SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત લીન, સુલીન, વિલીન થવું જોઈએ. સ્વયમેવ નિજ પરમ પવિત્ર સહજાનંદમય ચૈતન્યસ્વભાવમાં જ એકાકાર, એકરૂપ બનવું જોઈએ. પોતાના જ વિમલ શાશ્વત શાન્તરસમય આત્મતત્ત્વમાં તદાકાર, તન્મય, તકૂપ થઈને તે સ્વરૂપે તાદાભ્યપરિણતિ કેળવવી જોઈએ, મેળવવી જોઈએ. - પ્રણિધાન-પ્રાર્થનાપૂર્વક પુરુષાર્થનો પ્રારંભ - “નિષ્કષાય, નિર્વિકાર, નિuપંચ, કેવલ ચૈતન્યસ્વરૂપ હું શુદ્ધ આત્મા છું. પરમ શાંતિમય, સહજ સમાધિમય, અનંત આનંદમય, અચિંત્યશક્તિસંપન્ન મારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વહેલી તકે પ્રગટ થાઓ ! પ્રગટ થાઓ ! પ્રગટ થાઓ ! શ્રીતીર્થકર, ગણધર ભગવંતોના પ્રસાદથી ગ્રંથિભેદોત્તરકાલીન અપરોક્ષ સ્વાનુભૂતિમય નૈૠયિક ભાવ સમ્યગ્દર્શનસંબંધી યોગ-સેમ-શુદ્ધિ-વૃદ્ધિ-પુષ્ટિ માટેનો આ પ્રયત્ન સફળ થાવ, સફળ થાવ, સફળ થાવ' – આ પ્રમાણે પ્રણિધાન અને પ્રાર્થના કરવાપૂર્વક ગ્રંથિભેદસંબંધી અંતરંગ સાધનામાં આત્માર્થી સાધકે તત્પર થવું, પરાયણ થવું, લીન થવું, ગળાડૂબ થવું. # ગ્રન્થિભેદ માટે પંદર પ્રકારે અંતરંગ પુરુષાર્થ : અનાદિકાલીન અત્યંત ગાઢ ગ્રંથિના ભેદ માટે પુષ્કળ અંતરંગ પરિશ્રમ અપેક્ષિત છે. જેમ ઘોર ધ્યા ભયંકર યુદ્ધના મેદાનમાં દુર્જય એવા અનેક મહારથી શત્રુઓના સમૂહ સામે વિજય મેળવવા અત્યંત પરિશ્રમ કરવો પડે, તેમ મિથ્યાત્વમોહનીય કર્મને જીતવા અત્યંત પરિશ્રમ કરવો પડે છે. આ વાત વિશેષાવશ્યક ભાષ્યમાં સ્પષ્ટપણે જણાવી છે. પોતાને સમકિતી માનનારા જીવોએ “મેં આવો અથાગ પરિશ્રમ ગ્રંથિભેદ માટે કર્યો છે કે નહિ ?' તે વિચારવું. તે અંતરંગ પુરુષાર્થ નીચે મુજબ પંદર પ્રકારે કરવો. તે આ પ્રમાણે : (૧) “જેમ તલવાર મ્યાનમાં રહે છે છતાં પણ તલવાર જુદી છે અને માન જુદું છે, તેમ મારો છે દેહ મારા કરતાં જુદો છે. અને તેના કરતાં હું આત્મા અલગ છું - આ પ્રમાણે સાધક માને છે.” આ મુજબ વ્યવહારસૂત્રભાષ્યમાં અને શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણરચિત જીતકલ્પસૂત્રના સ્વોપન્ન બૃહદ્ભાષ્યમાં છે? જણાવેલ છે. પ્રસ્તુત ગાથા વગેરેનું આલંબન લઈને આત્માર્થી સાધકે સતત સ્વપરનું તાત્ત્વિક સ્વરૂપ પોતાની માર્ગાનુસારી પ્રજ્ઞા દ્વારા સમજવા માટે પ્રયત્નશીલ રહેવું. તથા દિલથી સતત તેની ભાવના કરવી. $ દેહાદિભિન્ન આત્માની શ્રદ્ધા-રુચિ વગેરે તીવ કરીએ (૨) સ્વ-પરનું યથાર્થ સ્વરૂપ જાણ્યા બાદ પોતાના આત્મતત્ત્વની સવળી શ્રદ્ધા ઊભી કરવી કે હું દેહાદિભિન્ન આત્મા જ છું.” ત્યાર પછી તેની રુચિ કેળવવી. તેની પ્રીતિ પ્રગટાવવી. પોતાના જ નિર્મળ આત્મતત્ત્વને ભજવાનો પ્રયત્ન કરવો. એ જ તાત્ત્વિક આત્મભક્તિ છે. આત્મતત્ત્વની જ વારંવાર ભાવના ભાવવી. આત્મતત્ત્વ પ્રત્યે સભાવ રાખવો. પોતાના આત્મા પ્રત્યે અહોભાવ-આદરભાવ જગાડવો. “શરીરાદિથી છૂટું ચેતન તત્ત્વ એ હું છું – તેવી અવાર-નવાર પ્રતીતિ કરવી. દરેક પ્રવૃત્તિ કરતી વખતે આત્માને સૌપ્રથમ યાદ કરવો. “અસંગ-અલિપ્ત ચેતનતત્ત્વ છું - આવી જાગૃતિ સર્વ પ્રવૃત્તિ વખતે રાખવી. આત્મતત્ત્વને પ્રગટાવવાનું લક્ષ્ય રાખવું. અનંત આનંદમય-શાંતિમય-સમાધિમય આત્મતત્ત્વનો એવો મહિમા અંદરમાં ઉભો કરવો કે સતત સર્વત્ર આત્મા જ નજરાયા કરે. ‘હું નિષ્કષાય,
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy