________________
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૬/૭)].
૫૬૩ રહે છે. તેથી સમ્યજ્ઞાન-ચારિત્રની પૂર્વે શ્રીસમ્યકત્વને મેળવવાનો પ્રયાસ કરવો. કારણ કે સમ્યગ્દર્શન હોય તો જ સર્વ ધર્મસાધના ફળદાયક બને.” જેમ આકાશમાં ચિત્રામણ કરવાનો પ્રયત્ન નિષ્ફળ બને, તેમ સમકિત વિના ધર્મસાધનાને નિષ્ફળ સમજવી.
જબ લગ સમકિત રત્ન કો, પાયા નહિ પ્રાણી; તબ લગ નિજ ગુણ નવિ વધે, તરુ જિમ વિણ પાણી.(૧) તપ-જપ-સંયમ કિરિયા કરો, ચિત્ત રાખો ઠામ;
સમકિત વિણ નિષ્ફળ હોવે, જિમ વ્યોમ ચિત્રામ. (૨) આ સઝાયની પંક્તિઓ પણ ઉપરની જ વાતનું સમર્થન કરે છે. તેથી આધ્યાત્મિક પ્રવાસને અને પ્રયાસને સફળ કરનાર એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જ સૌપ્રથમ ઉદ્યમ કરવો જરૂરી છે.
A તમામ આરોપને છોડીએ 6 સમકિતની પ્રાપ્તિ અંગે પ્રયત્ન કરવા માટે સૌપ્રથમ તો તમામ પ્રકારના નિમ્નોક્ત આરોપોને છોડવા આ પડે. જેમ કે (૧) “હું શરીર છું.” (૨) “શરીર એ જ હું છું.” (૩) “હું માણસ જ છું.” (૪) “માણસ હું છું.” (૫) “હું ગોરો છું.” (૬) “ગૌરવર્ણવાળો જે દેખાય છે, તે હું જ છું.” (૭) “મારો દીકરો અને કાળો છે.' (૮) “મારી લેશ્યા કૃષ્ણ છે.” (૯) “અરીસામાં મારું મોઢું દેખાય છે. દર્પણમાં જે દેખાય છે છે, તે મારું મુખ છે.” (૧૦) હું પુત્ર છું.” (૧૧) “આ પુત્ર એ હું જ છું. મારામાં અને મારા દીકરામાં કોઈ તફાવત તમે ના જોશો.” (૧૨) “આ દીકરા, પત્ની વગેરે મારા છે.” (૧૩) “આ આ ધન, વસ્ત્ર, ઘર, દેશ, રાજ્ય વગેરે મારા છે.” (૧૪) “આ મારું શરીર છે.” (૧૫) કન્યાનું મોટું ચન્દ્ર જેવું છે. તેના દાંત દાડમની કળી જેવા છે. તેની આંખ કમળ જેવી છે....... ઈત્યાદિ જે જે છે આરોપો-ઉપચારો આ જ ગ્રંથમાં પૂર્વે સાતમ-આઠમી શાખામાં જણાવી ગયા, તેને પોતાના ચિત્તમાં ટી. સારી રીતે આદરપૂર્વક બિરાજમાન ન કરવા. જીવનવ્યવહારમાં ક્વચિત્ ક્યાંક તેવા કોઈક ઉપચારને કરવા પડે તો હોઠથી તેવું બોલવા છતાં પણ હૈયેથી તેના પ્રત્યે આદરભાવ ન દેખાડવો. પરંતુ સતત પોતાના નિરુપાધિક અમૂર્ત આત્મદ્રવ્યની જ તપાસ, ચિંતન, ભાવના, સ્મૃતિ, એનું જ અનુસંધાન વગેરે જાળવવા વડે તેવા ઉપરોક્ત ઉપચારોથી - આરોપોથી પોતાના આત્માને સતત બચાવવો.
હ8 તત્વદૃષ્ટિને મેળવીએ તથા સમકિતને મેળવવા બાહ્ય દૃષ્ટિનો પરિહાર કરીને તત્ત્વદષ્ટિની જ ઉપાસના કરવી. આ અંગે જ્ઞાનસારમાં જણાવેલ છે કે “બાહ્યદષ્ટિવાળાને રૂપાળી કન્યા અમૃતના સાર વડે ઘડેલી લાગે છે. તત્ત્વદૃષ્ટિવાળાને તો તેનું ઉદર પ્રત્યક્ષ વિષ્ઠા-મૂત્રથી ભરેલી હાંડલી ભાસે છે. બાહ્યદૃષ્ટિવાળા (વિજાતીયના) શરીરને સૌંદર્યના તરંગોથી પવિત્ર જુએ છે. તત્ત્વદૃષ્ટિવાળા તો તેને કૂતરા-કાગડાઓને ભક્ષણ કરવા યોગ્ય અને કૃમિઓના સમૂહથી ભરેલું જ દેખે છે.” આવી તત્ત્વદૃષ્ટિને = આરોપશૂન્યવતુ-સ્વરૂપગ્રાહક દષ્ટિને મેળવવા સતત પોતાના શુદ્ધ આત્મામાં જ વસવાટ કરવો. આ જ અભિપ્રાયથી મહોપાધ્યાયજી નયોપદેશવ્યાખ્યામાં જણાવે છે કે “જેને રાગાદિથી છૂટવાની તીવ્ર ઝંખના છે, તે સાધકે બીજું બધું પૂરેપૂરું છોડીને પોતાના આત્મામાં જ વસવું જોઈએ.” તેથી પોતાના જ શુદ્ધ ચિન્મય સ્વરૂપમાં આત્માર્થી સાધકે