SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-૫યાર્યનો રાસ + ટબો (૧૬/૭)]. ૫૪૫ દષ્ટિનું નિરૂપણ કરતાં જણાવેલ છે કે “પ્રભા દૃષ્ટિમાં પ્રાયઃ વિકલ્પને અવસર નથી હોતો. તેથી પ્રશમપ્રધાન સુખ અહીં હોય છે.” અનંત આનંદમય આત્મસ્વરૂપની ઝાંખી કરાવનારા ધ્યાનથી તે સુખ ઉત્પન્ન થતું હોવાથી તે જ તાત્ત્વિક સુખ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જ પ્રભા દૃષ્ટિના નિરૂપણમાં આ વાત કરી છે. પ્રભા દૃષ્ટિમાં વર્તતા યોગીને પુણ્યસાપેક્ષ સુખ પોતાના અંતરમાં દુઃખસ્વરૂપે પ્રતીત થાય છે. કારણ કે તે પરાધીન છે, આત્મભિન્ન પુણ્યકર્મને આધીન છે. પરાધીન હોવું એ જ તો દુઃખની આગવી ઓળખ છે. આ વાત યોગદૃષ્ટિ સમુચ્ચયમાં સ્પષ્ટ કરેલ છે. પૂજ્ય રત્નવિજયજી મહારાજે ઋષભ જિનેશ્વર સ્તવનમાં આ અંગે નીચેના શબ્દોમાં ઈશારો કર્યો છે. સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મોક્ષ રે; કર્મજનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાંખ..જગગુરુ પ્યારો રે.” ધ્યાનના ફળ સ્વરૂપે પુનર્ભવની પરંપરા વગેરેનું કારણ બનનારા અશુભ અનુબંધોનો વિચ્છેદ થાય છે, સાધનામાં ચિત્તની સ્થિરતા વગેરે પ્રાપ્ત થાય છે. યોગબિંદુ, ધાત્રિશિકા પ્રકરણ વગેરેમાં આ એ બાબત સ્પષ્ટપણે જણાવેલ છે. શ્રીહરિભદ્રસૂરિજીએ બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચયમાં જે વિદ્યાજન્મની પ્રાપ્તિ જણાવી છે, તે આ અવસ્થામાં = પ્રભા દૃષ્ટિમાં તાત્ત્વિક જાણવી. શુક્લજ્ઞાન ઉપયોગનો પ્રભાવ પિછાણીએ આ પરમાત્માનું ધ્યાન અહીં પ્રકૃષ્ટ રીતે આત્મામાં પરિણમે છે. તેના લીધે યોગીમાં શુક્લજ્ઞાન ઉપયોગ જીવંત બને છે, રાગાદિશૂન્ય જ્ઞાનોપયોગ ધબકે છે, શુદ્ધોપયોગ ઉછળે છે, શુક્લધ્યાનપ્રાપક જ્ઞાનોપયોગ આ સક્રિય બને છે. તેના બળથી મોહનીયાદિ કર્મનો અત્યંત ઉચ્છેદ થાય છે. તેથી યોગી એકદમ મુક્તિપદની આ નિકટ પહોંચી જાય છે. રાગાદિમુક્ત નિજ શાશ્વત શુદ્ધચૈતન્યસ્વરૂપ તેની સામે નજરાયા કરે છે. આ છે બાબત ષોડશક ગ્રંથ મુજબ અહીં સમજી લેવી. તથા યોગદષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ વર્ણવેલ વી. શાસ્ત્રયોગઅહીં પરાકાષ્ઠાને પામેલો જોવા મળે છે. ઉન્મનીભાવસાધક જ્ઞાનયોગનો આવિર્ભાવ થa આ રીતે અહીં ઉન્મનીભાવને સાધનારો જ્ઞાનયોગ ચોતરફ શુદ્ધ થતો જાય છે. અહીં તાત્પર્યનું અનુસંધાન કરીને અધ્યાત્મસારની એક કારિકાનું સંયોજન કરવું. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “શુદ્ધ ચેતનાના અખંડ પિંડ સ્વરૂપ આત્મામાં જ કેવળ આનંદની અનુભૂતિ કરવા સ્વરૂપ જ્ઞાનયોગ એ જ વિશુદ્ધ તપ છે. તેના લીધે ઈન્દ્રિયના વિષયોમાંથી અંતઃકરણ ઉપર ઉઠી જાય છે, બહાર નીકળી જાય છે. આવા ઉન્મનીભાવને જ્ઞાનયોગ લાવે છે. તેથી તે જ્ઞાનયોગ મોક્ષસુખનો સાધક છે.” હS અમનરક દશામાં કાચા પણ કલ્પિત લાગે 69 જ્યારે ઉન્મનીભાવ પ્રગટે ત્યારે જાણે કે ઈન્દ્રિયો મરી પરવારેલી હોય તેવું સાધકને જણાય છે. તથા જ્યારે અમનસ્ક દશાનો ઉદય થાય ત્યારે કાયા મરી પરવારેલી હોય તેવું યોગીને લાગે છે. પ્રસ્તુતમાં યોગશાસ્ત્રની એક કારિકાની વિભાવની કરવી. ત્યાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “અમનસ્ક દશાનો ઉદય થાય ત્યારે યોગીને પોતાનું અતિનિકટ એવું પણ શરીર જાણે કે પોતાનાથી છૂટું પડી ગયેલું હોય, બળી ગયેલું હોય, ઉડી ગયેલ હોય, ઓગળી ગયેલ હોય, જાણે કે કાલ્પનિક હોય તેવું લાગે છે.”
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy