SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત આ સ્થિરાદૃષ્ટિનો પ્રકર્ષ : આ રીતે સાધકનું અંતઃકરણ સંવેગ-નિર્વેદથી વણાયેલું હોય છે. તેથી તે (૧) મોહના અનુબંધોને અત્યંત શિથિલ કરે છે. (૨) પુત્રાદિ પ્રત્યેના સ્નેહના બંધનોને તોડે છે. (૩) કુશલ અનુબંધવાળી પ્રજ્ઞાને દઢપણે ભાવિત કરે છે. (૪) મોહની ધૂળને ખંખેરી નાંખે છે. (૫) સંસારની વિકૃતિઓની સમાલોચના મધ્યસ્થભાવે કરે છે. (૬) મૂઢતાને અત્યંત ફેંકી દે છે. (૭) મોહચેષ્ટાને ઘટાડે છે. (૮) ભોગસુખ વગેરેના સંક્લેશમાંથી આપમેળે જ પાછો ફરે છે. (૯) પ્રશાંત દશાને સ્વીકારે છે. (૧૦) તત્ત્વોને તાર્કિક રીતે વિચારે છે. (૧૧) યોગસાધનામાં નામર્દાનગીને મૂળમાંથી ઉખેડી નાંખે છે. (૧૨) મોહશત્રુ પ્રત્યે પરાક્રમને પ્રગટ કરે છે. (૧૩) કર્મમલને દૂર કરે છે. (૧૪) ભવપરંપરાને છેદે છે. (૧૫) કુશળ પરિણામને ચોતરફથી વધારે જ રાખે છે. (૧૬) અવિદ્યાજન્ય વિકલ્પોના સારી રીતે ચૂરેચૂરા કરી નાંખે છે. (૧૭) કામવાસના સંબંધી ઉપાદેયબુદ્ધિને ફાડી નાંખે છે. (૧૮) ઉત્કટ રાગ -દ્વેષ વગેરેને પોતાની તાકાતથી ભેદી નાંખે છે. (૧૯) કર્મને આત્મઘરમાં ઘૂસવાના દરવાજાઓને પોતાની એ પ્રજ્ઞાથી વિશેષ રીતે નીરખે છે. (૨૦) પોતાના નિરુપાધિક = સ્વાભાવિક ચૈતન્ય સ્વરૂપનું અનુસંધાન ક, કરીને સતત પોતાની જાતને સિદ્ધસ્વરૂપની સાથે, મોક્ષની સાથે જોડે છે. (૨૧) તેથી જ તેની કામભોગાદિ * સંબંધી પ્રવૃત્તિમાં પણ અત્યંત સંકલેશ મુખ્યપણે વણાયેલો નથી હોતો. પરંતુ તથાવિધ ભોગકર્મના ઉદયથી {0} આવી પડેલા પરિણામ માત્રથી જ તેની બાહ્ય આકારમાત્ર સ્વરૂપે - કેવળ દેખાવરૂપે કામભોગાદિની પ્રવૃત્તિ હોય છે. તથા અકુશળ અનુબંધથી તે રહિત હોય છે. મતલબ કે સમકિતીની કર્મોદય પ્રેરિત ૨એ ભોગપ્રવૃત્તિના ખરાબ અનુબંધ પડતા નથી. નિર્મળ સમ્યગ્દર્શનથી વણાયેલી સ્થિરા દૃષ્ટિનો આ પ્રકર્ષ તો સમજવો. અહીં સમ્યગું યોગદૃષ્ટિ હોય છે પણ યોગદશા પ્રાયઃ નથી હોતી. આ વાત ધ્યાનમાં લેવી. ક કાન્તાદૃષ્ટિની કાન્તિને ઓળખીએ કે ત્યાર બાદ યોગી “કાંતા' નામની છઠ્ઠી યોગદષ્ટિમાં પ્રવેશે છે. ત્યારે અપ્રશસ્ત એવી મન -વચન-કાયાની પ્રવૃત્તિ ભારબોજરૂપે અનુભવાય છે. સંસારને વેંઢારવો અસહ્ય બને છે. “પોતાનો નિર્વિકલ્પ ચૈતન્યસ્વભાવ જ સારભૂત છે, પરમાર્થ છે' - આવું અંદરમાં પ્રતીત થાય છે. તેથી મન, વચન, કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ પણ કાંઈક અંશે બોજરૂપ લાગે છે. પરમ શાંત નિવૃત્તિમય એવા આત્મદ્રવ્યના પરમાનંદ રસનો આસ્વાદ માણવાથી નિર્મળ સમ્યગ્દષ્ટિનું અંતઃકરણ બાહ્ય પ્રવૃત્તિનો ઈન્કાર કરે છે. અનાદિકાલીન બહિર્મુખી ચિત્તવૃત્તિપ્રવાહ ઉપર આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્યશાસ્ત્રનો પ્રહાર પડે છે. તેથી તે અત્યંત જર્જરિત થાય છે. ચિત્તવૃત્તિની બહારમાં ઉત્સુકતા મરી પરવારે છે. પ્રવૃત્તિરહિત થવાના પ્રણિધાનની તીવ્રતાના લીધે, ન છૂટકે, કર્મોદયના ધક્કાથી પ્રેરાયેલી અનિવાર્ય સાંસારિક પ્રવૃત્તિમાં નીરસપણે નિર્મલસમ્યગ્દર્શની જોડાય છે. પોતાના આત્મદ્રવ્ય તરફ જ ચિત્તવૃત્તિપ્રવાહને સતત વહેવડાવવા સ્વરૂપ આત્મરમણતા માટે નિર્મળ સમ્યગ્દષ્ટિ ઝંખે છે. પોતાના ચૈતન્યસ્વરૂપમાં કરવા માટે તે તડપે છે. કર્માનીત-કલ્પનાતીત-કરણાતીત (= ઈન્દ્રિયાતીત) ચેતનદ્રવ્યમાં લીન થવા માટે તે ઝૂરે છે. પોતાના નિષ્ઠપંચ આત્મસ્વરૂપમાં મગ્ન થવા માટે જ તે મથામણ કરે છે. આવી ઝંખના, તડપન (= શ્રદ્ધા), ઝૂરણા (= સંવેગ), મથામણ (= પ્રયત્ન) વગેરે વધુ ને વધુ સઘન બનતા જાય છે, પ્રકૃષ્ટ બનતા જાય છે. આ રીતે પોતાના પરમાત્મતત્ત્વની જ
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy