SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ a sh [ અધ્યાત્મ અનુયોગ સહિત સાચી ઉપાસનાની ઓળખાણ કરે (૧૮) પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની અનુભૂતિ કરવાની ઝંખના-તલસાટ-તરવરાટ-તમન્ના વગેરે સ્વરૂપ નમસ્કારભાવ વિશે પોતાના ચિત્તનો ઉત્સાહ પ્રબળ બને છે. તેનાથી સાધકનું ચિત્ત સ્વસ્થતાને -સ્વાથ્યને મેળવે છે, અંતઃકરણ શાંતિને પામે છે તથા મન પ્રસન્ન બને છે. સાચી ઉપાસનાનું આ ચિહ્ન છે. છે આઠ તત્ત્વોનો પરમ પ્રકર્ષ છે (૧૯) આ રીતે આગળ વધતાં પ્રસ્તુત નમસ્કારભાવમાં તન્મયતા આવવાના લીધે (A) સત્ત્વગુણની શુદ્ધિ, (B) યોગસાધનાના માર્ગમાં જરૂરી એવું કુશલ પુણ્ય, (C) શુક્લ અન્તઃકરણ, (D) અંતરંગ પ્રયત્નમાં ધૃતિ, (E) અંતરંગ સાધકદશા, (F) આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવાની પ્રબળ ઈચ્છા, (૯) આત્મતત્ત્વનું સમ્યફ પ્રકારે વેદન કરવાની અભિલાષા તથા (H) આત્મતત્ત્વને ગ્રહણ કરનારી પ્રજ્ઞા - આ આઠેય તત્ત્વો પરમ પ્રકર્ષને પામે છે. નૈશ્ચચિક અધ્યાત્મયોગની સ્પર્શના Qછે (૨૦) આધ્યાત્મિક શાસ્ત્રનું શ્રવણ, સદ્ગુરુની હિતશિક્ષા વગેરે દ્વારા “આત્મા હકીકતમાં કર્તા શા -ભોક્તા નથી. આત્મા પરમાર્થથી વીતરાગ ચૈતન્યસ્વરૂપ છે' - આવું જાણીને આત્માર્થી સાધક વારંવાર પોતાના તેવા સ્વરૂપમાં ડૂબે છે. કર્મોદયજન્ય કર્તુત્વ-ભોક્નત્વાદિ પરિણામોને પોતાના પરિણામ માનીને (01 પૂર્વવત્ તેઓનો તે પોતાનામાં સમારોપ-ઉપચાર કરતો નથી. કર્મના ઘરના, પારકા એવા કર્તુત્વ -ભોક્નત્વાદિ પરિણામો કર્મવશ ઉત્પન્ન થતા હોય ત્યારે “આ મારા પરિણામ નથી' - એવું જાણવા છતાં પૂર્વસંસ્કારવશ તેને તેમાં તન્મયતા આવી જતી હોય છે. તો પણ તેવી તન્મયતાને તે પોતાના Sો ચિત્તમાંથી પ્રયત્નપૂર્વક બહાર કાઢે છે, અટકાવે છે તથા “આ તન્મયતા પણ પોતાનાથી ભિન્ન છે - છે એવું તે કોઠાસૂઝથી ઓળખી જાય છે. તથા તેવી તન્મયતાથી છૂટો થવા માટે તે પ્રયત્ન પણ કરે છે. - આ રીતે તૈક્ષયિક અધ્યાત્મયોગને તે પ્રકૃષ્ટ બનાવતો જાય છે. પ્રસ્તુતમાં અધ્યાત્મબિંદુસ્વોપલ્લવૃત્તિમાં ? એક વાત જણાવી છે, તેનું આત્માર્થીએ અનુસંધાન કરવું. ત્યાં શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાયે જણાવેલ છે કે કર્તુત્વ-ભોક્નત્વાદિ પરિણામોને દૂર કરવાપૂર્વક શુદ્ધ આત્મસ્વરૂપ વિશે શ્રવણ, મનન, નિદિધ્યાસન સ્વરૂપ એવો પણ કોઈક અનોખો વિશેષ પ્રકારનો જે વિચાર પ્રગટે, તે લક્ષણાથી અધ્યાત્મ છે.' નૈઋચિક ભક્તિઅનુષ્ઠાનનો પ્રારંભ (૨૧) નૈયિક અધ્યાત્મયોગના બળથી નૈઋયિક ભક્તિઅનુષ્ઠાન પ્રવર્તે છે. પોતાના જ કર્તુત્વાદિભાવશૂન્ય વિશુદ્ધ પરમાત્મસ્વરૂપને ભજવું તે નૈૠયિક ભક્તિઅનુષ્ઠાન છે. અહીં તે પરમાર્થથી શરૂ થાય છે. છે કુશલાનુબંધની વર્ધમાન પરંપરા છે. (૨૨) પોતાના પ્રાણ કરતાં પણ ધર્મને આ સાધક ચઢિયાતો માને છે, મહાન માને છે. તેથી અવસરે ધર્મ ખાતર જીવનની કુરબાની આપતા આ સાધક ખચકાતો નથી. તથા પોતાના જ રાગાદિમુક્ત સ્વરૂપને પ્રગટ કરવાની અભિલાષા સ્વરૂપ તાત્ત્વિક મુક્તિરાગ એના અંતઃકરણમાં જ્વલંત બને છે. મારા ચૈતન્યસ્વરૂપને રાગાદિથી મુક્ત કરવું જ છે' - આવું તાત્ત્વિક મુક્તિપ્રણિધાન તેના અંતરમાં છવાયેલ હોય છે. તેના ફળસ્વરૂપે સૂક્ષ્મ પણ પરપીડાનો પરિહાર કરવાનું આ સાધક પ્રણિધાન કરે
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy