SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૨. [ અધ્યાત્મ અનુયોગ સહિત ગક ત્રિવિધ પ્રત્યય મુજબ સાનુબંધ સાધના જ (૯) સાનુબંધપણે યોગની સિદ્ધિ કરવા માટે તે સાધક સતત અંદરથી ઝંખના કરે છે. તેથી (I) તેને અંતરમાં જે સાધના કરવાની પ્રબળ ભાવના (= આત્મપ્રત્યય) થાય, (I) તે જ સાધના કરવાની ગુરુ ભગવંત પણ સહજપણે પ્રેરણા કરે છે (= ગુરુપ્રત્યય) તથા (III) તે સાધનામાં જોડાતી વખતે તેને બાહ્ય શુકન-નિમિત્તો પણ સારા મળે છે (= લિંગ પ્રત્યય). આ રીતે સાધનામાં જોડાતી વખતે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય = નિમિત્તપ્રત્યય – આ પ્રત્યયત્રિપુટીની તે અપેક્ષા રાખે છે. શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં આ ત્રણેય પ્રત્યયની છણાવટ કરેલી છે. આ ત્રણેય પ્રત્યયની અપેક્ષા રાખીને તે સાનુબંધ યોગસિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. જે સાધનામાં આ ત્રણ પ્રત્યય વણાયેલા હોય, તે સાધનાની પ્રાયઃ સાનુબંધ સિદ્ધિ થતી હોય છે. પ્રાપ્ત સિદ્ધિ એ અગ્રેતન નવી સિદ્ધિનું બીજ હોવાથી સિદ્ધિઅનુબંધી સિદ્ધિનો પરમાર્થથી અહીંથી (= દીપ્રાદેખિકાલીન માર્ગપતિત દશાથી) જ પ્રારંભ થાય છે. યોગબિંદુ અને ત્રિશિકા ગ્રંથમાં સિદ્ધિઅનુબંધી સિદ્ધિનું વર્ણન વિસ્તારથી ઉપલબ્ધ છે. જ યોગધર્મના સાચા અધિકારી બનીએ છે. યા (૧૦) “ સર્વ કાર્યોમાં ઉચિત આરંભ કરનારા, (I) ગંભીર આશયવાળા, II) અત્યંત - નિપુણબુદ્ધિવાળા, (1) શુભપરિણામવાળા, (V) નિષ્ફળ ન જાય તેવી પ્રવૃત્તિને કરનારા અને (VI) અવસરને જાણનારા જીવો યોગધર્મના અધિકારી છે” - આ પ્રમાણે યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ યોગધર્મના અધિકારીના જે લક્ષણો બતાવેલા છે, તે અહીં બરાબર સંગત થાય છે. તેથી આ સાધકમાં યોગધર્મનો સંપૂર્ણ અધિકાર જાણવો. . (૧૧) “યોગધર્મના અધિકારી (1) પૈર્યથી પ્રવૃત્તિ કરે. (I) સર્વત્ર વસ્તુમાં ભાવી નુકસાનનો ત્યાગ સો કરીને પ્રવૃત્તિ કરે. તથા (W) કાર્યના પરિણામનો લાંબો-ઊંડો વિચાર કરીને પ્રવૃત્તિ કરે” - આ પ્રમાણે યોગબિંદુમાં આ જીવની પ્રવૃત્તિનું જે સ્વરૂપ જણાવેલ છે, તેની પણ પ્રસ્તુતમાં યોજના કરવી. ૪ સમ્યગ્દર્શન મેળવવા તેર ગુણોને પરિણમાવીએ ૪ (૧૨) આ રીતે દીપ્રા નામની ચોથી યોગદષ્ટિનો પ્રકર્ષ થતાં સાધક ભગવાન સમ્યગ્દર્શનપ્રાપ્તિ માટે દર્શનશુદ્ધિ પ્રકરણમાં બતાવેલ તેર ગુણરત્નોને સમ્યફ પ્રકારે ગ્રહણ કરે છે. ત્યાં આ અંગે જણાવેલ છે કે “(1) ભાષાકુશલ, (I) મતિકુશલ, (III) બુદ્ધિકુશલ, (1) વિવેકકુશલ, (૫) વિનયકુશલ, VI) જિતેન્દ્રિય, (VII) ગંભીર, (VIII) ઉપશમગુણયુક્ત, (1) નિશ્ચય-વ્યવહારનયમાં નિપુણ, () દેવ -ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં રત, (AI) હિત-મિત-પ્રિય વચનને બોલનારો, XII) ધીર, (XIII) શંકાદિ દોષથી શૂન્ય જીવ સમ્યક્ત રત્નને યોગ્ય છે. સમ્યક્ પ્રકારે આ ગુણરત્નોને આત્મસાત કરીને અગ્રેતન ભૂમિકાને માટે યોગ્ય અને આવશ્યક એવા વિશુદ્ધ ગુણોના સમૂહની તે ઓળખાણ મેળવે છે, તેનો પક્ષપાત કેળવે છે તથા તેને જ મેળવવાનું પ્રણિધાન કરે છે. તેના બળથી તે પોતાના અંત:કરણને નિષ્કલંક કરે છે. સમકિતના સોળ નિમિત્તોને પરિણાવીએ જ (૧૩) તેમજ સમકિત માટે આવશ્યકનિયુક્તિમાં બતાવેલા સમ્યફ નિમિત્તોમાંથી કોઈ પણ એક નિમિત્તને પોતાના અંતઃકરણમાં સાધક સમ્યફ પ્રકારે જરૂર પરિણમાવે છે. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy