાય. આવું ન બની જાય તેનું પાકું લક્ષ રાખીને મોક્ષમાર્ગે આગળ વધવાનું છે. જ મૂર્તસ્વભાવને વિદાય દઈએ કે . અમૂર્તસ્વભાવને વ્યક્ત કરનાર કર્મોપાધિવિચ્છેદ મેળવવા માટે કર્તુત્વભાવ, ભોક્નત્વભાવ, " સ્વત્વ(મમત્વ)ભાવ, સ્વામિત્વભાવ (= માલિકીપણાનો દાવો) પણ છોડવા જરૂરી છે. આ ચારેય પ્રકારના તું ભાવોને, તેવી બુદ્ધિને, તેવી પરિણતિને છોડવા માટે અંદરમાં કાયમ એવી દઢ શ્રદ્ધા કરવી કે છે “(૧) હું ક્યારેય ભૂતકાળમાં ચાલ્યો નહતો, વર્તમાનમાં પણ ચાલતો નથી કે ભવિષ્યમાં ચાલવાનો નથી જ. કારણ કે મારો મૂળભૂત સ્વભાવ તો અમૂર્ત જ છે. અમૂર્ત એવા ધર્માસ્તિકાય વગેરે નથી છે જ ચાલતા ને ! આ પ્રત્યક્ષ ઉપલબ્ધ શરીર જ ચાલ્યું હતું, ચાલે છે તથા ચાલવાનું છે. કેમ કે તે મૂર્તિ છે. મૂર્તસ્વભાવી વાદળા, વાહન વગેરે જ દોડધામ કરે છે ને ! આ શરીરરૂપી ગાડી પણ આમથી તેમ દોડધામ કરે છે. મારે તેની સાથે શું લેવા-દેવા ? (૨) સ્વાદિષ્ટ કે બેસ્વાદ અશનાદિનું મેં ક્યારેય ભોજન કર્યું નથી, કરતો નથી કે કરવાનો નથી. આ શરીરે પ્રભુપ્રસાદરૂપે મળેલ શુક્લ (= નિર્દોષ) આહારનું ભોજન ગઈકાલે કર્યું હતું, આજે કરે ' પુસ્તકોમાં “જો’ નથી. કો.(૧+૬+૮+૧૧)માં છે. છે પુસ્તકોમાં “કહિએ' નથી. આ.(૧)માં છે. લા.(૨)માં “જાણઈ પાઠ.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy