SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૬/૭)] ૫૪૭ (= સમ્યગ્દર્શનને) વધુ વેધક, તીક્ષ્ણ, તેજસ્વી અને નિર્મળ બનાવે છે. મતિજ્ઞાનાદિમાં વણાયેલી સહજ, નિર્વિકલ્પ, નીરવ, નિજ શુદ્ધ ચેતનામાં જ સાધકની રુચિ ઉપાદેયપણે અત્યંત દૃઢ બને છે. \/ વિકલ્પ-પુણ્ય-શક્તિ વગેરે માત્ર જ્ઞેય છે, ઉપાદેય નહિ મતિજ્ઞાનાદિની સાથે સંકળાયેલા વિકલ્પ-વિચારાદિઓ યોગી માટે ઉપાદેય = ગ્રાહ્ય નહિ પણ માત્ર જ્ઞેય બને છે. તેથી જ ક્વચિત્ પ્રયોજનભૂત એવા પ્રશસ્ત વિચારવાદળની વચ્ચે શુદ્ધ ચૈતન્યરૂપી સૂર્યના તેજસ્વી કિરણોના સહારે સર્જાતા એવા કુશલાનુબંધી પુણ્યસ્વરૂપ સપ્તરંગી મેઘધનુષ્ય પણ યોગી માટે માત્ર દર્શનીય-શેય જ બની રહે છે, ઉપાદેય નહિ. પ્રશસ્ત વિચારરૂપી વાદળની આસપાસ સંધ્યાના કે ઉષાના સોનેરી-રૂપેરી-ગુલાબી પ્રકાશસ્વરૂપે પ્રગટેલી શાસનપ્રભાવક શક્તિ, લબ્ધિ, સિદ્ધિ, ઋદ્ધિ વગેરેના પણ અપ્રમત્ત ચારિત્રધર યોગી માત્ર જ્ઞાતા-દષ્ટા-અસંગ સાક્ષી જ બની રહે છે, કારણ કે તેમને માન-સન્માન-પ્રસિદ્ધિ વગેરે અત્યંત તુચ્છ લાગે છે. ‘પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ ભૂંડણની વિષ્ટા જેવી છે' - આ પ્રમાણે નારદપરિવ્રાજક ઉપનિષમાં અને સંન્યાસગીતામાં જે જણાવેલ છે, તે વચન તેઓની રગે -રગમાં પૂરેપૂરું પરિણમી ગયેલ હોય છે. ધ્યા પ્રભાદૃષ્ટિનો પ્રકર્ષ સાતમી પ્રભા દૃષ્ટિમાં રહેલા તે યોગીઓનું અનુષ્ઠાન સમાધિસ્થ જ હોય છે. તેમના સાન્નિધ્યમાં બીજા હિંસક-વૈરી જીવોના પણ વૈરાદિ ભાવો શાંત થાય છે. આ રીતે અસંગ ભાવથી યથોચિત રીતે પરોપકાર પણ સાતમી પ્રભા દૃષ્ટિમાં નિરાબાધપણે પ્રવર્તે છે. જો તેમને શિષ્યાદિ હોય તો શિષ્યાદિને અ અસંગભાવથી અવસરે વાચના વગેરે આપવા સ્વરૂપ ઉચિત પ્રવૃત્તિ પ્રવર્તે છે. તેમજ તેમની જે કોઈ પણ ક્રિયા હોય તે સારી જ હોય છે, અમોઘ જ હોય છે, પોતાની ભૂમિકાને અનુરૂપ જ હોય છે તથા અનાસક્ત ચિત્તથી જ તે સન્ક્રિયા પ્રવર્તતી હોય છે – તેમ જાણવું. ‘આત્મસ્વરૂપમાં જ અત્યંત નિશ્ચલ અને ચો પરમઆનંદવાળું ચિત્ત એ સુલીન કહેવાય’ - આવું યોગશાસ્ત્રમાં જણાવેલ છે. તે સુલીન ચિત્ત પરમાર્થથી અહીં પ્રગટે છે. પ્રભા નામની સાતમી યોગદૃષ્ટિમાં પ્રવૃત્તચક્ર યોગીના આત્મવિકાસની આવી પરાકાષ્ઠા જાણવી. યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પ્રવૃત્તચક્ર નામના યોગીનું વર્ણન કરેલ છે. ૢ આઠમી યોગદૃષ્ટિ ‘પરા'ને સમજીએ 0 છે છેલ્લી આઠમી ‘પરા’ નામની યોગદૃષ્ટિ છે. (A) ‘દેહ-વચન-મન-કર્મ-પુદ્ગલાદિથી પોતાનો આત્મા અત્યન્ત નિરાળો છે, જુદો છે, છૂટો છે’ - આવા ભેદવિજ્ઞાનની પરિણતિ ત્યારે યોગીને અત્યંત પરિપક્વ, અતિસુદૃઢ અને વિશુદ્ધ બની ચૂકેલ હોય છે, આત્મસાત્ થયેલ હોય છે. તેમજ આગળ જણાવવામાં આવશે તે (B) ગુણવૈરાગ્ય પરવૈરાગ્ય (= શ્રેષ્ઠવૈરાગ્ય) પણ તેમના અંતરમાં ઝળહળતો હોય છે. આ બન્ને ઉમદા, ઉત્તમ અને ઉદાત્ત એવા દુર્લભતમ તત્ત્વોના પ્રભાવે = (૧) કામભોગ, ભોગસુખ, ઈન્દ્રિયસુખ વગેરેથી તેઓ અત્યન્ત વિરક્ત થયા હોય છે. (૨) શાસનપ્રભાવનાદિ બાહ્ય પ્રવૃત્તિનો પણ તેઓને મોહ-વળગાડ નથી જ હોતો. (૩) કાયયોગ વગેરેની ચંચળતા, પરિવર્તનશીલતા વગેરે પણ તેમને પસંદ નથી હોતી. (૪) મનના સંકલ્પ, વિકલ્પ, વિચાર આદિ પ્રત્યે આંશિક પણ આકર્ષણ હોતું નથી. S
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy