SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત ત્રણેય બાબતને લક્ષમાં રાખીને દ્રવ્યાનુયોગનો ઊંડો અભ્યાસ કરવાની પ્રત્યેક આત્માર્થી જીવે પ્રબળ ઝંખના રાખવી જોઈએ. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક આપે છે. * સદ્ગ સાન્નિધ્યમાં ગ્રંથિભેદ કરીએ જ ઉપર મૂળ ગ્રંથમાં ગુરુદેવના ઉપદેશથી દ્રવ્યાનુયોગના નિરૂપણની વાત જણાવી છે, તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સાધકજીવનમાં સદ્ગુરુનું ખૂબ મહત્ત્વ છે. પરંતુ ગુરુદેવને ચામડાની આંખે બહારથી જોવાના બદલે યોગદષ્ટિસ્વરૂપ પોતાની આંતર ચક્ષુથી તેમના અંતરંગ સ્વરૂપનું દર્શન કરવું. તેમની અસંગ અને અલિપ્ત, સ્વસ્થ અને સરળ, પ્રશાંત અને પવિત્ર, તારક અને તૃપ્ત, વિમલ અને વિરક્ત એવી ચિત્તવૃત્તિના જ્ઞાનચક્ષુથી દર્શન કરવા એ અવંચકયોગ છે. શાસ્ત્રજ્ઞાનના આધારે નહિ પણ આંતરિક યોગદષ્ટિના આધારે અવંચક્યોગ પ્રગટે છે. પોતાની પાત્રતાના-શુદ્ધિના આધારે સાધક સદ્દગુરુની પાત્રતાને -તારકતાને ઓળખી શકે છે. સમ્યફ જ્ઞાન અને સદાચાર – બન્નેથી સુશોભિત અને સ્વાનુભૂતિથી સંપન્ન 24 એવા સદ્ગુરુને ઉપરોક્ત અવંચક્યોગથી ઓળખીને-મેળવીને તેમના જ પાવન સાન્નિધ્યમાં ગ્રંથિભેદ વગેરેનો તીવ્ર પુરુષાર્થ કરવો. શક્ય હોય તો આ પુરુષાર્થ નૈસર્ગિક અને નીરવ સ્થળમાં થાય તો વધુ સારું. જઘન્યથી છ માસ સુધી અહીં બતાવ્યા મુજબ નિરંતર પ્રયાસ કરવો. આ સાધના સમય ( દરમ્યાન (૧) ધાર્મિક સમારંભો-આયોજનો-કાર્યક્રમો ન યોજવા. (૨) લોકસંપર્ક – લોકપરિચય ટાળવો. (૩) હળવું-મળવું-ફરવું-બિનજરૂરી વાતચીત વગેરે નિરર્થક પ્રવૃત્તિઓ છોડવી. (૪) વ્યર્થ વિચારવાયુ, ટંખે કલ્પનાના તરંગો, વિકલ્પોની હારમાળા વગેરેમાં અટવાઈ ન જવું. આટલી સાવધાની આ સાધના દરમ્યાન A રાખવી. તે સમયગાળા દરમ્યાન પઠન-પાઠનાદિમાં સતત વ્યસ્ત રહેવાના બદલે અંતરમાં શાસ્ત્રસંન્યાસને ધારણ કરવો. ત્યારે નવા-નવા શાસ્ત્રો વાંચવામાં અટકવાના બદલે જરૂર પડે સદ્ગુરુના વચનામૃતોનું લો. પાન કરવું. શાસ્ત્રવ્યસની ન બનવું. કારણ કે આ અંતરંગ સાધનામાં મનને વિચારોથી, વિકલ્પોથી કે શાસ્ત્રીય માહિતીથી ભરવાનું નથી પરંતુ એ તમામથી ખાલી કરવાનું છે. ૪ નવ પ્રકારે અંતરંગ પુરુષાર્થ કરીએ x (૧) શાસ્ત્રસંન્યાસને સ્વીકારીને પ્રમાદને પરવશ થવાનું નથી કે ગપ્પા મારવાના નથી પણ પોતાના પરમાત્મપદને પરિપૂર્ણપણે પ્રગટ કરવાનું અંતરમાં દઢ પ્રણિધાન, પ્રબળ સંકલ્પ કરીને પોતાની મૂળભૂત પ્રકૃતિને સતત જોવી. (૨) પોતાના અંતરંગ ભાવોનું વારંવાર પરીક્ષણ કરવું. (૩) “શરીરાદિથી આત્મા જુદો છે' - તેવા ભેદવિજ્ઞાનનો નિરંતર અભ્યાસ કરવો. (૪) નિજ શુદ્ધ આત્માનું દીર્ઘ કાળ સુધી ધ્યાન કરવું. (૫) રોજ ત્રિકાળ ઓછામાં ઓછો એક-એક કલાક કાયોત્સર્ગ સાધના કરવી. બપોરે ભોજન પછી નિદ્રાધીન થવાના બદલે ઊભા-ઊભા કાઉસગ્ગ કરવો. કાયોત્સર્ગમાં લોગસ્સ વગેરે બોલવાના બદલે પોતાના પ્રશાંત-વીતરાગ-પરમનિર્વિકાર-નિષ્કષાય ચૈતન્યસ્વભાવમાં સ્થિર થવાનો ગુરુગમથી પ્રયત્ન કરવો એ આ સાધનામાં વધુ હિતકારી છે. (૬) ધ્યાન, કાયોત્સર્ગ સિવાયના સમયે કે જીવનનિર્વાહ માટે જરૂરી ભોજનાદિ પ્રવૃત્તિ કરવાના
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy