SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ +ટબો (૧૬/૭)]. ૫૪૩ શાંત સાક્ષીભાવે, પરમ ઉદાસીન પરિણામથી દેહાદિભાવોથી ઉપર ઉઠીને જુએ છે. તેથી કર્મોદયધારાના વળતા પાણી થાય છે. કર્મોદયધારા ત્રુટક થાય છે, શિથિલ બને છે, નિર્બળ બને છે. “તેરવત, તેવતા નાવતિ દે' - આ સમીકરણ અહીં સાકાર થાય છે, સાર્થક બને છે. પાપકર્મ બાંધવાનું સામર્થ્ય = કર્મકર્તુત્વશક્તિ તથા કર્મના ઉદયમાં લીન થવાની, રસપૂર્વક ભળવાની પાત્રતા = કર્મભોજ્વત્વશક્તિ અત્યંત ઘટતી જાય છે. સોપક્રમ કર્મોની નિર્જરા થતી જાય છે. નિકાચિત કર્મ ભલે રવાના ન થાય પણ નિકાચિત કર્મના અશુભ અનુબંધો તો સાવ ખલાસ થઈ જાય છે. ભગવતીસૂત્રમાં દર્શાવેલ “યતનાવરણીય કર્મનો દઢ ક્ષયોપશમ થાય છે. યતનાવરણીય કર્મ એટલે વિશિષ્ટ પ્રકારનું ચારિત્ર પાળવાની આત્મશક્તિને અટકાવનારા કર્મ. તેમાં સાનુબંધપણે ધરખમ ઘટાડો થાય છે. જ ભાવપ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા વગેરેના બળે વિભાવાદિથી છૂટકારો જ યતનાવરણીય કર્મનો દઢ ક્ષયોપશમ થવાના લીધે ભાવચારિત્રને અણિશુદ્ધપણે પાળવા માટે પ્રબળ વર્ષોલ્લાસ ઉછળે છે. તેના લીધે હવે સાધક ભગવાન નિરંતર (૧) ભાવપ્રાણાયામમાં લીન બને છે. (A) અશુદ્ધ (પ્રશસ્ત-અપ્રશસ્ત ઉભય) ભાવોનું રેચન = ત્યાગ, (B) શુદ્ધભાવનું પૂરણ = ગ્રહણ અને જળ (C) કુંભન = સ્થાપન એ અહીં ભાવપ્રાણાયામ સમજવો. (૨) તેમજ (A) બિનજરૂરી વિષયોમાં ઈન્દ્રિયો ધ્યા પ્રવર્તે નહિ તથા (3) જરૂરી વિષયોમાં કે (C) અચાનક ઉપસ્થિત થયેલા શબ્દાદિ વિષયોમાં ઈન્દ્રિયો પ્રવર્તે તો પણ તેમાં રાગ-દ્વેષ ન થાય તેવો ઈન્દ્રિયોનો પ્રત્યાહાર અહીં નિરંતર પ્રવર્તે છે. તથા (૩) ઈલ પોતાના પરમાત્મસ્વરૂપમાં સાધક સતત અંતઃકરણને સ્થાપિત કરે છે. આવી ધારણા પણ સતત પ્રવર્તે છે, છે. આવી ધારણા પ્રબળ થતાં નિજ પરમાત્મસ્વરૂપનું ધ્યાન પ્રવર્તે છે. અસંગ અનુષ્ઠાન પણ સતત એમ પ્રવર્તે છે. આ રીતે સતત, સર્વત્ર ભાવ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અસંગ અનુષ્ઠાન આદિના ઇ કારણે ઉદાસીનભાવ તમામ પ્રકારે પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યારે પોતાના શબ્દો, વિભાવ, વિકલ્પ વગેરેથી પણ પોતાનું આત્મદ્રવ્ય અત્યન્ત છૂટું છે - તેવું સાધક ભગવાન અપરોક્ષપણે વારંવાર અનુભવે છે. ઘા તેથી તે “હું અખંડાનંદમૂર્તિ છું - આવી સ્વાનુભૂતિના સાગરમાં ડૂબી જાય છે. a ઉદાસીનપરિણતિ તત્ત્વદર્શનબીજ છે આ જ અભિપ્રાયથી શ્રીવિજયસિંહસૂરિજીએ સામ્યશતકમાં જણાવેલ છે કે “ઉદાસીનતા એ અધ્યાત્મઉપનિષદૂનું બીજ છે. તેને જરા પણ મંદ કર્યા વિના જે સાધક આત્મભિન્ન બીજું કશું પણ ન જુએ, તે જ સાધક આત્માનું સહજ શુદ્ધસ્વરૂપ જુએ.' શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં પણ જણાવેલ છે કે “ઔદાસીન્ય પરિણતિમાં પરાયણ = મગ્ન બનેલા સાધકને તે આત્મતત્ત્વ સ્વયમેવ પ્રકાશે છે.” મતલબ કે ઉદાસીનતાને ઘટાડે નહિ તે સાધક શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે. જ્યારે ઉદાસીનપરિણતિમાં મગ્ન બનેલા સાધક સમક્ષ તો તે શુદ્ધ આત્મતત્ત્વ જાતે જ અપરોક્ષ સ્વરૂપે પ્રકાશવા માંડે છે. આટલી અહીં વિશેષતા છે, પરંતુ ઉદાસીન પરિણામ એ સ્વાનુભૂતિનો અમોઘ ઉપાય છે, તાત્ત્વિક મોક્ષમાર્ગ છે - આ વાત તો બન્ને સ્થળે સમાનરૂપે જ ફલિત થાય છે. તેથી જ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અમૃતવેલની સઝાયમાં જણાવેલ છે કે દેખીયે માર્ગ શિવનગરનો, જેહ ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતા ચાલીએ, પામીયે જિમ પરમ ધામ રે. ચેતન ! જ્ઞાન અજવાળીએ...” (૨૮)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy