SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત @ નિરપાય નૈઋયિક સાનુબંધ યોગને મેળવીએ છે પરમ ઉદાસીન અંતરંગ પરિણતિના પ્રભાવથી તથા રાગાદિમુક્ત નિજ ચૈતન્યસ્વરૂપને સદા માટે અનાવૃત કરવાની એક માત્ર અભિલાષાથી નિરપાય = નિર્વિન નૈૠયિક (= નિશ્ચયનયમાન્ય તાત્ત્વિક) સાનુબંધ યોગને સાધક મેળવે છે. યોગબિંદુ, ધાત્રિશિકા પ્રકરણ વગેરે ગ્રંથોમાં સાનુબંધ યોગનું વર્ણન મળે છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના માહાભ્યના જ્ઞાનથી આત્મા અત્યન્ત ભાવિત થાય છે, વાસિત થાય છે, સુવાસિત થાય છે. ચિત્તવૃત્તિપ્રવાહ પણ દઢપણે નિજસ્વરૂપવિષયક અનુભૂતિથી વણાઈ જાય છે. સાધક ભગવાનને પોતાની અંદર નિરંતર સહજપણે પરમજ્યોતિના દર્શન થાય છે = શુદ્ધ ચૈતન્યપ્રકાશનો અનુભવ થાય છે, પૌગલિક પ્રકાશથી રહિત એવા પ્રકાશનો પ્રતિભાસ થાય છે. અપરોક્ષ સ્વાનુભૂતિમાં તેઓ ગળાડૂબ રહે છે. તેથી શાસ્ત્રવાસનાને છોડીને એ શાસ્ત્રસંન્યાસને સ્વીકારે છે. પોતાના ચૈતન્યપટ ઉપર, ચૈતન્યસ્વભાવમાં કેવળ નિષ્કષાયતા, નિર્વિકારિતા, અનુપમ સમતા, નિરાવરણ વીતરાગતા, પરમ તૃપ્તિ, પ્રકૃષ્ટ શીતલતા, પ્રગાઢ શાન્તિ, પરિપૂર્ણ આનંદ, સહજ સમાધિ, 3 સંપૂર્ણ સ્વસ્થતા વગેરે અનુભવાય છે. પોતાને જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અનુભવાય છે, તેના પ્રત્યે અંતરંગ આ પ્રીતિ, પરમ ભક્તિ, સ્વાભાવિક આદરભાવ, પ્રકૃષ્ટ બહુમાનભાવ વગેરેના બળથી સર્વત્ર, સર્વદા, * સતત નિજસ્વભાવનું અનુસંધાન ટકે છે તથા રાગાદિ વિભાવપરિણામો અત્યંત પાંગળા બની જાય છે, વિકલ્પો માયકાંગલા થઈ જાય છે. સમ્યફ અને પ્રબળ યોગદશા અહીં પ્રગટે છે. # વિભિન્ન યોગદૃષ્ટિમાં રવાનુભવની તરતમતાનો વિચાર # આ ગ્રંથિભેદની પૂર્વે મિત્રા-તારા-બલા-દીપ્રા આ ચાર યોગદૃષ્ટિમાં શુદ્ધ આત્મતત્ત્વનો જે અનુભવ થાય શું છે, તે વહેલી સવારે ભડ-ભાંખરાના પ્રકાશ જેવો, ઉષાના પ્રકાશ જેવો, અરુણોદય વગેરેની પ્રભા - જેવો જાણવો. ગ્રંથિભેદ પછી સ્થિરા દૃષ્ટિમાં શુદ્ધ આત્મતત્ત્વનો જે અનુભવ થાય છે તે સૂર્યોદયકાલીન પ્રકાશ જેવો સમજવો. કાંતા દૃષ્ટિમાં તે અનુભવ સવારે નવ વાગ્યાની આસપાસના સમયે જેવો સૂર્યપ્રકાશ છે! હોય તેવો સમજવો. તથા પ્રભા દૃષ્ટિમાં તે સ્વાનુભવ મધ્યાહ્ન કાળના સૂર્યપ્રકાશ સમાન અત્યંત સ્પષ્ટ બને છે. (૧) જેમ-જેમ મોશે પહોંચવાનો પોતાનો કાળ પાકતો જાય, પરિપક્વ બનતો જાય, (૨) નિજ સ્વભાવ સુધરતો જાય, (૩) મોક્ષપ્રાપક ભવિતવ્યતા અનુકૂળ બનતી જાય, (૪) પોતાના કર્મો હળવા થતા જાય અને (૫) સાધનાનો તાત્ત્વિક પુરુષાર્થ પ્રબળ થતો જાય, તેમ-તેમ તેના લીધે નિજજ્ઞાન સ્પષ્ટ થતું જાય. તથા જેટલા-જેટલા અંશે પોતાનો આત્મા પ્રગટેલો હોય તે નિર્મળ થતો જાય છે. જ્ઞાનની આ સ્પષ્ટતા તથા પોતાના પ્રગટ આત્મતત્ત્વની નિર્મળતા - આ બે જ તત્ત્વને શુદ્ધ આત્મતત્ત્વનો અત્યંત પારદર્શક અનુભવ કરવામાં મુખ્યપણે નિયામક જાણવા. તે બન્ને તત્ત્વો જેમ જેમ બળવાન થતા જાય, વિકસતા જાય તેમ તેમ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ વધુ ને વધુ પારદર્શક થતો જાય છે. આ કારણે મિત્રા વગેરે યોગદષ્ટિઓમાં થતા સ્વાનુભવની પારદર્શકતામાં તફાવત-તરતમભાવ પડે છે. # તાત્વિક સુખ ધ્યાનજન્ય જ અહીં પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રભા જેવો પોતાના આત્મસ્વરૂપનો બોધ હોય છે. તે હંમેશા શુદ્ધ આત્માના નિશ્ચલ ધ્યાનને પ્રગટાવે છે. યોગદૃષ્ટિ સમુચ્ચય સ્વપજ્ઞવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પ્રભા
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy