SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત ત્યારે આત્માના તાત્ત્વિક પરિપક્વ સુખનો યોગી સાક્ષાત અનુભવ કરે છે. આ જ અભિપ્રાયથી યોગસારમાં જણાવેલ છે કે જ્યારે ચિત્ત મૃતપ્રાય હોય, જ્યારે કાયા મૃતપ્રાય હોય તથા જ્યારે ઈન્દ્રિયોનો સમૂહ મૃતપ્રાય હોય ત્યારે પરિપક્વ સુખ અનુભવાય.” આમ કાયા પણ જ્યાં કાલ્પનિક લાગે તેવા અમનસ્કયોગનો પ્રાદુર્ભાવ થતાં સકલ વિકલ્પની કલ્પનાસ્વરૂપ વાદળના ઢગ રવાના થવાથી યોગી લ્પનાતીત અને અનંતાનંદમય એવા આત્મતત્ત્વસ્વરૂપ સૂર્યના સતત સાક્ષાત દર્શન કરે છે. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “કલ્પનાઓથી રહિત એવા યોગી આત્માનું જે કલ્પનાતીત-કલ્પનાઅગોચર સ્વરૂપ છે, તેને જુએ છે.' : વિકલ્પવાદળમાં વિશ્વાતિ ના કરીએ : અહીં એક વાત ખાસ ખ્યાલમાં રાખવી કે આકાશમાં વાદળા આવે ને જાય. આકાશમાં ધોળા વાદળ પણ આવે અને કાળા વાદળ પણ આવે. વાદળા વરસે પણ ખરા, ને ના પણ વરસે. પરંતુ વાદળના ભરોસે ચાલી ન શકાય. વાદળ ઉપર બેસી ન શકાય. બાકી હાડકાં ભાંગી જતાં વાર ન લાગે. એ જ રીતે વિકલ્પ અને વિચારો પણ વાદળ જેવા છે. ચિત્તાકાશમાં તે આવે ને જાય. તે પ્રશસ્ત પણ હોય ને અપ્રશસ્ત પણ હોય. તે સફળ પણ બને અને ક્યારેક નિષ્ફળ પણ બને. પરંતુ તેવા વિકલ્પ-વિચારસ્વરૂપ વાદળના ભરોસે મોક્ષમાર્ગે ચાલી ન જ શકાય કે લાંબા સમય સુધી તેમાં 0 રોકાણ-વિસામો કરી ન જ શકાય. તેવી વિશ્રાન્તિ કરવી યોગ્ય ન ગણાય. અતીત કાળના દર્દમય અનિષ્ટ સંસ્મરણોમાં અને અનાગત કાળની મહત્ત્વાકાંક્ષાપૂર્ણ અનાત્મગોચર કલ્પનામાં ડૂબી જવું, પરમ ર નિશ્ચિતતાથી રસપૂર્વક ખોવાઈ જવું, વિશ્વાસપૂર્વક વિચારવાયુમાં વિલીન થઈ જવું તે ખરેખર વિકલ્પના . વાદળ ઉપર આસન જમાવીને વિશ્રામ કરવા જેવું જ છે. તેનાથી આત્માના સાધનાસ્વરૂપી હાડકાંઓનો છે ઘણી વાર ચૂરેચૂરો થઈ ગયેલો છે. સાધનાના હાડકાંને ખોખરા કરનારી આવી વિકલ્પવિશ્રાન્તિથી સર્યું. વિકલ્પવાદળની પેલે પાર દૃષ્ટિ કરીએ ૪ ખરેખર જે વિવેકી માણસ છે, તે ઘનઘોર વાદળાઓની હારમાળામાં વિશ્રામ પણ નથી કરતો કે તેને જોવામાં ખોટી પણ નથી થતો. વિવેકી માણસ વાદળોને જોવાની પ્રવૃત્તિથી અટકીને વાદળોની પેલે પાર આકાશમાં રહેલા એવા ઉગતા પ્રતાપી સૂર્ય, સૌમ્ય ચન્દ્ર, ઝળહળતા પ્રહ, નમણા નક્ષત્ર અને ચમકતા ટમટમતા તારલાઓને જોવા દ્વારા પોતાની બન્ને આંખોને વધુ તેજસ્વી બનાવે છે. વાદળાની આસપાસ કે વાદળાની વચ્ચે દેખાવા છતાં પણ વાસ્તવમાં વાદળાની પેલે પાર રહેલા ઉગતા બાલરવિ વગેરેના દીર્ઘકાલીન દર્શન (eત્રાટક) દ્વારા જેમ વિવેકી માણસ પોતાની આંખને વધુ વેધક-તીક્ષ્ણ બનાવે છે, તેમ “દેહ-ઇન્દ્રિય-મન વગેરેથી આત્મા જુદો છે' આવા વિવેકજ્ઞાનને ધરાવનાર આત્માર્થી સાધક પણ સારા-નરસા વિકલ્પ-વિચારસ્વરૂપ વાદળાના ઢગલાની વચ્ચે અટવાયા વિના, તેને જોવા-જાણવા -માણવામાં ખોટી થયા વિના, તેમાં વિશ્રામ કર્યા વિના, વિકલ્પવાદળની આસપાસ જણાવા છતાં પણ વિકલ્પવાદળની પેલે પાર ચિદાકાશમાં રહેલા એવા (૧) સમ્યગુ મતિજ્ઞાનરૂપી ટમટમતા તારલા, (૨) વિશદ શ્રુતજ્ઞાનસ્વરૂપ નમણા નક્ષત્રો, (૩) પરમાવધિજ્ઞાન વગેરે સ્વરૂપ ઝળહળતા ગ્રહો, (૪) મન:પર્યવજ્ઞાનાત્મક સૌમ્ય ચંદ્ર તથા (૫) કેવલજ્ઞાનસમાન ઉગતો પ્રચંડ સૂર્ય - આ પાંચના, પોતાના અનુભવજ્ઞાનરૂપી પ્રજ્ઞા વડે, નિરંતર સબહુમાન દર્શન કરીને પોતાના વિવેકજ્ઞાનને અને વિવેકદષ્ટિને
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy