SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-કાર્યનો રાસ +ટબો (૧૫/૧-૧)]. ४४७ સમયે પોતાના અણાહારી-અસંગ-અલિપ્ત-અમૂર્ત-અક્રિય-અનંતાનંદમય શુદ્ધ = કર્મમુક્ત ચૈતન્યસ્વરૂપનું અનુસંધાન વારંવાર કરતા રહેવું. ધ્યાન-કાયોત્સર્ગાદિ સાધના કરતાં પણ બાકીના સમયમાં જે નિજ શુદ્ધસ્વરૂપનું અનુસંધાન થાય તેનું મહત્ત્વ અનેકગણું વધારે છે. તે અનુસંધાનથી ઔદયિકભાવસ્વરૂપ ઝેરમાં તે જ સમયે ક્ષાયોપથમિક ભાવનું અમૃત ભળે છે. તે ઝેરની તાકાતને તોડે છે. (૭) ભોજન, શયન, હલન-ચલન, વસ્ત્રપરિધાન, વાત-ચીત, શ્રવણ, શૌચક્રિયા, તત્ત્વચિંતન વગેરે પ્રવૃત્તિમાં પણ કર્તુત્વ-ભોક્નત્વભાવને છોડી અસંગ સાક્ષીભાવનો અભ્યાસ કરવો. (૮) અંતરમાં શુદ્ધ ચૈતન્યના રંગે રંગાયેલ આનંદ, શાંતિ, શીતળતા, પ્રસન્નતા, સ્વસ્થતા, હળવાશ એ વગેરેની જે અનુભૂતિ થાય, તેનો ભોગવટો કરવામાં રોકાવાના બદલે “હું આત્મીય આનંદ, શાંતિ ,. વગેરેનો કેવળ જ્ઞાતા છું - આવા જ્ઞાતાભાવનો દીર્ઘ અભ્યાસ કરવો. (૯) “આત્મીય આનંદ આદિનો હું માત્ર દૃષ્ટા છું - આવા દષ્ટાભાવનો અભ્યાસ કરીને તે df આનંદાદિમાંથી પણ નિર્લેપપણે પસાર થઈ જવું. ફ દેહાદિભિન્ન સ્વરૂપે આત્માને અનુભવીએ ઝક ઉપરોક્ત નવ પ્રકારની સાધનાનો અભ્યાસ જેમ જેમ વધતો જાય તેમ તેમ તે પરિપક્વ બને તે છે, બળવાન બને છે. તેના બળથી સાધક પ્રભુ એવો અનુભવ કરે છે કે (૧) શરીર, (૨) ઈન્દ્રિય, છે (૩) અંતઃકરણ, (૪) વચન, (૫) વિચાર, (૬) ઈષ્ટનિષ્ટ વિકલ્પ, (૭) રાગાદિ વિભાવ પરિણામો, વી. (૮) શ્વાસ-ઉચ્છવાસ આદિ ક્રિયા, (૯) જ્ઞાનાવરણાદિ કર્મ તથા (૧૦) રોગ, ઘડપણ, કાળાશ-ઉજળાશ ૫ -લાંબા-ટૂંકાપણું વગેરે દેહધર્મો આદિથી હું તો તદન નિરાળો છું, જુદો છું, છૂટો છું - આવો અનુભવ કરીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, સ્થિરતા, શુદ્ધિ, વૃદ્ધિ માટે આત્માર્થીએ અત્યંત પ્રયત્ન કરવો. અહીં જે સમતિની વાત ચાલી રહી છે, તે ગ્રંથિભેદ પછી પ્રગટ થનાર નૈૠયિક (= તાત્ત્વિક) સમ્યગ્દર્શનની વાત સમજવી. તે અપરોક્ષ સ્વાનુભૂતિમય ભાવ સમ્યગ્દર્શન છે. તથા સમકિતપ્રાપ્તિ પછી પણ આ જ દિશામાં આગળ વધીને ઉપર-ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ, સ્થિરતા, શુદ્ધિ અને વૃદ્ધિ માટે આત્માર્થી જીવે સતત અત્યંત પ્રયત્ન કરવો. ક્ષણવાર પણ પ્રમાદ ન કરવો. વર્તમાન કળિયુગમાં ઓછામાં ઓછો છ માસ સુધી આવો પુરુષાર્થ આત્મજ્ઞાનીની નિશ્રામાં દઢપણે કરવામાં આવે તો પ્રાયઃ ગ્રંથિભેદ થઈ જ જાય. પરંતુ રાત-દિવસ ઉપરોક્ત સાધનામાં લાગ્યા રહેવું પડે. દિવસમાં બે-ચાર કલાક સાધના અને બાકીના સમયમાં પ્રમાદ, આળસ, બહિર્મુખતા વગેરે ચાલુ રહે તો પ્રયોજનનિષ્પત્તિ ન થાય. ભવસાગરના કિનારે આવેલા સાધકને મોહના મોજા તાણીને ડૂબાડી દે છે. આવા અંતરંગ દઢ ઉદ્યમના બળથી વૈરાગ્યકલ્પલતામાં દર્શાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે. ત્યાં સિદ્ધસુખને જણાવતા કહેલ છે કે “આત્મામાં પૂર્ણતયા રહેવું તે મોક્ષ છે. (દીર્ઘકાલીન સર્વ) રોગનો ઉચ્છેદ થવાથી જેમ રોગીને સુખ મળે છે, તેમ કર્મરોગનો ઉચ્છેદ થવાથી આત્મસ્વાથ્યસ્વરૂપ પૂર્ણ સુખ તમામ મુક્તાત્મા પાસે હોય છે.” (૧૫/૧-૧)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy