SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૩ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૬/૭)]. જણાવેલ છે કે “D અનુકંપા, (II) અકામનિર્જરા, (II) બાલતપ, (IV) દાન, (૫) ભક્તિસ્વરૂપ વિનય, (VI) વિર્ભાગજ્ઞાન, (VI) સંયોગ-વિયોગ, (VIII) દુઃખ, (ઉત્સાહ, () ઋદ્ધિ, (XI) સત્કાર, (AI) અભ્યત્થાન = ગુરુ આવે ત્યારે ઊભા થવું, (XIII) નમસ્કારાદિસ્વરૂપ તેમનો વિનય, (XX) પરાક્રમ = કષાયમંદતા અથવા સાધુસમીપગમન, (X) સાધુસેવા, (AV) શ્રુતસામાયિક (“શબ્દવા...) - આનાથી સમ્યગ્દર્શનનો, દેશવિરતિનો અને સર્વવિરતિનો લાભ થાય છે.” આ સોળ નિમિત્તમાંથી એકાદ નિમિત્તને તો પ્રસ્તુત દીપ્રાદેષ્ટિવાળા સાધક સારી રીતે અવશ્ય પરિણમાવે છે. ઈ આધ્યાત્મિક અરુણોદયની પરાકાષ્ઠા (૧૪) ત્યાર બાદ “સમરવિ ' ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ પદ્ધતિ મુજબ, વર્ષોલ્લાસના અતિરેકથી કુશલ પરિણામ માર્ગપતિત દશામાં પ્રવિષ્ટ સાધક ભગવાનના અંતરમાં ઉછળે છે. ક્લિષ્ટ કર્મોનો ઢગલો ચલાયમાન થાય છે, પલાયન થાય છે. અનાદિકાલીન મહામોહના સંસ્કારો રવાના થાય છે. અશુભ અનુબંધો તૂટે છે. ત્યારે સાધક ભગવાનના અંતઃકરણમાં આધ્યાત્મિક અરુણોદય પરાકાષ્ઠાને આ પામે છે. ઝળહળતું ચિન્મય આત્મસ્વરૂપ પ્રગટ થવાને થનગને છે. આત્મા સ્વસ્થતા-પ્રસન્નતાને અનુભવે છે. (૧૫) માર્ગપતિત અવસ્થામાં “દીપ્રા નામની ચોથી યોગદષ્ટિ જ્યારે પરમ પ્રકર્ષને પામે છે, ધ્યા ત્યારે સાધક ભગવાનને મોક્ષમાર્ગ પોતાના અંતરમાં જ જણાય છે, બહાર નહિ. તે પણ દઢપણે જણાય ત્ય છે, યથાર્થપણે જણાય છે, સહજપણે જણાય છે તથા સતત જણાય છે. સ સંસારનમસ્કારનો વિરામ & (૧૬) ખાવાની તીવ્ર લાલસા, કાતિલ ભોગતૃષ્ણા, ઉગ્ર કષાયના આવેશ વગેરેમાં હોંશે-હોંશે . લાંબા સમય સુધી ખોવાઈ જતી, ડૂબી જતી, લીન થતી ચિત્તવૃત્તિની ધારા સ્વરૂપ સંસારનમસ્કાર હવે છે મોટા ભાગે અટકે છે. બાહ્ય-અત્યંતર સંસારમાં નીરસતાનું વદન થવાથી તેના તરફ ઝૂકવાનું વલણ યો કઈ રીતે સંભવે? ત્રિવિધ સંસારનું ખેંચાણ, આકર્ષણ જવાથી સંસારનમસ્કાર, સંસારપૂજા વિરામ પામે છે... તાત્વિક વીતરાગનમસ્કારની સ્પર્શના ના (૧૭) પરમ નિષ્કષાય આત્મદ્રવ્ય પ્રત્યે ઊંડો આદરભાવ પ્રગટે છે. પરમ નિર્વિકારી પાવન નિજ સિદ્ધસ્વરૂપને પ્રગટાવવાની પ્રબળ ઝંખના જાગે છે. અંશે-અંશે પ્રગટ થઈ રહેલા શાંત-સુધારસમય નિજ ચેતનદ્રવ્ય પ્રત્યે અનન્ય બહુમાનભાવ ઉછળે છે. (આને પણ અન્ય એક પ્રકારે નિશ્ચયથી સદ્યગાવંચક યોગની પ્રાપ્તિ સમજવી.) પરમ સમાધિથી પરિપૂર્ણ નિજાત્મતત્ત્વનું અદમ્ય આકર્ષણ એના અંતઃકરણમાં ઉદ્ભવે છે. અસંગ, અલિપ્ત, અનાવૃત પોતાના શુદ્ધ ચેતન દ્રવ્યને જ અનુભવવાનો તીવ્ર તલસાટ તરવરાટ અંદરમાં પ્રગટે છે. નિજ આત્મતત્ત્વમાં જ પૂરેપૂરા રસ-કસના દર્શન થાય છે. “સાચી શાંતિ-સમાધિ-પ્રસન્નતા અંદરમાં ઠરવાથી જ મળશે' - તેવી શ્રદ્ધા પ્રબળ થતી જાય છે. અંદરમાં ઠરવા માટે ચિત્તવૃત્તિપ્રવાહ સમ્યક પ્રકારે વેગવંતો બને છે. બહારમાં નીરસતા-વિરસતા વેદાય છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તરફ સાધક ઝૂકે છે. આ એક પ્રકારનો વીતરાગનમસ્કાર જ છે. આ રીતે વીતરાગ ભગવાનને નમસ્કાર કરવાનો ભાવ, ભગવાનની વીતરાગતાને નમસ્કાર કરવાનો ભાવ આત્માર્થીને સ્પર્શે છે. આમ તાત્ત્વિક પ્રશસ્ત “નમો’ભાવની સ્પર્શના કરવા માટે જીવ બડભાગી બને છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy