SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)] ૫૬૫ નિર્વિકારી આત્મા છું' - આ અનુસંધાન ક્યાંય છૂટે નહિ તેવી સાવધાની રાખવી. આત્માની શક્તિ -શુદ્ધિશાશ્વતતા-શુચિતા વગેરે વિશે ઊંડી અનુપ્રેક્ષા કરવી. દેહ, ઈન્દ્રિય, મન, ઈન્દ્રિયજ્ઞાન વગેરેથી અત્યંત નિરાળા આત્માની વારંવાર ખોજ કરવી, તપાસ કરવી, તલાશ કરવી. “હું શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ છું - આ પ્રમાણે આત્મતત્ત્વનું ભાન થવું જોઈએ. ચેતનતત્ત્વનું સતત સંશોધન કરવું. સર્વત્ર આત્માનું સંમાર્જન અને પરિમાર્જન કરવું. આત્માના વર્તમાન મલિન પર્યાયોને દૂર કરવા. આ રીતે આત્માને સ્વચ્છ કરવો. શુદ્ધ આત્માના ચૈતન્યસ્વરૂપમાં સર્વથા લીન-સુલીન લયલીન થઈ જવું જોઈએ. જ સ્વભૂમિકાયોગ્ય સાધનામાં મસ્ત રહીએ જ (૩) માત્ર આત્મતત્ત્વની ભાવના નથી કરવાની. પરંતુ પોતાના ચિત્તની શુદ્ધિના લક્ષથી પોતાની વર્તમાન ભૂમિકાને ઉચિત સ્વાધ્યાય કરવા પ્રયત્ન કરવો. જ્ઞાનદાતા સગુરુદેવની સેવાની તક ઝડપી લેવી, તેવી તક ઊભી કરવી. સામાયિક કરવી. અર્થાત્ સમભાવમાં રહેવાનો અભ્યાસ કરવો. નિજ સ્વરૂપની અંદરમાં ધારણા, ધ્યાન અને કાયોત્સર્ગ આદિ સાધના કરવી. પાંચેય ઈન્દ્રિયોને શબ્દ-રૂપ -રસ-ગંધ-સ્પર્શમાંથી પાછી વાળવી. આ “પ્રત્યાહાર' કહેવાય. આવી અંતરંગ સાધના માટે પ્રયાસ કરવો. આ પણ આ બધું જાહેરમાં પોતાની જાતને સારી દેખાડવા માટે નહિ, “ધર્મી' તરીકેની પોતાની હવા ઊભી કયા કરવા માટે નહિ. પરંતુ માત્ર પોતાના ચિત્તની શુદ્ધિ માટે, આત્મવિશુદ્ધિ માટે જ કરવાનું છે. જ નિજભાવનિરીક્ષણાદિ કરીએ ! (૪) તાત્પર્ય ગ્રહણ કરવા પૂર્વક, આશય ગ્રહણ કરવા પૂર્વક, જિનવચન અને ગુરુવચન ઘૂંટી , -ઘૂંટીને, તે મુજબ પોતાના આંતરિક ભાવોનું વારંવાર નિરીક્ષણ કરવું, પરીક્ષણ કરવું. તથા પોતાની જા સાધકદશાને યોગ્ય વૈરાગ્ય, ઉપશમ વગેરે ભાવોનું સંરક્ષણ કરવું. તે વૈરાગ્ય-ઉપશમ આદિ નિર્મળ , ભાવોને સાચવવા-સંભાળવા. આ રીતે પોતાની પરિણતિને નિર્મળ કરવી. હા કર્તા-ભોક્તા ન બનીએ છી (૫) કર્તા-ભોક્તાભાવ એ ખરેખર રાગ-દ્વેષમય છે અને સંકલ્પ-વિકલ્પથી વણાયેલ છે. તેવા . કર્તા-ભોક્તા ભાવને છોડીને, પોતાના આત્મકલ્યાણમાં બાધક બનનારા દોષોનો ઉચ્છેદ કરવાનું પ્રણિધાન, દઢ સંકલ્પ કરીને આત્મભાનસહિત મધ્યસ્થભાવે અધ્યયન-અધ્યાપન-ભોજન-શયનાદિ વ્યાવહારિક સ્વકર્તવ્યને બજાવવા. વિષય-કષાયના આવેગાદિમાંથી બચીએ ક (૬) વિષય-કષાય વગેરે વિભાવ પરિણામોમાં અસારતા, તુચ્છતા, ક્ષણભંગુરતા, અનાત્મરૂપતા, પરાયાપણું વગેરેની ઊંડી વિચારણા કરવી. “પાપના ઉદયમાં વિષય-કષાય વગેરે શરણ બનવાના નથી. તે અપવિત્ર-અશુચિ છે' - આવી વિભાવના કરીને વિષય-વાસનાના આવેગમાં તણાવું નહિ, કષાયના આવેશમાં ફસાવું નહિ. પોતાની જાતે જ તેમાં ખેંચાતા-તણાતા-લેપાતા અટકી તેનાથી મુક્ત થવું. અથવા પ્રભુપ્રાર્થનાયોગથી કે આર્ટ ચિત્તે નમસ્કાર મહામંત્રના નિયમિત લયબદ્ધ જાપથી તેવું બળ મેળવી તેનાથી મુક્ત બનવું. ચિત્તવૃત્તિપ્રવાહને વસમુખ રાખીએ કે (૭) રાગાદિ વિભાવદશાથી પૂરેપૂરા છૂટવાની તમન્નાએ પોતાની ચિત્તવૃત્તિના પ્રવાહને સતત પોતાના
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy