SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૫ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૪/૭)]. . યોગસિદ્ધિફળની પ્રાપ્તિ આ રીતે પ્રતિદિન પ્રશસ્ત પરિણામની પ્રકૃષ્ટ વૃદ્ધિ અહીં ઉપલબ્ધ થાય છે. તે યોગસિદ્ધિના ફળ તરીકે યોગબિંદુ, કાત્રિશિકા પ્રકરણ વગેરેમાં દેખાડેલ છે. “હું દેહાદિથી તદન જુદો, શાશ્વત અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપવાળો આત્મા છું - આ પ્રમાણે પોતાની અપરોક્ષ અનુભૂતિ થવાના લીધે તે સમકિતી સાધક હું શરીર છું - આવી બુદ્ધિસ્વરૂપ દેહવાસનાને સંપૂર્ણતયા છોડે છે. આ વેદસંવેદ્યપદનો પ્રભાવ જાણવો. હેય-ઉપાદેય વસ્તુનું યથાર્થપણે = હેય-ઉપાદેયસ્વરૂપે સંવેદન કરવાની ભૂમિકામાં ગોઠવાઈ જવાનો આ મહિમા છે. વેદ્યસંવેદ્યપદનું બીજું નામ યોગદષ્ટિસમુચ્ચયવ્યાખ્યામાં “સવૃત્તિપદ' જણાવેલ છે. હજ ભોગચેષ્ટા શરમજનક . તમોગ્રંથિનો અત્યંત ભેદ થવાના લીધે ચક્રવર્તી વગેરેના ભોગસુખસ્વરૂપ એવી પણ તમામ સાંસારિક ચેષ્ટા તેને બાળક ધૂળમાં ઘર બનાવીને રમત રમે તેવી લાગે છે. કારણ કે ધૂળ જેમ સ્વભાવથી અસુંદર છે તથા અસ્થિર છે તેમ ભોગસુખો સ્વભાવથી જ ખરાબ તથા અસ્થિર છે. તેથી તેવી ભોગચેષ્ટા તેને એ શરમ માટે બને છે. મતલબ કે ચક્રવર્તી વગેરેના ભોગસુખો મળી જાય તો પણ તેને તેવી પ્રવૃત્તિમાં , શરમ આવે છે. સ્થિરાદષ્ટિમાં વર્તતા સમકિતીને પોતાની અંદર એવો પ્રતિભાસ થાય છે કે “આ કામભોગો ળા (A) મોહજન્ય છે, (B) મોહના હેતુ છે, (C) મોહસ્વરૂપ-અજ્ઞાનસ્વરૂપ છે, (D) મૂઢતાના અનુબંધવાળા (di છે, (E) સંક્લેશજન્ય છે, (F) સંક્લેશના જ કારણ છે, (૯) સંક્લેશ સ્વરૂપ છે, (H) સંક્લેશના અનુબંધવાળા છે, (I) તત્કાલ મારનાર ઝેર જેવા છે, (4) દિવસે આવતા સ્વપ્રો જેવા મિથ્યા-આભાસિક આ નિષ્ફળ છે, () ઈન્દ્રજાળની જેમ માયામય-અવિદ્યામય છે, (L) અત્યંત ક્રોધે ભરાયેલા સાપની ફેણના, ફ્લાવા જેવા એકાન્ત અનર્થદાયી છે, (M) દારુણ વિપાકવાળા છે, (N) પગની અંદર ખેંચી ગયેલા ઝેરી છે કાંટા જેવા અંદરમાં સતત ભોંકાય છે, (0) અતિદીર્ઘ ભવભ્રમણનું કારણ છે, (P) અનેક વાર અનેક ય પ્રકારની દુર્ગતિને દેનારા છે, (2) સેંકડો દોષોથી ખદબદતા છે, (R) ક્ષણભંગુર છે, (S) પાપના ઉદયમાં શરણ બનનારા નથી, (T) કેળાના ઝાડના થડના મધ્યભાગની જેમ પોકળ છે, દમ વિનાના છે, અસાર છે, (U) અશુચિ-અપવિત્ર છે, જે સર્વથા ત્યાજ્ય છે, (M) મોટા બંધનસ્વરૂપ છે, () અનંત આનંદાદિ આત્મવિભૂતિને ઠગનારા છે, લૂંટનારા છે, (Y) ભડભડતા દાવાનળ સમાન છે, (2) અનાત્મસ્વરૂપ છે. આ કામભોગો મારું સ્વરૂપ નથી.” વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી સ્થિરા દષ્ટિમાં આવો પ્રતિભાસ અંદરમાં એકદમ સ્પષ્ટપણે થતો હોય છે, સહજપણે થતો હોય છે, પરોપદેશ વિના પણ થતો હોય છે. 9 માત્ર જ્ઞાનજ્યોત પારમાર્થિક હS પોતાના અંદરમાં સ્પષ્ટપણે પ્રતીયમાન કેવળ શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ પરંજ્યોતિ જ પરમાર્થસત્ સ્વરૂપે લાગે છે. શુદ્ધ જ્ઞાનજ્યોત જ તાત્વિકપણે અનુભવાય છે. તે સિવાયના સંકલ્પ, વિકલ્પ, ચિંતા, આશા, સ્મૃતિ, કલ્પના, આંતરિક બબડાટ વગેરે તેને બ્રાન્ત લાગે છે. બ્રમવિષય તરીકે જણાય છે. તેથી જ સ્થિરા દષ્ટિને આશ્રયીને કાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “સ્થિરા દૃષ્ટિમાં માત્ર જ્ઞાનસ્વભાવસ્વરૂપ શ્રેષ્ઠજ્યોતિરૂપ આત્મા જ તત્ત્વરૂપે (= પરમાર્થ સ્વરૂપે) જણાય છે. તે સિવાયનું બધું વિકલ્પશપ્યા ઉપર આરૂઢ થયેલું ઉપદ્રવસ્વરૂપે, ભ્રાન્તરૂપે જણાય છે.”
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy