SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત બોધ' છે. તે સૂક્ષ્મ બોધના કારણે દેહાદિમાં અહબુદ્ધિ, રાગાદિમાં મમત્વબુદ્ધિ વગેરે નવા-નવા અજ્ઞાનનો સંચય કરવાના સ્વભાવરૂપ અવિદ્યાઆશ્રવનો અત્યંત ઉચ્છેદ થાય છે. તેથી જ સમ્યગ્દષ્ટિ અને તેની જ્ઞાનધારા સર્વ અવસ્થામાં વિશુદ્ધ જ હોય છે. આ અંગે અધ્યાત્મસારમાં આત્મનિશ્ચયઅધિકારમાં જણાવેલ છે કે “સમકિતની પ્રાપ્તિ થયા પછી જ્ઞાનધારા શુદ્ધ જ હોય છે. પરંતુ યોગધારા શુભ-અશુભ એમ વિવિધ પ્રકારે પ્રવર્તે છે. કેમ કે યોગધારાના કારણભૂત કર્મ-નિમિત્તાદિ સતત બદલાતા હોય છે. સમકિતીની જ્ઞાનધારા સદૈવ શુદ્ધ જ હોવાના લીધે બધી ય અવસ્થાઓમાં સમ્યગ્દષ્ટિ આત્મા વિશુદ્ધ જ હોય છે. પરંતુ સમકિતીની યોગધારા = ક્રિયાધારા પરિવર્તનશીલ હોવાથી સમકિતીનો ભાવ = અંતઃકરણનો અધ્યવસાય જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ - એમ તારતમ્ય ધરાવે છે.” સમકિતી પોતાના સિદ્ધપર્યાયની ઉપેક્ષા ન કરે , આ રીતે સર્વ દશામાં વિશુદ્ધ એવા સમ્યગ્દર્શની સાધકને અવિદ્યાઆશ્રવનો ઉચ્છેદ થયેલ હોવાથી પોતાનું આત્મસ્વરૂપ સિદ્ધસમાન જ છે. પોતે સિદ્ધોની નાતનો છે. સિદ્ધનો સાધર્મિક છે' - એવું અંદરમાં 2 સાક્ષાત અનુભવાય છે. પ્રસ્તુતમાં જ્ઞાનસારના શ્લોકનું અનુયોજન કરવું. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “યોગી પુરુષો વિદ્યાનું અંજન પોતાની દૃષ્ટિમાં કરે છે. આવી દૃષ્ટિથી અવિદ્યાસ્વરૂપ અંધકારનો Cી નાશ થતાં તેઓ પોતાના આત્મામાં જ પરમાત્માનું સાક્ષાત્ (= ઈન્દ્રિયાદિની સહાય વિના) દર્શન કરે [ો છે.” સ્વાત્મામાં પરમાત્મસ્વરૂપની અનુભૂતિ જેમ જેમ પ્રકૃષ્ટ થતી જાય, તેમ તેમ “સર્વ જીવો પણ સિદ્ધ તુલ્ય છે' - આવું તેને સ્વતઃ પ્રતીત થાય છે. સર્વ જીવોમાં સિદ્ધપર્યાયની ઉ—ક્ષા-પ્રતીતિ કરવા છતાં રૂપે પણ પોતાના સિદ્ધપર્યાયની તે સમકિતી ઉપેક્ષા કરતો નથી. સતત તે અંદરમાં જ ઠરવાનો પ્રયત્ન કરે છે. તેથી પોતાના શુદ્ધભાવો પ્રગટે છે. આ રીતે અંતર્મુખતા (=નિજઆત્મસન્મુખતા) વગેરેના બળથી છે આ અવસ્થામાં ઈંદ્રિયો શબ્દાદિ વિષયોથી પાછી ફરે છે. આ રીતે અહીં પ્રત્યાહાર પ્રકૃષ્ટ થાય છે. મિથ્યાષ્ટિ ય લોકો જેવા ભાવને અંદરમાં ઉભા કરવા એ લોકપંક્તિ કહેવાય. આવું યોગબિંદુવૃત્તિમાં જણાવેલ છે. તેવી લોકપંક્તિને અંતર્મુખતા, વૈરાગ્યાદિ ભાવોના બળથી જ સમ્યગ્દષ્ટિ સંપૂર્ણપણે છોડે છે. છે. તખલોહપદ ન્યાસ આ આગમમાં પાપના જે ફળ જણાવેલ છે, તેની તેને સારી રીતે શ્રદ્ધા હોય છે. તેથી જ ઘર -દુકાન વગેરેના આરંભ-સમારંભ વખતે પણ પાપભીરુતાના લીધે તેની ચિત્તવૃત્તિ સકંપ હોય છે. તપેલા લોખંડના લાલચોળ ગોળા ઉપર ખુલ્લો પગ મૂકતાં જેવી કંપારી જાગે તેવી કંપારી આરંભ -સમારંભાદિ સમયે તે અનુભવે છે. ત્યારે પણ સંવેગથી ઝળહળતી તેની ચિત્તવૃત્તિ હોય છે. આ વાત યોગદૃષ્ટિ સમુચ્ચય, ધાત્રિશિકા પ્રકરણ વગેરેમાં જણાવેલી છે. સતત વૈરાગ્યભાવના, યોગભાવના વગેરેના બળથી સ્થિરા દૃષ્ટિમાં વર્તતો સમકિતી જીવ ભોગના સંસ્કારોને ઘસી નાંખે છે. આ રીતે તે ભોગસંસ્કારનો ભોગ બનતો નથી પણ ભોગસંસ્કારનો ભોગ લે છે, ભોગસંસ્કારોનું અતિક્રમણ (Overtake) કરે છે. આ વાત કાત્રિશિકા પ્રકરણમાં સ્પષ્ટ છે. સમ્યગ્દષ્ટિ જીવ સતત જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મથી, રાગાદિ ભાવકર્મથી અને શરીરાદિ નોકર્મથી મુક્તિ = છૂટકારો મેળવવા ઈચ્છે છે. તેથી યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “ગ્રંથિભેદ કરનાર સમકિતી જીવનું મન પ્રાયઃ મોક્ષમાં હોય છે અને તન (= શરીર) સંસારમાં હોય છે.' તેથી જ યોગબિંદુમાં દર્શાવેલ તાત્ત્વિક ભાવયોગનો અહીંથી પ્રારંભ થાય છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy